સુરતના હાઈફાઈ એરિયામાં હોવા છતાં આ બિલ્ડીંગમાં કોઈ રહેતું નથી

0
11417

નમસ્કાર મિત્રો, તમારા માંથી કેટલા લોકો એવા છે જે ભૂત પ્રેત વગેરેમાં માનતા હોય? ઘણા ઓછા. આજના મોર્ડન જમાનામાં લોકો આવી વાતો પર વિશ્વાસ નથી કરતા. આને મનનો એક વહેમ ગણીને લોકો એની અવગણના કરી લે છે. છતાં પણ તમને એવા ઘણા કિસ્સા સાંભળવા મળ્યા હશે જેમાં કોઈને ભૂત દેખાયું હોય, કે પછી કોઈ જગ્યા પર આત્માના હોવાનો આભાસ થયો હોય છે.

એવી જ એક ઘટના ગુજરાતની ‘ડાયમંડ સીટી’ સુરતમાં પણ બની છે. અહીં લોકોને એક ખાલી બિલ્ડિંગમાં ભૂત દેખાયું હોવાની વાત સામે આવી છે. આવો તમને એના વિષે વિસ્તારથી જણાવીએ, જેથી તમે પણ જાણી શકો કે આખી બાબતમાં શું ખાસ છે?

સુરત શહેરમાં એક એવી બિલ્ડીંગ આવેલી છે, જેને સ્થાનિક લોકો ‘કાલી બિલ્ડીંગ’ ના નામે ઓળખે છે. જે ભૂત દેખાતું હોવાની ચર્ચાના કારણે ઘણા વર્ષોથી અવાવરૂ પડી છે. અહીં કોઈ રહેતું નથી. વર્ષોથી આ બિલ્ડીંગ એમ ખાલી જ પડી છે. ન એમાં કોઈ રહેવા આવે છે અને ન તો એની સાફ સફાઈ થાય છે. આજથી 2-3 વર્ષ અગાઉ એક યુવતી આ બિલ્ડિંગમાં ચોથા માળે બેભાન હાલતમાં મળી આવતાં, આ કાલી બિલ્ડીંગ ફરી ચર્ચામાં આવી હતી. 21 મી સદીના અત્યાધુનિક જમાનામાં પણ લોકો ભૂતપ્રેતમાં માનતાં હોવાનું આ ભેંકાર ભાસતી કાલી બિલ્ડીંગ પરથી કહી શકાય છે.

કાલી બિલ્ડીંગમાં સિક્યુરિટી ગાર્ડનું રહસ્યમય સંજોગોમાં થયું હતું મૃત્યુ :

આ બિલ્ડીંગ શહેરના પ્રાઈમ લોકેશનમાં આવેલી છે. આ બિલ્ડિંગમાં થોડા વર્ષો પહેલા સિક્યુરિટી ગાર્ડનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થઇ ગયું હતું. ત્યારબાદ અહીં વિચિત્ર ઘટનાઓ થવા લાગી. આથી લોકોના દિલોમાં ડર પેસી ગયો અને લોકો ત્યાંથી બીજે રહેવા જતા રહ્યા. અને થોડા સમયમાં આ બિલ્ડીંગ વેરાન થઇ ગઈ. થોડા સમય પહેલા આ બિલ્ડિંગની બાલકનીમાં એક મહિલા બેસેલી જોવા મળી હતી.

પહેલા તો લોકોને ત્યાં ભૂત છે એવું લાગ્યું પણ પછી જયારે એ મહિલાના પગમાંથી ચપ્પલ નીચે પડી, તો કેટલાક લોકો હિંમત કરીને અંદર ગયા અને એને બહાર કાઢી લાવ્યા. એ સમયે એ બિલ્ડિંગના બધા દરવાજા બંધ હતા, એવામાં એ મહિલા એમાં કેવી રીતે ગઈ અને એની સાથે ત્યાં શું થયું એની કોઈ જાણકારી મળી નથી.

આ કાલી બિલ્ડીંગ સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલી છે. આ અવાવરૂ બિલ્ડિંગનું સાચું નામ પથીક એપાર્ટમેન્ટ છે. આ બિલ્ડિંગના ચોથા માળે એક યુવતી દેખાતા ભૂત હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ બિલ્ડિંગના ચોથા માળ પર એક યુવતીને ફરતી જોઈ લોકોમાં ભુતપ્રેતની વાતો વહેતી થઈ હતી. જેથી અહીંના સ્થાનિક લોકો ધોળે દિવસે પણ આ બિલ્ડીંગમાં પ્રવેશતા ગભરાય છે. તેમજ આ બિલ્ડીંગના ધાબા પર કોઈક આત્મા દેખાતી હોવાની વાતો લોકો વચ્ચે વહેતી થઈ હતી. ભુત-પ્રેત જેવી વાતો આ કાલી બિલ્ડીંગ સાથે ચર્ચાતી રહે છે.

ઉપરની બંને ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી, આથી ત્યાં ભૂત છે જ એ બાબતે કોઈ પુરાવો મળ્યો નથી. અને એની આસપાસ પણ બીજી ઘણી બિલ્ડીંગો છે જેમાં લોકો શાંતિથી રહે છે. એમને કોઈ પણ પ્રકારની પરેશાની થતી નથી. એ લોકો ભૂત પ્રેતની વાતને વહેમ ગણીને પોતાનું જીવન જીવવામાં વ્યસ્ત છે.