ગૌશાળામાં બની રહ્યા છે છાણ માંથી લાકડા, રોજ 5 ક્વિન્ટલ છાણ માંથી બની રહી છે 1.25 ક્વિન્ટલ લાકડુ

0
3652

છાણનો ઉપયોગ ગામડાના લોકો વધારે કરે છે. શહેરના લોકોને એનો ઉપયોગ કરવો વધારે પસંદ નથી હોતો. એના ઉપયોગમાં જોઈએ તો એમાંથી છાણા બનાવવા સિવાય ખાતર અને બાયોગેસ પણ બને છે. અને એના તમારા માંથી મોટાભાગના લોકો સારી રીતે જાણતા પણ હશે. પણ શું તમે સાંભળ્યું છે કે એમાંથી લાકડા પણ બને છે. આજે અમે તમને છાણ માંથી બનેલા લાકડા, કુંડા અને અગરબત્તી વિષે જણાવીશું, કે કેવી રીતે છાણ તમારી કમાણીનું ઉત્તમ સાધન બની શકે છે.

મિત્રો મથુરા કોલોનીમાં આવેલ બાબા મગની રામ ગૌશાળામાં નિસ્વાર્થ પશુ સેવા સોસાયટીના સભ્યો છાણ માંથી લાકડા બનાવવામાં આવે છે. અને અલ્હાબાદ જીલ્લાના કોડીહાર બ્લોકના શ્રીગવેરપુરમાં આવેલા બાયોવેદ કૃષિ પ્રોદ્યોગિકી અને વિજ્ઞાન શોધ સંસ્થામાં છાણ માંથી બનાવી શકાતા અલગ અલગ ઉત્પાદનો બનાવવાની તાલીમ આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશ જ નહિ બીજા રાજ્યોના પણ ઘણા લોકો પણ આ તાલીમ લઇ ગયા છે.

ત્યાંના વ્યવસ્થાપક નિર્દેશક ડો. હિમાંશુ ત્રિવેદી જણાવે છે, “અમારે ત્યાં છાણ માંથી લાકડું બનાવવામાં આવે છે, અને બીજા લોકોને એની તાલીમ પણ આપીએ છીએ. તેને ગોકાષ્ઠ કહેવાય છે. તેમાં એકમડ ભેળવવામાં આવે છે, તેથી તે વધુ સમય સુધી સળગે છે. અને ગોકાષ્ઠ પછી હવે છાણ માંથી બનેલા કુંડા પણ ઘણા લોકપ્રિય થઇ રહ્યા છે. અહી છાણ માંથી કુંડા બનાવ્યા પછી તેની ઉપર લાખનું કોટિંગ કરવામાં આવે છે, અને તે ઘણું પ્રભાવશાળી હોય છે.”

જો તમે કોઈ નર્સરી માંથી ઘરે રોપવા માટે કોઈ પણ છોડ લાવો છો, તો તે પ્લાસ્ટિકની થેલીમાં આપવામાં આવે છે, અને જો એ થેલી દુર કરવામાં થોડી પણ બેદરકારી થઇ ગઈ તો છોડના મૂળ ખરાબ થઇ શકે છે. અને તે છોડ સારી રીતે વિકસી નથી શકતો. તો આવી સ્થિતિથી બચવા માટે છાણના કુંડા ઘણા ઉપયોગી સાબિત થાય છે. અહી આ કુંડાને મશીનમાં તૈયાર કરવામાં આવે છે. આ કુંડામાં સામાન્ય કુંડાની જેમ જ માટી ભરીને છોડ ઉગાડવામાં આવે છે. અને જો કોઈ છોડને જમીનની માટીમાં દાટીને ઉગાડવાનો હોય, તો જમીનમાં ખાડો ખોદીને આ કુંડાને જ માટીમાં દબાવી દેવામાં આવે છે. એનાથી છોડ ખરાબ નથી થતો અને એને છાણનું ખાતર પણ મળી જશે. અને છોડ સરળતાથી વિકસી શકશે.

આ લાકડાઓ પણ મશીન દ્વારા જ બનાવવામાં આવે છે. અને એનો ઉપયોગ શ્મશાન ઘાટ, બોઈલર્સ અથવા ઈંટ બનાવતી ભઠ્ઠીઓમાં કરી શકાય છે. એનાથી પર્યાવરણને કોઈ નુકશાન નથી થતું. 5 ક્વિન્ટલ છાણ માંથી 1.25 ક્વિન્ટલ લાકડા બને છે. જણાવી દઈએ કે આ સંસ્થામાં કેળાના થડનો પણ સારો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ડો. હિમાંશુ ત્રિવેદી એના વિષે જણાવે છે, “કેળાના થડ માંથી સાડીઓ પણ બને છે, તેવી રીતે છાણ માંથી એનર્જી કેક બનાવવામાં આવે છે, જે ચુલામાં ત્રણ ચાર કલાક સુધી સરળતાથી સળગતી રહે છે. એને ગેસની જેમ જ સળગાવવામાં આવે છે. એવી રીતે અમારે ત્યાં સ્ટીકલેસ અગરબત્તી પણ બનાવવામાં આવે છે.”

અહીની બીજી એક ખાસ વાત એ છે, કે આ બાયોવેદ શોધ સંસ્થા લાખની ઘણા પ્રકારની કિંમતી વસ્તુઓ બનાવવાની તાલીમ બીજા લોકોને આપીને ઘણા કુટુંબને રોજગારી સાથે વધારાની આવકનું સાધન પૂરું પાડી રહી છે. આ સંસ્થાના નિર્દેશક ડો. બી.કે.ત્રિવેદી એવું જણાવે છે, કે “અહી પશુઓના છાણ, મૂત્ર માંથી લાખના ઉપયોગથી ઘણી કિંમતી વસ્તુઓ પણ બનાવવામાં આવી રહી છે.” છાણના કુંડા, લક્ષ્મી-ગણેશ, કમલદાન, કુડાદાન, મચ્છર ભગાડવાવાળી અગરબત્તી, જીવ રસાયણો બનાવવા, મીણબત્તી અને અગરબત્તી સ્ટેન્ડ અને ઇનામમાં આપવામાં આવતી ટ્રોફીઓ બનાવવી વગેરે વસ્તુઓ આ યાદીમાં રહેલી છે. આ બધી વસ્તુઓ બનાવવા બાયોવેદ શોધ સંસ્થા કરી રહ્યા છે.”