ટીવી ઇન્ડસ્ટ્રીના આ કલાકારો લાખોમાં રમે છે, નંબર 5 નો પગાર તો છે સલમાન ખાન કરતા પણ વધારે

0
3288

ફિલ્મી કલાકારોની જેમ ટીવી કલાકારો પણ ઘણા લોકપ્રિય થવા લાગ્યા છે. આજે આજના સમયમાં ટીવીની પોપ્યુલારિટી દિવસે ને દિવસે વધતી જ જઈ રહી છે. કારણ કે ભારત દેશમાં ટીવી જોવા વાળાની સંખ્યા વધતી જઈ રહી છે. લોકોને નોકરી પરથી આવ્યા પછી ટીવી જોવાનું વધારે પસંદ છે.

અને ટીવીના કલાકારો પણ હવે બોલીવુડના કલાકારોથી ઓછા નથી રહ્યા. આજના સમયમાં ટીવીના કલાકારોએ ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. અમુક કલાકાર તો એવા પણ છે જેમની પોપ્યુલારિટી આજકાલના પ્રખ્યાત બોલીવુડ કલાકાર કરતા પણ વધારે છે, એમને જેટલા લોકો ફોલો કરે છે એટલા તો કોઈ બોલીવુડ કલાકારને પણ નથી કરતા. જેમ કે તારક મેહતા કા ઉલટા ચશ્માંના જેઠાલાલ. ઘણા લોકો કોઈ પ્રખ્યાત બોલીવુડને સ્ટારને ઓળખતા ન હોય પણ જેઠાલાલને તો ઓળખે જ છે.

મિત્રો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, ટીવી પર કામ કરવા વાળા આ કલાકારો પણ ઘણી વધારે ફી લે છે. એમની ફી પણ કોઈ બોલીવુડ કલાકારથી ઓછી નથી હોતી. આજના આ લેખમાં અમે તમને ટીવી ઈન્ડસ્ટ્રીના થોડા એવા કલાકારો સાથે મળાવીશું જેમની કમાણી સૌથી વધારે છે.

શિવાજી સાટમ :

જણાવી દઈએ કે છેલ્લા 17 વર્ષોથી સીઆઈડીમાં કામ કરવા વાળા એસીપી પ્રદ્યુમ્ન એટલે કે શિવાજી એક મહિનામાં લગભગ 25 લાખ કમાઈ લે છે. જો કે હાલમાં આ સીરીયલ બંધ થઈ ગઈ છે.

મોના સિંહ :

મિત્રો ‘જસ્સી જેસી કોઈ નહિ’ સીરિયલથી પોતાની ખાસ ઓળખ બનાવવા વાળી મોના સિંહ એક એપિસોડના લગભગ 1.50 થી 1.75 લાખ રૂપિયા ફી વસુલ કરે છે.

રામ કપૂર :

રામ કપૂરને તો દરેક વ્યક્તિ જાણતા હશે. તે ટીવી ઇન્ડસ્ટ્રીના મોટા કલાકાર છે. અને તે એક એપિસોડના લગભગ 1.50 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

દિવ્યાંકા ત્રિપાઠી :

દિવ્યાંકા ત્રિપાઠી. આ નામ પણ ટીવી ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાં આવે છે. તે એક એપિસોડ માટે 80 હજારથી 1 લાખ રૂપિયા સુધી ફી ચાર્જ કરે છે.

કપિલ શર્મા :

ભારતના કોમેડી કિંગ એવા કપિલ શર્મા પણ પૈસા કમાવવાની બાબતમાં કોઈનાથી ઓછા નથી. તે એક શો માટે 60 લાખ રૂપિયા કરતા વધારે ફી લે છે.

દયાનંદ શેટ્ટી :

ક્રાઈમ શો સીઆઈડી માં ‘દયા’ નું પાત્ર ભજવવા વાળા દયાનંદ શેટ્ટી પણ મોંઘા કલાકાર છે. તે એક એપિસોડના 80 હજારથી 1 લાખ રૂપિયા સુધી ચાર્જ કરતા હતા.

દૃષ્ટિ ધામી :

જાણકારી માટે જણાવી દઈએ કે ‘મધુબાલા’ સીરિયલથી ઓળખ બનાવવા વાળી દૃષ્ટિ ધામીની એક એપિસોડની ફી 50 હજાર થી 75 હજાર રૂપિયા છે.

રોનિત રોય :

મિસ્ટર બજાજના પાત્રથી પ્રખ્યાત થયેલા રોનિત રોય આજે ટીવી ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર છે. તે એક એપિસોડ માટે લગભગ 1.25 લાખ રૂપિયા સુધી ફી લે છે.

સુનિલ ગ્રોવર :

‘ગુત્થી’, ‘ડોક્ટર મશહૂર ગુલાટી’ અને ‘રીન્કુ ભાભી’ ના પાત્રથી બધાને હસાવવા વાળા સુનિલ ગ્રોવર એક એપિસોડના 1.50 થી 2 લાખ રૂપિયા ચાર્જ કરતા હતા. એમણે એમનો નવો શો શરુ કર્યો હતો પણ તે કંઈ ખાસ વધારે ચાલ્યો નહિ.

હિના ખાન :

આ યાદીમાં આગળનું નામ છે ‘ટીવીની અક્ષરા’ એટલે કે હીના ખાનનું. એમણે આ શો ઉપરાંત બિગ બોસ 11 માં આવીને લોકોનું મનોરંજન કર્યુ હતું. હાલમાં તે ‘કસૌટી ઝીંદગી કી 2’ માં ‘કોમોલિકા’ નું પ્રખ્યાત પાત્ર ભજવી રહી છે. તે એક એપિસોડ કરવા માટે 1 થી 1.50 લાખ રૂપિયા લે છે.

મોહિત રૈના :

‘દેવો કે દેવ મહાદેવ’ માં શિવ ભગવાનનું પાત્ર ભજવવા વાળા મોહિત રૈના પણ મોંઘા કલાકાર છે. અને તે એક એપિસોડના 1 લાખ રૂપિયા સુધી ફી લે છે.

કરણ પટેલ :

જો તમે ન જાણતા હોવ તો જણાવી દઈએ કે, કરણ પટેલને ટીવી ઈન્ડસ્ટ્રીના શાહરુખ ખાન પણ કહેવામાં આવે છે. ‘યે હૈ મોહબ્બતેં’ માં લીડ રોલ કરવા વાળા કરણ એક એપિસોડના 1.25 લાખ રૂપિયા સુધી ફી લે છે.

સાક્ષી તંવર :

‘કહાની ઘર ઘર કી’ માં પાર્વતીનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલી સાક્ષી તંવર ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તે એક એપિસોડ કરવા માટે 1.50 થી 2 લાખ રૂપિયા લે છે.