આ બોલીવુડ હિરોઈન છેલ્લા ૭ વર્ષથી પોતાના પતિ માટે ખેતી કરી રહી છે, જાણો કોણ છે એ

0
2938

દરેક વ્યક્તિને કલાકારો જેવી લક્ઝરી લાઈફ સ્ટાઈલમાં જીવન જીવવાનું પસંદ હોય છે. અને એમની દુનિયા પણ મજાની હોય છે. અને એમની ગ્લેમરસ લાઈફ પાછળ આખી દુનિયા દીવાની છે. લોકો તેમની સ્ટાઈલ વગેરેને પણ ફોલો કરે છે. આમ તો દરેક સેલીબ્રીટી શાહી જીવન જીવવાનું પસંદ કરે છે. પણ ઘણા એવા સેલીબ્રીટી પણ હોય છે, જે કાંઈક અલગ કરીને પોતાની અલગ દુનિયા પસંદ કરે છે.

અને એવી જ એક સેલીબ્રીટી છે જુહી ચાવલા. જી હાં, જુહી ચાવલા બાકી કલાકારો કરતા થોડું અલગ રીતે જીવવાનું પસંદ કરે છે. મિત્રો તમને જણાવી દઈએ કે ૯૦ ના દશકની આ ટોપ હિરોઈન અને ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા આ દિવસોમાં ખેતી કરી રહી છે. ૫૧ વર્ષની જુહી પોતાના પતિના રેસ્ટોરન્ટ માટે છેલ્લા ૭ વર્ષથી કુદરતી ફળ અને શાકભાજી ઉગાડી રહી છે.

એક વખત ચાખી લીધું તો એના સિવાય બીજું કાંઈ નહિ ખાવ :

કદાચ તમે જાણતા હશો કે જુહી સામાજિક મુદ્દા ઉપર પોતાનું સ્પષ્ટ નિવેદન જાળવી રાખે છે, અને તે સોશિયલ વર્કમાં ઘણો રસ ધરાવે છે. થોડા સમય પહેલા જ તેને ‘વુમન ઓફ ઇન્ડિયા ઓર્ગેનીક ફેસ્ટીવલ’ ના મુંબઈ સંસ્કરણની બ્રાંડ અંબેસડર બનાવવામાં આવી. જુહીએ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું, એક વખત તમને કુદરતી ફળ અને શાકભાજીનો મીઠો સ્વાદ મળી જાય, તો તમે પણ બજારમાં રહેલા કેમિકલમાં ડુબાડેલ પ્રોડક્ટ્સ નહિ ખરીદો.

જુહીની ફિલ્મ :

ઘણા સમયથી જુહી સિનેમાની દુનિયામાં વધારે જોવા મળતી ન હતી. પણ થોડા સમય પહેલા જ વિધુ વિનોદ ચોપડાના પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’ માં તેમણે કામ કર્યુ છે. અને તેમાં એમની સાથે સાથી કલાકારમાં અનિલ કપૂર, સોનમ કપૂર અને રાજ કુમાર રાવ હતા.

માંડવામાં ઉગાડે છે કુદરતી શાકભાજી :

હવે એમની ખેતીની વાત કરીએ. તો જુહી પાસે પોતાના બે ફાર્મ હાઉસ છે. અને એમાંથી એક ફાર્મ હાઉસમાં તે કુદરતી શાક્ભાજી ઉગાડે છે, અને તે જગ્યા માંડવામાં છે. તે જણાવે છે મારી પાસે રોકાણ કરવા માટે થોડા પૈસા હતા. અને કોઈએ મને સલાહ આપી કે જમીનમાં રોકાણ કરે. તો મેં માંડવામાં ૧૦ એકર જમીન ખરીદી અને ત્યાં હું કુદરતી શાકભાજી ઉગાડું છું, જે મારા પતિના રેસ્ટોરન્ટના રસોડા સુધી પહોંચે છે.

વાડામાં કરે છે ફાળોની ખેતી :

એ ઉપરાંત જુહી મહારાષ્ટ્રમાં જ વાડામાં આવેલા પોતાના બીજા ફાર્મ હાઉસ ઉપર કુદરતી ફાળોની ખેતી કરે છે. તે જણાવે છે કે તેના પિતા પણ ખેતી કરતા હતા. તેમણે વાડામાં ૨૦ એકર જમીન ખરીદી હતી.

પિતાના મૃત્યુ પછી શરુ કરી ખેતી :

જુહીને આ રીતે ખેતી કરવાં વિષે પૂછવા પર એમણે જણાવ્યું કે, પહેલા તો મને ખેતી વિષે કાંઈ જ ખબર ન હતી. જયારે તેમણે ખેતી યોગ્ય જમીનમાં રોકાણ કર્યુ હતું, ત્યારે એક કલાકાર તરીકે તે ઘણી વ્યસ્ત હતી. અને એમની પાસે એની પર ધ્યાન આપવા માટે સમય પણ ન હતો. એમના પિતાના મૃત્યુ પછી એમનું ખેતી પર ધ્યાન પડ્યું. જુહી છેલ્લા ૭ વર્ષથી ખેતી કરી રહી છે. અને તેમની પાસે આંબાના ૨૦૦ થી વધુ ઝાડ વાળો બગીચો છે. તેમાં ચીકુ, પપૈયા અને દાડમના પણ થોડા ઝાડ છે.