ખોવાયેલી સાંભળવાની શક્તિ પાછી મેળવવા માંગો છો? તો આ ચમત્કારી ઔષધિ તમારી મદદ કરશે, જાણો

0
2584

‘બહેરાશ’ આ સમસ્યાનું નામ સાંભળતા આપણને વૃદ્ધ વ્યક્તિ યાદ આવે, જેમને સાંભળવામાં તકલીફ પડતી હોય છે. પણ હવે એવું નથી કે ઉંમરલાયક વ્યક્તિઓને જ આ સમસ્યા થાય. આજકાલ અવાજ પ્રદુષણ, ઘોંઘાટ, મોબાઈલના ઈયરફોન, હેડફોનનો વધુ પડતો ઉપયોગ પણ ઓછી ઉંમરના લોકોને બહેરાશનો શિકાર બનાવે છે. આથી આ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. ઘણા એવા લોકો જુદા જુદા કારણોથી લઈને બહેરા થઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે તરત જ ઉપચાર કરવો જોઈએ એટલે આજે અમે તમારા માટે આ આર્ટીકલ લઈને આવ્યા છીએ.

બહેરાશ ઘણા કારણોથી થઈ શકે છે ઉંમર વધવા સાથે બહેરાશની સમસ્યા હોવી કુદરતી વાત છે. પણ કાનના હાડકા ભરાઈ જવા, વધુ અવાજ વાળી જગ્યા ઉપર કામ કરવું અને કેન્સરને કારણે પણ બહેરાશ થઈ શકે છે. તે ઉપરાંત કાનની ઘણી એવી બીમારીઓ છે જેથી બહેરાશ થઈ શકે છે. આજે અમે તમને એવી કુદરતી ઔષધી વિષે જણાવીશું જેના ઉપયોગથી બહેરાશનો ઈલાજ કરી શકાય છે.

તો આવો તમને જણાવીએ કે તમારી સાંભળવાની શક્તિ કેવી રીતે વધારવી. તેમજ બહેરાશનો ઈલાજ શું છે? ઓછું સાંભળવાનો ઈલાજ કયો છે? વગેરે સવાલના જવાબ તમને મળશે.

બહેરાશનો ઘરેલું ઈલાજ :

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઔષધી સામાન્ય ઔષધી નથી પણ આ ઔષધી બહેરાશ માટે રામબાણ છે. અને એ છે ડુંગળી. બહેરાશના ઈલાજ માટે ડુંગળી એક ઘણી ગુણકારી અને અસરદાર ઔષધી ગણવામાં આવે છે. ડુંગળીમાં મળી આવતા એન્ટીઓક્સીડેંટ વધુ અવાજ જેવા કે ધડાકા અને હવામાં થતા ફેરફારને કારણે થયેલી બહેરાશને ઠીક કરી શકે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, શોધકર્તાઓએ એક શોધમાં એ જણાવ્યું છે, કે જે લોકોને સાંભળવાની શક્તિ કોઈ ધડાકાને કારણે જતી રહેલ હોય તેને ડુંગળી અને પાણીના મિશ્રણનું સેવન કરવાથી તેની સાંભળવાની શક્તિમાં ઘણો સુધારો થશે.

આ આર્ટીકલ કોઈનું કોપી પેસ્ટ નથી કરેલું, પણ વિદ્વાનો, આયુર્વેદ નિષ્ણાતો દ્વારા લખાયેલા હોય છે.

જણાવી દઈએ કે ઘણા બધા લોકો જે પોતાની સાંભળવાની શક્તિ ગુમાવી ચુક્યા હતા, તેમણે પોતાના ખાવામાં લસણ લેવાનું શરુ કર્યુ અને તેમને ઘણા જ નવાઈ પમાડે તેવા લસણના ફાયદા મળ્યા. એવું માનવામાં આવે છે કે લસણ શરદી જુકામને ઓછું કરે છે, બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે, કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને લાંબુ આયુષ્ય પૂરું પાડે છે.

તેમજ બહેરાશમાં લસણ લોહીના પ્રવાહમાં વધારો કરીને કાનના એ ભાગને જે અવાજના સંદેશને બદલીને શરીરમાં કેમિકલ ગતિવિધિ ઉત્પન કરે છે, તેને ફરી વખત સારું કરીને કાનના સાંભળવાની શક્તિ પાછી લાવવામાં મદદ કરે છે.

ડુંગળીનો રસ અને લસણના આ મિશ્રણને બનાવવું ઘણું સરળ છે આવો તમને એના વિષે જણાવીએ :

મિશ્રણ તૈયાર કરવા માટે જરૂરી સામગ્રી :

લસણની થોડી કળીઓ

એક મોટી ચમચી જેતુનનું તેલ (ઓલીવ ઓઈલ)

ડુંગળીનો રસ 15 ml.

એક ડ્રોપર.

થોડી રાઈ

મિશ્રણ બનાવવાની રીત :

સૌથી પહેલા એક કપમાં જેતુનનું તેલ નાખો. ત્યારબાદ લસણની કળીઓનો રસ કાઢો. હવે બન્ને વસ્તુને ડુંગળીનો રસ કઢી એમાં મિક્સ કરો. હવે એ તૈયાર થયેલા મિશ્રણને ડ્રોપરની મદદથી બન્ને કાનમાં ૩ થી ૪ ટીપા જેટલું નાખો. અને બન્ને કાનને રૂ થી ઢાંકી લો.

બનાવવામાં ઘણું સરળ આ મિશ્રણના ફાયદા અનમોલ છે. તો જો તમે બહેરાશથી પરેશાન છો તો આજે જ આ ઔષધી બનાવો અને ઉપયોગ કરો. અને તમારા મિત્રો અને સંબંધીને પણ તેના ફાયદા વિષે જણાવો, તો તે પણ તેનો લાભ મેળવી શકે.