લગ્નમાં વરરાજા વરવધુ અને તમામ લોકો ફોટા પડાવવામાં હતા વ્યસ્ત, ત્યારે બન્યું કઈક એવું કે…

0
5145

આપણે બધા બીજાના લગ્નમાં જઈએ છીએ અને આપણા માંથી ઘણાના લગ્ન પણ થઈ ગયા હશે. લગ્નમાં ઘણી વાર એવા બને છે જે લોકો માટે યાદગાર બની જાય છે. તો ઘણી વાર એવું પણ કંઈક થઈ જાય છે જે ન થવું જોઈએ. તો લગ્નની જાત જાતની ઘટના ઓમાં એક નવી ઘટના સામે આવી છે. જાણવવામાં આવે છે કે સોમવારે રાત્રે અજમેરના ક્રિશ્ચીયનગંજમાં એક લગ્ન દરમિયાન એક વિચિત્ર ઘટના બની હતી.

અને આ કિસ્સાની તપાસ દરમિયાન પોલીસે જણાવ્યું કે અજમેરના નલા બજારના રહેવાસી શોભરાજના પુત્રનો લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો. એ લગ્નમાં ખુબ મોટી સંખ્યામાં મહેમાન ત્યાં હાજર હતા. આમ તો બધું બરાબર ચાલી રહ્યું હતું. ત્યાર પછી સ્ટેજ ઉપર વરરાજા અને વરવધુનું ફોટો સેશન શરુ થયું. તે દરમિયાન સૌની નજર નવા જોડા ઉપર જ કેન્દ્રિત હતી. તેમના પરિવાર વાળા પણ ફોટા પડાવવામાં વ્યસ્ત હતા. બરોબર તે સમયે એક છોકરો સ્ટેજની પાછળથી આવ્યો અને ગુલાબી રંગની બેગ લઈને સૌની આંખો સામેથી નીકળી ગયો.

મળેલી જાણકારી મુજબ તે બેગમાં લગભગ નવ લાખ રૂપિયાના કિંમતી ઘરેણા અને દોઢ લાખ રૂપિયા રોકડા પણ હતા. પછી ફોટો સેશન પછી જયારે વરરાજાના પિતાએ પોતાની પત્નીને તે બેગ વિશે પૂછ્યું તો બધા તેને શોધવામાં લાગી ગયા. પણ એટલું શોધવા છતાં પણ તે ન મળી. જેને લઈને લગ્નમાં હોબાળો મચી ગયો અને બધા લોકો એક બીજાની સામે જોવા લાગ્યા.

બેગ ન મળતા ચોરી થવાની શંકા સાથે પોલીસને બોલાવી. અને પોલીસે ત્યાં આવતાની સાથે જ સીસીટીવી ફૂટેજ જોયા. પણ કાંઈજ હાથ ન લાગ્યું. પછી જયારે પોલીસે ફોટોગ્રાફી કરી રહેલ કેમરામેનના કેમેરામાં જોયું તો તે છોકરો બેગ લઇ જતો દેખાયો. તે ઉપરાંત એમાં જેવામાં આવ્યું કે કેવી રીતે તે છોકરો દીવાલ કુદીને નીકળી ગયો. જણાવી દઈએ કે આ ચોરીમાં તેની સાથે ત્રણ ચાર બીજા સાથી પણ શામેલ હતા.

ત્યાંના આસપાસના રહેવાશીના જાણવા મુજબ, આ સમારંભ સ્થળ ઉપર ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં આવી જ ચોરોની ટુકડીએ લગભગ દસ લાખ રૂપિયાના ઘરેણા અને રોકડાથી ભરેલી હેન્ડ બેગ પણ ચોરી લીધી હતી. આ ઘટનાને બાર થી ચૌદ વર્ષના નવયુવાનોએ પાર પાડી છે. આમ તો પીડિતોએ એ જગ્યાની બહાર લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજમાં તે નવયુવાનોને ઓળખી લીધા હતા. તે પોલીસે તે ફૂટેજના આધારે ચોરને પકડવાનો દાવો કર્યો હતો, પણ આઠ મહિના પછી પણ કાંઈજ હાથ લાગી શક્યું નથી. ખરેખર તે સમયે તો પોલીસ કાંઈજ કરી શકી નથી, પણ આશા છે, કે આ વખતે ચોર જરૂર પકડાઈ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.