હનુમાનજીના આ ચમત્કારી મંદિરના પાંચ ચક્કર લગાવવાથી કેન્સર જેવા રોગ પણ થઇ જશે દૂર. ક્લિક કરી જાણો

0
2594

મિત્રો આપણો ભારત દેશ ધાર્મિક દેશ તરીકે ઓળખાય છે. અહી વિવિધ ધર્મના લોકો ભેગા મળીને રહે છે, અને દરેકને પોત પોતાના ધર્મમાં વિશ્વાસ છે. અને ખાસ કરીને હિંદુ ધર્મ માનવા વાળા લોકોમાં પોતાના ધર્મ અને પોતાના તમામ દેવી દેવતાઓનું ઘણું મહત્વ હોય છે. કહેવામાં આવે છે કે હિંદુ ધર્મમાં લગભગ ૮૪ લાખ દેવી દેવતા છે, અને એ કારણ છે કે અહિયાં દરેક શેરી મોહલ્લામાં કોઈને કોઈ દેવતાનું મંદિર જોવા મળી જ જાય છે.

આ દુનિયામાં એક તરફ લોકોમાં થોડા અંશે અંધવિશ્વાસ જોવા મળે છે, અને ઘણા અંશે વિજ્ઞાન પણ ઈશ્વરના ચમત્કારો આગળ પોતાનું માથું નમાવે છે. મિત્રો આજે અમે તમને આ લેખના માધ્યમથી એક એવા હનુમાનજીના મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, એના વિષે એવી માન્યતા છે કે જો કોઈ બીમાર વ્યક્તિ અહિયાં આવીને માત્ર પાંચ પરિક્રમા પૂરી કરી લે, તો હનુમાનજી તેના તમામ દુ:ખોને દુર કરી દે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે હનુમાનજીનું આ ચમત્કારી મંદિર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની સીમા ઉપર આવેલા ભીંડે જીલ્લાના દંદરોવા ગામમાં આવેલું છે. તમને હનુમાનજીના આ ચમત્કારી મંદિરના મહિમા વિશે જણાવીએ, તો આ ગામના લોકોનું કહેવું છે કે અહિયાં જો કોઈ બીમાર વ્યક્તિ આવી જાય અને મંદિરની પાંચ પરિક્રમા પૂરી કરીને મંદિરની વિભૂતી લગાવી લે, તો તેના તમામ દુ:ખ દુર થઇ જાય છે.

મિત્રો હનુમાનજીના મંદિર વાળા આ ગામના લોકોનું એવું માનવું છે કે, અહી હનુમાનજી પોતે ભક્તોને દર્શન આપે છે. તે ડોક્ટરના રૂપમાં આવીને દરેક દર્દીનો ઈલાજ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ ગામના ઘણા કેન્સરથી પીડિત લોકોનું એવું કહેવું છે કે, હનુમાનજીએ જ તેમની બીમારી હરીને તેમને નવું જીવનદાન આપ્યું છે.

હનુમાનજીના કારણે જ આજે તેઓ સંપૂર્ણ રીતે નીરોગી બનીને પોતાનું જીવન જીવી રહ્યા છે. આ મંદિરમાં સ્થાપિત હનુમાનજીની એવી કૃપા છે કે અહીંયા આખા દેશના લોકો પોતાની ગંભીર બીમારીઓથી છુટકારો મેળવવા હનુમાનજીની શરણમાં આવે છે.

સ્થાનિક લોકોનું આ પ્રાચીન મંદિર વિષે એવું કહેવું છે કે, આ મંદિર લગભગ ત્રણસો વર્ષ જુનું છે. અહિયાં એક લીમડાના ઝાડની નીચે લોકોને ગોપી વેશમાં હનુમાનજીની મૂર્તિ મળી હતી. જે આજે પણ અહિયાંના મંદિરમાં સ્થાપિત છે. સંપૂર્ણ ભારતમાં માત્ર આ હનુમાનજીનું એકમાત્ર મંદિર છે જ્યાં તમને હનુમાનજીની નૃત્ય અવતારમાં મૂર્તિ જોવા મળશે.

તમને આ મંદિરના હનુમાનજીના ચમત્કારોની વાત કરીએ, તો સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે આ મંદિરમાં ઘણા વર્ષો પહેલા એક સાધુ રહેતા હતા, જે કેન્સર રોગથી પીડિત હતા. પણ એક દિવસ તેમણે જોયું કે, હનુમાનજી પોતે ડોક્ટરના રૂપમાં આવીને એમનો ઈલાજ કરી રહ્યા છે. અને થોડા સમયમાં જ એમનો રોગ પણ દુર થઈ ગયો. આ મંદિર વિષે લોકોનું એવું કહેવું છે કે, અહિની વીભૂતી લગાવી દેવાથી જ લોકોના તમામ દુ:ખ પણ દુર થશે.

હનુમાનજીના આ પ્રાચીન મંદિરને લોકો વર્ષો પહેલા દર્દહરિયા મંદિરના નામથી ઓળખતા હતા. જેનો અર્થ થાય છે દુ:ખ હરવા વાળા. પણ સમય જતા તેનું નામ બદલીને દર્દરોઆ કરી દેવામાં આવ્યું. આજે પણ આ પ્રાચીન મંદિરમાં દેશના ખૂણે ખૂણા માંથી લોકો ગંભીરમાં ગંભીર બીમારીઓથી પીડિત હોવા છતાંપણ આવે છે. માત્ર એ આશાએ કે હનુમાનજી તેમના પણ તમામ દુ:ખ હરી લે.