હીરો ના પોસ્ટરો ઉપર દૂધ નો અભિષેક કરવા માટે દૂધ ક્યાંથી આવે છે? જવાબ જાણીને દંગ રહી જશો

0
1174

કહેવા અને સાંભળવામાં શું જાય છે? બંને કામોમાં ટેક્સ નથી લાગતો. ક્યાંક ને ક્યાંકથી સાંભળવામાં આવી જ જાય છે, કે દેશમાં કેટલાય લોકો એવા છે જે રોજ ભુખા પેટે ઊંઘે છે, અને અમુક એવા પણ છે જેમને દૂધ તો દૂર પાણી પણ નસીબમાં નથી હોતું. ત્યાં આપણા દેશમાં એક એવા કામ માટે દૂધ ચોરવામાં આવી રહ્યું છે, જેના વિષે સાંભળીને તમારું લોહી ઉકળવા માંડશે.

તમિલનાડુમાં દૂધના પેકેટની ચોરી થઇ રહી છે. ઘણા દૂધ વેપારીઓએ એની ફરીયાદ પોલીસને પણ કરી છે. કારણ કે એનાથી વ્યાપારીઓને ઘણું નુકશાન થઇ રહ્યું છે. અને સવાલ એ ઉઠે છે કે લોકો દૂધના પેકેટ ચોરી શા માટે કરે છે? જણાવી દઈએ કે એક તમિલ ફિલ્મના રિલીઝ પહેલા આ ચોરીનું પ્રમાણ વધી ગયું છે, અને આ બાબત દૂધના વ્યાપારીઓ માટે મુશ્કેલીનું એક મોટું કારણ છે.

દૂધ અને ફિલ્મોનું કનેક્શન?

હિંદુ ધર્મમાં ઘણી બધી પરંપરાઓ છે, જેમાંથી એક છે ‘પલાભિષેકમ.’ આ પરંપરા અનુસાર દેવી દેવતાઓને દૂધથી નવડાવવામાં આવે છે. પરંતુ થોડા વર્ષોથી ભારતમાં ફિલ્મો માટે પલાભિષેકમનું ચલણ વધી ગયું છે. એના અંતર્ગત ફિલ્મના પોસ્ટર્સ પર એમના ફેન્સ દ્વારા દૂધ ચડાવવામાં આવે છે. આ બાબતે રાજ્યના દૂધના વ્યાપારીઓના અધ્યક્ષ એસ એ પોન્નુસામી કહે છે, ‘આ ભગવાનની ઉપાસના કરવાની રીત છે, ન કે ફિલ્મ સ્ટાર્સની.’

ફિલ્મ સ્ટાર્સને માને છે ભગવાન :

બીબીસી સાથે વાતચીતમાં એસોસિએશનના પ્રમુખ પોન્નુસામીએ કહ્યું, ‘છેલ્લા 20 વર્ષોમાં લોકોમાં આ ગાંડપણ ઝડપથી વધી રહ્યું છે. મોટાભાગના ફેન્સ આવું કરે છે, કારણ કે ફિલ્મ સ્ટાર્સને ભગવાનનો દરજ્જો આપવા લાગ્યા છે.’ થોડા દિવસો પહેલા જ તમિલ અભિનેતા સિલામ્બરાસને પોતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો. એના તે ફેન્સને અપીલ કરી રહ્યા છે કે 1 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ રહેલી એમની ફિલ્મની ઉજાણી કરે અને એમના પોસ્ટર્સ પર દૂધ ચડાવે.

દૂધ ચોરી થવા વિરુદ્ધ એફઆઈઆર :

દૂધ ચોરીની વધતી ઘટના પછી દૂધ ડીલર એસોસિએશને એફઆઈઆર લખાવી હતી. પોલીસે વ્યાપારીઓને જલ્દી જ એના પર કાર્યવાહી કરવા માટે આશ્વાશન આપ્યું છે. મિત્રો જો આ રીતે દૂધ ચોરી થતું રહે અને એને ફિલ્મોના પોસ્ટર પર ઢોળીને વેડફવામાં આવે તો શું એ યોગ્ય ગણાય? નહિ ને. પણ આપણા દેશના અમુક લોકો આવી રીતે આંધળું અનુકરણ કરવા પાછળ લાગ્યા છે. સમાજે આમને યોગ્ય માર્ગદર્શન આપવાની જરૂર જણાઈ રહી છે.

