આપણા દેશમાં મહિલાઓ વધારે સુરક્ષિત નથી. અને એ વાતનો અંદાજો તમે સમાચાર પાત્ર અને ન્યુઝ ચેનલ પર આવતા છેડતી, બળાત્કાર, શારીરિક શોષણ વગેરેના સમાચારો પરથી મેળવી શકો છો. એવામાં આજકાલ મહિલાઓ ક્યાંય પણ પોતાને સુરક્ષિત હોવાનો અનુભવ નથી કરી શકતી. કેમ કે આજકાલ જેવા પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, તે જોઇને એવું લાગે છે કે છોકરીઓ કોઈપણ ઉંમરની હોય તેને પર ખરાબ નજર રાખનારા લોકો ઘણા બધા હોય છે.
જાણકારી મુજબ આ વાત મળેલા એક રીપોર્ટ અનુસાર આજકાલ સો માંથી માત્ર પચ્ચીસ જ પુરુષ મહિલાઓને સન્માનની દૃષ્ટિથી જુવે છે. બીજા તો તેને કાપી ખાવા દોડે છે. તે ઉપરાંત જો હાલની ઘટનાઓ ઉપર નજર કરીએ તો મહિલાઓ પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી તો બહાર કેવી રીતે સુરક્ષિત રહી શકે. આ બધી ઘટનાઓને લીધે આખા દેશમાં # Me Too કેમ્પેઈન ચાલી રહ્યું છે. અને સામાન્ય છોકરીઓ અને મહિલાઓની સાથે-સાથે બોલીવુડ અને દેશની મોટી મોટી વ્યક્તિઓ પોતાની સાથે થયેલી આવા પ્રકારની ઘટનાઓ વિષે લોકોને જણાવી રહી છે. આમ તો છેડતી અને રેપ તો સામાન્ય વાત બની ગઈ છે. પણ પીડિતા ગભરાઈ જવાને કારણે ઘણી બધી ઘટનાઓ તો સામે આવતી જ નથી.
એ બધા વચ્ચે મુંબઈમાં વેસ્ટ બસના એક ડ્રાઈવર અને કંડકટરે કંઈક એવું કામ કર્યુ છે, જેના વખાણ દરેક લોકો કરી રહ્યા છે. જો તમે પણ તેના વિષે જાણશો તો કદાચ તમે પણ તેને સલામ કરશો. આવો તમને આખી ઘટના જણાવીએ. મિત્રો વાત છે મુંબઈની. તો મુંબઈ શહેર એવું શહેર છે જ્યાં છોકરીઓ કોઈપણ પ્રકારના ડર વગર ફરી શકે છે. ત્યાં છોકરીઓ ન માત્ર રાત્રે ફરે છે, પરંતુ નાના-નાના કપડા પણ પહેરે છે. પરંતુ સન્માન તો દરેક છોકરીઓનું સરખું જ હોય છે. અને આવા પ્રકારની વાતો અમુક લોકો જ સમજી શકે છે.
મુંબઈમાં રહેતી એક છોકરી કામ કરીને મોડી રાત્રે ૧ કલાક ૩૦ મીનીટે વેસ્ટ બસ દ્વારા ગોરેગાંવના રોયલ પામ બસ સ્ટોપ ઉપર ઉતરી. એ સ્થળ ઘણું સુમસામ હતું અને એ છોકરી એકદમ એકલી હતી તથા થોડી ગભરાયેલી પણ હતી. તો એ બસના ડ્રાઈવર અને કંડકટરે તે છોકરીને પૂછ્યું, કે કોઈ છે તેની સાથે, કે કોઈ એને લેવા અહીં આવવાનું છે?
ત્યારે એ છોકરીએ કહ્યું કે, ના મારી સાથે કોઈ નથી અને મારે એકલું જ ઘરે જવાનું છે. તેવામાં ડ્રાઈવર અને કંડકટર તે છોકરી પાસે ત્યાં સુધી ઉભા રહ્યા, જ્યાં સુધી તે છોકરીને બસ સ્ટોપ પરથી ઘરે જવા માટે રીક્ષા ન મળી, અને બીજું જ્યાં સુધી તે જતી ન રહી. આ બન્નેને જોઇને લાગે છે કે માણસાઈ આજે પણ જીવિત છે અને આજે પણ સારા લોકો રહેલા છે. જો બીજા લોકો પણ આમની જેવા બની જાય તો પછી કોઈ છોકરીને કોઈ પણ સમયે ડરવાની જરૂર નહિ રહે. તેમજ છેડતી, રેપ જેવી ઘટનાઓ દેશ માંથી દુર થઇ જાય. અને આમના જેવા લોકો જ સાચા પુરુષ હોવાનું કર્તવ્ય નિભાવે છે.
જયારે તે છોકરી પોતાના ઘરે સલામત રીતે પહોંચી પછી એણે @ nautankipanti ટ્વીટર હેન્ડલથી વેસ્ટ બસ ૩૯૮ ના ડ્રાઈવર અને કંડકટરના વખાણ કર્યા, અને લખ્યું કે રાત્રે ૧:૩૦ વાગ્યે તે સુમસામ રોડ ઉપર એકલી હતી, અને તે બન્ને લોકો મને રીક્ષા મળ્યા પછી જ ત્યાંથી ગયા. તેની આગળ છોકરીએ લખ્યું, કે તે લોકોએ મને પૂછ્યું કે શું તમને કોઈ લેવા આવી રહ્યું છે અને મેં કહ્યું નહિ, તો તે લોકોએ બસને ત્યાં સુધી અટકાવી રાખી જ્યાં સુધી મને રીક્ષા ન મળી ગઈ. જેવું જ આ ઘટના વિષે લોકોને ખબર પડી ત્યારે બધા લોકોએ તે બન્નેના ઘણા વખાણ સોશિયલ મીડિયા ઉપર કર્યા