માત્ર એક ક્લિકમાં સરકાર દ્વારા મળતી તમામ નાણાકીય સહાયોની માહિતી, જાણો અને શેર કરો

0
19819

ખેતી દેશનો પ્રમુખ વ્યવસાય છે. એમાં પણ બીજા વ્યવસાયની જેમ મૂડીની જરૂર પડે જ છે. એના માટે ગુજરાત સરકારનો કૃષિ અને સહકાર વિભાગ ખેતીના યાંત્રિકીકરણ માટે ખેડુતોને વિવિધ પ્રકારની સહાય (farm mechanisation subsidy) આપે છે. આ ઉપરાંત કૃષિ અને સંલગ્ન બાબતો જેવી કે બાગાયત, ભૂમિ સંરક્ષણ, ડેરી વિકાસ, પશુપાલન, અને સહકારની પ્રવૃત્તિઓમાં નીતિ / યોજનાઓનું ઘડતર અને ખાતા દ્વારા અમલીકરણ, નિરીક્ષણ અને દેખરેખની કામગીરી પણ કરે છે. ખેતીવાડી ખાતાના મુખ્ય ઉદેશ્ય ખેડૂતોને ખેતીની વૈજ્ઞાનિક પઘ્‍ધતિઓની ટ્રેનિંગ આપી, જુદી જુદી યોજનાઓના અમલીકરણ દ્વારા ખેત ઉત્‍પાદકતા વધારી ખેત પેદાશોમાં વધારો કરી રાજ્યની જરૂરિયાતો પ્રાપ્ત કરવાનો અને ખેડૂતોની આવક વધારવાનો છે. આજે આપણે એને સંલગ્ન બાબતો વિષે ચર્ચા કરીશું.

ખેડુતોને ખેતીના યાંત્રિકીકરણ માટે ખાતા દ્વારા અપાતી વિવિધ સહાયની વિગતો નિચે મુજબ છે.

 

કરબ માટે :

કરબ માટે મળતી સહાય આ મુજબ છે. હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ.

ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

હળ માટે :

હળને લગતી માહિતી આ મુજબ છે. હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ.

હળ ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

ટ્રેક્ટર માટે :

જો તમે ટ્રેક્ટર મેળવવા માંગો છો તો તમને સહાયનું ધોરણ રુ. ૪૫,૦૦૦ અથવા કિંમતના ૨૫ ટકા બે માંથી જે ઓછુ હોઈ તે પ્રમાણે (૪૦ હો.પા. સુધી) મળી શકે. અને સહાયનું ધોરણ રૂ. ૬૦,૦૦૦/- અથવા કિંમતના ૨૫ ટકા બે માંથી જે ઓછુ હોઇ તે પ્રમાણે (૪૦ હો.પા. થી ૬૦ હો.પા.સુધી) મળી શકે

પાવર ટીલર માટે :

પાવર ટીલર માટે તમને સહાયનુ ધોરણઃ રૂ. ૪૫,૦૦૦/- અથવા કિંમતના ૪૦ ટકા બે માંથી જે ઓછુ હોઇ તે પ્રમાણે (૮ હો.પા. થી ઉપર) મળી શકે.

રોટાવેટર માટે :

તમાને રોટાવેટરની જરૂર છે તો એની કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૩૫૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ. રોટાવેટર ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

તાડપત્રી માટે :

ખેડૂત મિત્રો તાડપત્રીની ખરીદ માટે તમને એની કિંમતના ૫૦ % અથવા રૂ ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ. ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

પાવર ટીલર માટે :

પાવર ટીલર માટે રૂ.૪૫૦૦૦/- અથવા કુલ કિંમતના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે.

ડીકેટીકેટર ફોલવાનું મશીન લેવા માટે :

જો કોઈ ખેડૂત મિત્રએ ડીકેટીકેટર ફોલવાનું મશીન લેવું છે, તો એમાં હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ.

કલ્ટીવેટર દાંતી માટે :

મિત્રો કલ્ટીવેટર દાંતી લેવા માટે તમને હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ.

પેડી પડલર ધાવલ માટેનું સાધન લેવા માટે :

આ મશીન માટે તમને આ મુજબ સહાય મળશે. (અ) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ(ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ.

ઓટોમેટીક ઓરણી માટે :

જેમને ઓટોમેટીક ઓરણી લેવા માટે સહાયની જરૂર છે તો એ દરેકને હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ.

ઓટોમેટીક ઓરણી ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

આ તમામ સહાય માટે ઓનલાઇન અરજી કરવા https://ikhedut.gujarat.govડોટin/ જુઓ.

આ વેબસાઈટ પર કૃષિ અને સહકાર વિભાગમાં જવું. એમાં તમને તમામ યોજનાઓ અને પ્રોજેક્ટ વિષે સંપૂર્ણ માહિતી મળશે.

સંદર્ભ: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર