સોનાની વીંટી પહેરવી આ 3 રાશિવાળા માટે સાબિત થઇ શકે છે જીવલેણ, અત્યારે જ જાણી લો

0
15530

આ 3 રાશિવાળા માટે સોનાની વીંટી પહેરવી જીવલેણ સાબિત થઇ શકે છે, અત્યારે જ જાણી લો નહિ તો..

સોનું નામ સાંભળતા મન પ્રફુલ્લિત થઇ જાય છે. તે એવી વસ્તુ છે કે દરેકનું મન મોહી લે છે. અને એમાં તો મહિલાઓનું ખાસ. આપણા ભારતમાં સોનું સૌથી વધુ ખરીદવામાં આવે છે. ભલે સોનું કેટલું પણ મોંઘુ કેમ ન હોય, પરંતુ ભારતના લોકો તેને ખરીદવાથી અટકતા નથી. સોનું એક કિંમતી ધાતું છે, અને તેને પહેરવાનું સપનું દરેક જુવે છે. સોનાની વીંટી માત્ર ઘરેણું જ નથી, પરંતુ જ્યોતિષમાં તેને સૌભાગ્ય વધારવા વાળું પણ માનવામાં આવે છે. તે પહેરવાથી ઘણા ફાયદા થાય છે.

જ્યોતિષના જાણકારોના જણાવ્યા અનુસાર સોનાની વીંટી પહેરવાથી તે લાભ મળે છે, જે સ્વર્ણ ભસ્મના સેવનથી મળે છે. સોના-ચાંદી, હીરા-ઝવેરાત એ તો મહિલાઓની નબળાઈ ગણવામાં આવે છે. સામાન્ય રીતે તો દરેક મહિલાઓને સોનું પહેરવાનું ગમે છે, અને દરેક મહિલાઓ સોનું પહેરે પણ છે. કોઈ પણ લગ્ન કે પાર્ટી કે કોઈ અન્ય શુભ પ્રસંગ જોઈ લો, એમાં મોટાભાગની દરેક મહિલાઓએ સોનું પહેરેલું જ હોય છે.

આપણા પૂર્વજોના જણાવ્યા અનુસાર શુભ મુહુર્તમાં સોનું ખરીદીને પહેરવામાં આવે, તો તે શુભ ફળદાયી હોય છે. તેનાથી ઘરમાં બધું શુભ થાય છે. એનાથી પતિ-પત્ની વચ્ચેના સંબંધ પણ સારા બની રહે છે, અને નીસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ પણ થાય છે.

કોઈ પણ શુભ મુહુર્તમાં સોનું ઘરમાં લાવવાથી કે પહેરવાથી તે આપણને નસીબદાર પણ બનાવી શકે છે. સોના વિષે એવું પણ માનવામાં આવે છે કે, સોનું ખોવાઈ જવું કે પછી કોઈનું ખોવાયેલું સોનું મળવું બન્ને જ સારું નથી હોતું. જો તમે જ્યોતિષ શાસ્ત્રનું નામ તો સાંભળ્યું જ હશે. તો આ વિદ્યા મુજબ સોનું પહેરવું દરેક માટે ફાયદાકારક નથી હોતું.

જાણકારી માટે જણાવી દઈએ કે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ધાતુ આપણી ઉપર અસર કરે છે. કેમ કે આ બધું સૌરમંડળમાં રહેલા ગ્રહોની રમત છે. દરેક ધાતુનો એક વિશેષ ગ્રહ સંબંધ સાથે હોય છે. અને દરેક ગ્રહ આ ધાતુઓ પર પોતાની પ્રકૃતિ અનુસાર અસર કરે છે. ભલે તાંબુ હોય કે ચાંદી, સોનું હોય કે મોંઘા હીરા, કે પછી હીરા માંથી બનેલા ઘરેણા. તે તમામ વસ્તુ આપણને શોભાવી શકે છે, કે પછી તે જ વસ્તુ આપણને બગાડી પણ શકે છે.

આ ગ્રહોની અસરને કારણે સોનાની વીંટી પહેરવાથી પણ ઘણા લોકોએ નુકશાન ભોગવવું પડે છે. આજે અમે તમને એ જ રાશિઓ વાળા લોકો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે ભૂલથી પણ સોનાની વીંટી ન પહેરવી જોઈએ. કારણ કે જો તે લોકો સોનાની વીંટી પહેરે છે, તો તેવામાં તેમના જીવનમાં હંમેશા પૈસાની તંગી બની રહેશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, સોનાની વીંટી વિષે એવું કહેવામાં આવે છે કે, જો મેષ, કન્યા અને ધનુ રાશિના લોકો પોતાના હાથની આંગળીઓમાં સોનાની વીંટી પહેરે છે, તો તે લોકોને પોતાના જીવનમાં ક્યારે પણ સફળતા મળતી નથી.

એવું એટલા માટે કારણ કે સોનાની વીંટી તેમના જીવન ઉપર ઘણી જ ખરાબ અસર કરે છે. જીવન ઉપર ખરાબ અસર પડવાને કારણે જ આ ૩ રાશિના લોકોને પોતાના જીવનમાં ક્યારેય પણ કોઈપણ કાર્યક્ષેત્રમાં સફળતા હાથ નથી લાગતી.

એટલે જીવનમાં હંમેશા સફળ થવા માટે આ ૩ રાશિ સાથે જોડાયેલા લોકોએ સૌથી પહેલા પોતાના હાથમાં રહેલી સોનાની વીંટીને વેચવી પડશે. સોનાની વીંટીને વેચ્યા પછી જ આ લોકોનું જીવન સુખ શાંતિ પૂર્વક પસાર થઇ શકશે.

જો આપણે જ્યોતિષ શાસ્ત્રના જાણકારોનું માનીએ તો આ ત્રણ રાશિ સાથે જોડાયેલા લોકો દ્વારા સોનાની વીંટી પહેરવાને કારણે તેની ખરાબ અસર તેમની ધન સંપત્તિ ઉપર પણ પડે છે. અને ગ્રહોની અસરની સાથે-સાથે આ ૩ રાશિઓના લોકોને વેપારના ક્ષેત્રમાં પણ નુકશાન વેઠવું પડે છે. આ કારણે જો તમે મેષ, કન્યા કે ધનુ રાશી સાથે સંબંધ ધરાવો છો, તો તમારે પોતાના જીવનમાં ક્યારે પણ સોનાની વીંટી ન પહેરવી જોઈએ. નહી તો તે હંમેશા તમારા કામમાં અડચણ ઉભી કરશે.