જો તમારા ઘરમાં ઉગવા લાગે પીપળાનું ઝાડ, તો તમે આ વાતનું રાખો ખાસ ધ્યાન

0
3954

કુદરત માણસને એનું જીવન જીવવા માટે ઘણી મદદ કરે છે. અને એમાં કોઈ જ શંકા નથી કે કુદરતે આજ સુધી માણસને વગર માંગ્યે બધું આપ્યું છે. પણ માણસને એની કદર નથી. માણસે કુદરત સાથે આટલા વર્ષોથી જે કર્યુ છે, આજે તેના પરિણામ માણસે જ ભોગવવા પડી રહ્યા છે. આજે કુદરત માણસને પોતાનું ક્રૂર સ્વરૂપ દેખાડી રહી છે. માણસને બીજા માણસો તરફથી વૃક્ષ ઉગાડવાની સલાહ પણ આપવામાં આવે છે. તેમ છતાંપણ માણસ વૃક્ષ ઉગાડવાને બદલે તેને કાપવામાં જ લાગેલા રહે છે.

જે ઝાડ તડકો અને વરસાદ દરમ્યાન આપણું રક્ષણ કરે છે, આપણે એને જ કાપીને એનો નાશ કરી રહ્યા છે. ઝાડનું માત્ર વસ્તુ શાસ્ત્ર મુજબ જ નહિ, પરંતુ વિજ્ઞાન મુજબ પણ ઘણું મહત્વ છે. તે આપણા વાતાવરણ માટે અને આપણા આરોગ્ય માટે પણ ઘણા લાભદાયક હોય છે.

આપણી આસપાસ ઝાડ છોડ ઉગાડવાથી આપણી આસપાસનું વાતાવરણ પણ એકદમ સકારાત્મક રહે છે. એટલા માટે જો બની શકે તો વધુમાં વધુ ઝાડ અને છોડ ઉગાડવાનો પ્રયાસ કરો. ઘણા ઝાડ એવા હોય છે, જેને આપણે જાતે ઉગાડવા પડે છે અને તેની જાળવણી પણ રાખવી પડે છે.

પરંતુ થોડા ઝાડ એવા પણ હોય છે, જે જાતે જ ઉગી નીકળે છે. જેવા કે પીપળાનું ઝાડ એક એવું ઝાડ છે, જે પોતાની જાતે ઉગી જાય છે. તેને ઉગાડવાની જરૂર નથી પડતી. પીપળાનું ઝાડ એક એવું ઝાડ છે, જે ક્યાય પણ પોતાની જાતે ઉગી જાય છે.

તેમજ આપણે એની જાળવણી કરવાની પણ જરૂર નથી પડતી. કેમ કે તે વગર જાળવણીએ પણ મોટું થતું રહે છે. આમ તો શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડમાં ઘણા દેવતાઓનો વાસ હોય છે. અને એટલા માટે શાસ્ત્રો મુજબ પીપળાના ઝાડને ઘણું પવિત્ર અને શુભ માનવામાં આવે છે.

પણ ઘણા લોકો આ ઝાડને શુભ નથી માનતા. આજે અમે તમને જણાવીશું કે જો તમારા ઘરમાં પણ પોતાની જાતે પીપળાનું ઝાડ ઉગી જાય તો તમારે શું કરવું જોઈએ.

૧. જણાવી દઈએ કે જો તમારા ઘરની દીવાલ પાસે પીપળાનું ઝાડ પોતાની જાતે જ ઉગી જાય, તો સૌથી પહેલા તેની પૂજા કરો. પૂજા કર્યા પછી તેને તરત કાઢીને કોઈ કુંડામાં ઉગાડી દો. પરંતુ એ વાતનું ધ્યાન રાખશો કે તેના મૂળ ભૂલથી પણ ન કાપશો, કેમ કે તેના મૂળમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજીનો વાસ હોય છે.

૨. બીજી ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે ઘરની પૂર્વ દિશામાં ભૂલથી પણ પીપળાનું ઝાડ ન ઉગાડવું જોઈએ. એવું એટલા માટે કારણ કે તેનાથી ઘરમાં ગરીબી આવે છે. પીપળના છોડને કુંડામાં ઉગાડ્યાં પછી કોઈ મંદિરમાં જઈને મૂકી દો. તમારા ઘરમાં પીપળો ઉગી જાય તો તેને કાપવો ન જોઈએ. તેનાથી તમારા લગ્ન જીવનમાં દુ:ખ પણ આવી શકે છે.

અમે આશા રાખીએ છીએ કે આ વાંચ્યા પછી તમે સમજી ગયા હશો કે તમારા ઘરમાં પીપળાનું ઝાડ ઉગી જાય તો તમારે શું કરવું જોઈએ.