સારો સમય શરુ થતા પહેલા દરેક વ્યક્તિને ભગવાન જરૂર આપે છે આ 5 સંકેત, જરૂર જાણો

0
5092

મિત્રો એવું કહેવામાં આવે છે કે ચલણી સિક્કાની જેમ જ જીવનના સિક્કાની પણ બે બાજુ હોય છે. એક બાજુ સારી હોય છે અને બીજી બાજુ ખરાબ. અને તે ક્યારે પણ પલટાઈ શકે છે. કહેવાનો અર્થ એ છે કે જો આજે કોઈ વ્યક્તિનો સારો સમય છે, તો કાલે ખરાબ પણ આવશે. અને કોઈનો ખરાબ સમય છે તો કાલે સારો પણ આવશે. પરંતુ વ્યક્તિ પોતાના ખરાબ સમયમાં ઘણા દુ:ખી થઇ જાય છે, અને પોતાની ધીરજ ખોઈ બેસે છે.

પરંતુ હકીકતમાં માણસ તો એ જ કહેવાય જે આ બન્ને સમયે ભગવાનને યાદ રાખે. કારણ કે ઘણા લોકો ખરાબ સમયમાં સારા સમયની આશા રાખે છે, અને ભગવાનનું નામ લે છે. પરંતુ જયારે ભગવાન તેમની ઉપર કૃપા દૃષ્ટિ નાખે છે, તો તે લોકો સુખ ભોગવવામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે ભગવાનને જ ભૂલી જાય છે.

મિત્રો ભગવાન સારા અને ખરાબ એમ બંને સમય આવતા પહેલા આપણને થોડા સંકેત જરૂર આપે છે. પણ આપણે માણસો આપણા કામમાં એટલા વ્યસ્ત રહીએ છીએ કે, એવા સંકેતોને સમજી જ નથી શકતા. એ વાત તો તમે બધા જાણો જ છો કે હિંદુ ધર્મના શાસ્ત્રોમાં લક્ષ્મી માતાને ધનની દેવી માનવામાં આવે છે.

અને લક્ષ્મી માતા વિષે એવું કહેવામાં આવે છે કે તે ઘણા ચંચળ સ્વભાવના હોય છે. અને તે ક્યારે પણ ટકીને નથી બેસતા. કે લોકો લક્ષ્મીની પૂજા સાચા મનથી કરે છે, અને કોઈનું દિલ નથી દુભવતા, તેનાથી માં પ્રસન્ન થઇ જાય છે અને તેને ધન અને સુખ-સમૃદ્ધીના આશીર્વાદ આપે છે.

હિંદુ ધર્મના પૌરાણિક ગ્રંથ વિષ્ણુ પુરાણમાં માં લક્ષ્મી વિષે ઘણા તથ્ય ઉલ્લેખનીય છે. એમાં જણાવ્યા અનુસાર લક્ષ્મી માતા કોઈ પણ ઘરમાં વાસ કરતા પહેલા ત્યાં રહેનારા લોકોને થોડા સંકેત જરૂર આપે છે. આજે અમે તમને એવા જ પાંચ સંકેતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેને તમે તમારા જીવનમાં થોડા સમયથી અનુભવ કરી રહ્યા છો, તો સમજવું ખુબ જલ્દી તમારું નસીબ બદલાવાનું છે, અને તમારા જીવનમાં શુભ સમયની શરૂઆત થવાની છે.

તો આવો અમે તમને જણાવીએ આ પાંચ સંકેતો વિષે જે કાંઈક આ પ્રકારના છે.

૧. શુભ સમય શરુ થવાનો હોય ત્યારે, એ શરુ થતા પહેલા આપણને ઈશ્વર એક સંકેત એ આપે છે. અને તે એ છે કે, જો રોજ સવારે તમે તમારો ચહેરો અરીસામાં જુવો અને જો તમને સતત તમારા મોઢા ઉપર પ્રસન્નતા અને તેજ જોવા મળે, તો સમજી જવું તે તમારા સારા સમયનો સંકેત છે. તમારા મોટા કામ કરવા માટે તમે આગળ વધો અમે નિશ્ચિંત રીતે તેની ઉપર સફળતા તમને મળશે.

૨. સારો સમય શરુ થવાનો બીજો સંકેત એ છે કે, જો સવારે સવારે તમને કોઈ પૈસા આપીને જઈ રહ્યા છે કે, ક્યાયથી સતત ધનની પ્રાપ્તિ થઇ રહી છે, તો સમજી લો કે તમારો સારા સમય આવવાનો છે. અને તે તમારા માટે ઈશ્વર તરફથી શુભ સંકેત છે જે તમને પ્રાપ્ત થઇ રહ્યો છે.

૩. જાણકારી માટે જણાવી દઈએ કે પશુ પક્ષી દ્વારા પણ આપણને શુભ સંકેત મળે છે. જેમ કે જો ક્યાંકથી કોઈ વાંદરો કેરીની ગોટલી લાવીને તમારા ઘરની ઉપર મૂકી દે. તેમજ બિલાડી તમારા ઘરમાં બચ્ચાને જન્મ આપે. કે કોઈ પક્ષી ચાંદીનો ટુકડો લાવીને તમારે ત્યાં ફેંકી દે, તો સમજી લેવું તમારા સારા સમાચારની શરૂઆત થવાની છે.

૪. ચોથો સંકેત છે જો તમને સવારના સમયે ઘર માંથી બહાર નીકળતી વખતે કોઈ સાવરણીથી કચરો વાળતા જોવા મળે, તો સમજી જવું કે ઘણી જલ્દી માં લક્ષ્મી તમારા આંગણામાં આવવાના છે, અને તમારું નસીબ બદલાવાનું છે.

૫. પાંચમો સંકેત છે જયારે તમારા અંગ ફરકવા લાગે તો સમજી લેવું તે પણ શુભ સંકેત છે.