આ છોકરી અચાનક જ રોડ ઉપર ગાડી ઉભી રખાવી બાથરૂમ કરવા જતી રહી, ડ્રાઈવર શોધવા ગયો તો ઝાડી….

0
5304

મિત્રો આજનો જમાનો તો સોશિયલ મીડિયાનો જમાનો છે. અને એ વાત આપણે બધા સારી રીતે જાણીએ છીએ. અને સોશીયલ મીડિયાને કારણ જ દુનિયાભરના બધા સમાચાર સેકન્ડોમાં જ તમારી સામે આવી જાય છે. આ બધા વચ્ચે ઘણી વાર એવા સમાચાર પણ સામે આવે છે, જે આપણને દરેકને નવાઈ પમાડી દે તેવા હોય છે. અને આજે તમે તમને આ લેખના માધ્યમથી એક એવી જ નવાઈ પમાડનારી ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

પણ એ પહેલા એ જણાવી દઈએ કે આજથી લગભગ ૨૦ થી ૩૦ વર્ષ પહેલા જ્યારે આવી બધી સુવિધાઓ ન હતી ત્યારે આવા પ્રકારની ઘટનાઓ ઉપર લોકો વિશ્વાસ નહોતા કરતા. પરંતુ હવે એવી ઘટનાઓ ઘટવા લાગી છે. સમયનું ચક્ર ઝડપથી ફરી રહ્યું છે. આજે અમે તમને જે ઘટના વિષે જણાવીશું તે સાંભળીને કદાચ તમને વિશ્વાસ નહિ આવે પરંતુ આ સાચું છે.

અમે જે ઘટના જણાવવાં જઈ રહ્યા છીએ તે ચીનની છે. ચીનના જિંગજિયાંગ પ્રદેશમાં રહેતી એક છોકરીએ પોતાના ઘરે ટેક્સી મંગાવી, કારણ કે તેને હોસ્પિટલ જવું હતું. ત્યારબાદ ટેક્સી તેના ઘરે આવી, અને તે છોકરી જેમ તેમ કરીને ટેક્સીમાં બેસી ગઈ અને તેણે ડ્રાઈવરને એને હોસ્પિટલ લઈ જવા કહ્યું. તે સમય સુધી ડ્રાઈવર સમજી નહોતો શક્યો કે આગળ શું થવાનું છે? જેથી ડ્રાઈવર પણ બધું સામાન્ય સમજીને ગાડી ચલાવવા લાગ્યો.

એ છોકરીના ઘર અને હોસ્પિટલ જવાના રસ્તામાં વચ્ચે જ એક જંગલ આવતું હતું. એટલે ટેક્સી ડ્રાઈવરે પોતાની ટેક્સીની ઝડપ વધારી દીધી, અને ટેક્સી ઝડપથી આગળ વધવા લાગી. પણ જંગલમાં થોડે આગળ સુધી ટેક્સી પહોંચતા જ એ છોકરીએ ડ્રાઈવરને ટેક્સી ત્યાંજ રોકવા કહ્યું. ત્યારે ડ્રાઈવરને નવાઈ જેવું લાગ્યું, પણ છોકરીના કહેવાથી તેણે ટેકસી રોકી દીધી. છોકરીએ ડ્રાઈવરને કહ્યું કે તેને બાથરૂમ જવું છે, એટલે ડ્રાઈવરે જંગલ વચ્ચે જ ટેક્સી રોકી દીધી.

જણાવી દઈએ કે એ છોકરીની ઉંમર લગભગ ૧૫ વર્ષ હતી. જેવી જ ટેક્સી ઉભી રહી કે તે છોકરી ટેક્સી માંથી ઉતરીને બાથરૂમ કરવા માટે જંગલમાં જતી રહી. ત્યારબાદ ડ્રાઈવર પોતાની ટેક્સીમાં બેસીને તેની રાહ જોવા લાગ્યો. પરંતુ ઘણો સમય પસાર થયા પછી તે છોકરી પાછી ન આવી, એટલે ડ્રાઈવરને એની ચિંતા થઈ કે તેની સાથે કાંઈક ખોટું તો નથી બની ગયું ને.

એટલે એમ વિચારીને એ ડ્રાઈવર તેને શોધવા જંગલ તરફ નીકળી ગયો. જેવો ડ્રાઈવર જંગલમાં ગયો તો એક બાળકના રડવાનો અવાજ સંભળાયો. આ અવાજથી ડ્રાઈવરને ડર તો લાગ્યો, પરંતુ તેમ છતાં તે આગળ વધતો ગયો. આગળ જઈને તેને જે દ્રશ્ય તેણે જોયું તે નથી તેનો આત્મા કંપી ઉઠ્યો.

એ ડ્રાઈવરે ત્યાં જઈને જોયું કે તે છોકરી ઘણી જ ખરાબ સ્થિતિમાં હતી. અને એટલું જ નહિ છોકરીની બાજુમાં એક નવજાત શિશુ પણ હતું. અને ડ્રાઈવરને એ તો સમજમાં આવી ગયું કે બાળક આ છોકરીનું જ છે. પરંતુ તે તેની ઉપર વિશ્વાસ નહોતો કરી શકતો. કેમ કે છોકરીની ઉંમર લગભગ ૧૫ વર્ષ હતી અને પછી તેણે તરત જ પોલીસને ફોન કર્યો અને ત્યાની સ્થિતિ જણાવી.

પોલીસ એમ્બ્યુલન્સ સાથે એ સ્થળ પર પહોંચી અને છોકરી અને તેના બાળકને હોસ્પિટલ લઈને ગઈ. ત્યારબાદ પોલીસે તેની પૂછ પરછ કરી, પણ એ છોકરીએ તેના બાળકના પિતાનું નામ જણાવ્યું નહિ.