તડકાથી કાળા થઈ ગયેલા હાથને ગોરા કરવાનો 100% અચૂક ઘરેલું નુસખો, આજે જ કરો ટ્રાય

0
7474

વધુ સમય તડકામાં રહેવાથી આપણા શરીરના ખુલ્લા અંગ જેવા કે હાથ અને પગ કાળા પડી જાય છે. એમાં પણ ખાસ કરીને જે લોકો બાઈક કે સ્કુટર ચલાવે છે, તેમના હાથનો રંગ તો જરૂર કાળો થઈ જાય છે. અને આમ થવાનું કારણ તડકામાં હાથ ઉપર મોજા ન પહેરવા હોય છે.

તેમજ તડકાને કારણે કાળા થયેલા હાથનો રંગ અને આપણી સ્કીનનો રંગ જુદા ટોનમાં હોવાને કારણે, તે જોવામાં પણ ઘણા ભદ્દા દેખાય છે. જણાવી દઈએ કે આને તમે ઘરેલું નુસખાથી દુર કરી શકો છો, અને હાથનો રંગ પાછો પહેલા જેવો કરી શકો છો. આજે અમે તમને આ લેખના માધ્યમથી એવા જ થોડા નુસખા જણાવીશું, જેના ઉપયોગથી તમારા કાળા પડી ગયલા હાથનો રંગ પહેલા જેવો થઇ જશે.

તડકાથી કાળા થયેલ હાથને ગોરા કરવાના સરળ ઉપાય :

નુસખો : ૧

આ નુસખો તૈયાર કરવા માટે તમારે ત્રણ વસ્તુ જોઈશે. અને એ ત્રણ વસ્તુઓ કાકડીનો રસ, લીંબુનો રસ અને ગુલાબજળ છે. આ મિશ્રણ બનાવવા માટે સૌથી પહેલા એક વાટકામાં ૪ ચમચી કાકડીનો રસ, ૧ ચમચી લીંબુનો રસ અને પા ચમચી ગુલાબજળ નાખી દો.

ત્યારબાદ બધી વસ્તુઓને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને તમારા તડકાથી કાળા થયેલ હાથ પગ ઉપર ૨૦ મિનીટ માટે લગાવો અને પછી ઠંડા પાણીથી હાથ ધોઈ લો. આ કામ તમારે રોજ કરવાનું છે. આવું રોજ કરવાથી ધીમે ધીમે હાથની કાળાશ જતી રહેશે અને તમારી ચામડીનો ઓરીજીનલ રંગ પાછો આવી જશે.

નુસખો : ૨

આ નુસખો પણ કારગર છે. એના માટે તમારે ૨ ચમચી દૂધની મલાઈ, ૧ ચમચી મધ, અડધી ચમચી હળદર પાવડરની જરૂર પડશે. આ બધી વસ્તુને એક વાસણમાં નાખીને પાણી સાથે સારી રીતે ભેળવી દો. ધ્યાન રહે કે તમારે આ પેસ્ટ થોડું ચીકણું બનાવવાનું છે.

આ પેસ્ટને તમારે સ્નાન કરવાના ૨૫ મિનીટ પહેલા હાથ ઉપર લગાવીને એની ૧૦ મિનીટ સુધી માલીશ કરો. તેની ૧૫ મિનીટ પછી તમે હુફાળા પાણીથી સ્નાન કરતી વખતે હાથને ધોઈ લો. આ ઉપાય તમે અઠવાડિયામાં ૨ થી ૩ વખત કરી શકો છો. આ ઉપાયને ત્યાં સુધી કરતા રહો જ્યાં સુધી તમારા કાળા પડી ગયેલ હાથનો રંગ પહેલા જેવો ગોરો ન થઇ જાય.

નુસખો : ૩

આ નુસખા માટે તમને બે વસ્તુ જોઇશે. એક તો મુલતાની માટી અને બીજી હળદરનો પાઉડર. આ મિશ્રણ બનાવવા માટે સૌથી પહેલા એક વાટકીમાં ૨ ચમચી મુલતાની માટી અને અડધી ચમચી હળદર પાવડર નાખવો. હવે તેમાં થોડું પાણી નાખીને એક ઘાટી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમારા હાથ ઉપર લગાવી લો અને જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય તો ઠંડા પાણીથી તમારા હાથ ધોઈ લો. અને આ ઉપાય તમે અઠવાડિયામાં ત્રણ વખત કરી શકો છો. એનાથી તમને તમારા હાથનો સફેદ રંગ પાછો મળી જશે.