આ વાત થઇ દૂધના બગાડની. પણ આજકાલ દૂધમાં ભેળસેળનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવો એના વિષે તમને થોડી માહિતી આપીએ.

આ વાત જાણીને તમે પણ નવાઈ પામી શકો છો, કે દૂધ અને દૂધમાંથી બનેલી વસ્તુમાં ભેળસેળ કરવામાં આવે છે. અને સામાન્ય રીતે ડીટર્જેંટ કાસ્ટિંગ સોડા, સફેદ પેઇંટ, ગ્લુકોઝ, અને રીફાઈંડ ઓઈલ વગેરે ઘણા પ્રકારની વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ આ બધી વસ્તુઓને લીધે કેન્સર જેવી ગંભીર બીમારી થાય છે. એક રિસર્ચ અનુસાર દેશમાં દુધના આંકડા જોવામાં આવે તો દૂધની જરૂરિયાત તેના ઉત્પાદનની સરખામણીમાં ચાર ગણી વધુ છે. તો કેટલાક ખરાબ તત્વો એનો ફાયદો ઉઠાવી દૂધમાં ભેળસેળ કરવા લાગ્યા છે.

સામાન્ય રીતે બધા લોકો એવું જ વિચારે છે, કે દૂધમાં સૌથી વધુ પાણીનું ભેળસેળ કરવામાં આવે છે. પણ હકીકત એ છે કે દુધમાં પાણીથી વધુ બીજી પણ ઘણી ખતરનાક વસ્તુને ભેળવવામાં આવે છે. તે આંકડાના હિસાબથી જાણવા મળે છે, કે દુધમાં સૌથી વધુ ડીટર્જેટ અને સફેદ પેઇંટ જેવી ઝેરીલી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. જે વાસણમાં દૂધ રાખવામાં આવે છે, તેને ધોવા માટે ડીટર્જેટનો ઉપયોગ કરવામાં આવે છે. પણ એ વાસણને સારી રીતે ધોવામાં નથી આવતા. જેથી વાસણમાં લાગેલો ડીટર્જેટ દુધમાં ભળી જાય છે. અને આપણને એવું ખરાબ દૂધ મળે છે. જો કે આ બેદરકારીને કારણે થતી ભેળસેળ છે, પણ દૂધને ઘાટું દેખાડવા માટે અને તેને ફાટવાથી બચાવવા માટે ઘણા લોકો દુધમાં જાણી જોઇને ભેળસેળ કરે છે. તે દરમિયાન દુધમાં ઘણી ઝેરીલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

તમે તમારા ઘરે વાપરવામાં આવતું દૂધ અસલી છે કે નકલી એ પણ ચેક કરી શકો છો. એ તપાસવા માટે થોડી સરળ રીતો છે, જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

તમે દુધને સુંઘીને એની ખરાઈ કરી શકો છો. હા, તમે જાતે દુધને સુંઘીને જાણી શકો છો કે તે દૂધ અસલી છે કે નકલી. જો તમને દુધ માંથી સાબુ જેવી વાસ આવી રહી છે, તો તે દૂધ ભેળસેળ વાળું છે. તેનો અર્થ કે તમે સેંથેટીક દૂધનો ઉપયોગ કરી રહ્યા છો. અને બીજી રીત છે કાચ, લાકડા કે પથ્થરથી ચેક કરવું. આ રીતનો ઘણા ઘરની મહિલાઓ ઉપયોગ કરે છે. દૂધની ખરાઈ કરવા માટે તમે દુધના થોડા ટીપા સપાટ પથ્થર ઉપર કે લાકડા અથવા કાચ ઉપર નાખો. જો દૂધ સીધી લીટીમાં અને સફેદ નિશાન બનાવી દે તો તમારું દૂધ અસલી છે અને જો એવું નથી થતું તો તે દૂધ નકલી છે. આવી સ્થિતિમાં તમે એવું દૂધ વાપરવાનું બંધ કરી બીજી કોઈ જગ્યાએથી તાજું અને ભેળસેળ વગરનું દૂધ વાપરવાનું શરુ કરો. જેનાથી તમે તમારા પરિવારને સ્વસ્થ રાખી શકો.