આ 3 ઘરેલુ ઉપાય છાતી અને ગળામાં જામેલ ફકથી થોડા દિવસોમાં રાહત આપે છે, એકવાર ઉપયોગ કરી જુઓ

0
1499

નમસ્કાર મિત્રો તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આજે અમે તમને ખાંસી, કફ અને એના ઉપાય વિષે થોડી જાણકારી આપીશું. ખાંસી સુકી અને કફવાળી એમ બે પ્રકારની હોય છે. આ બંને માંથી કોઈ પણ પ્રકારની ખાંસી તમને લાંબા સમયથી હોય તો એ તમને એકદમ દુ:ખી કરી શકે છે. અને તમે જેટલું જલ્દી બની શકે એટલું જલ્દી તેનાથી છુટકારો મેળવવાનું વિચારો છો. તો એવામાં આજે અમારા દ્વારા જણાવેલા ઘરેલું નુસખા તમને મદદ કરશે. જે એકદમ સુરક્ષિત છે. જેનાથી આવી સ્થિતિમાં આરામ મળે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે ખાંસી સામાન્ય રીતે, ઠંડી અને ફ્લુની આડ અસરથી થાય છે. અને તે એલર્જી, અસ્થમા, એસીડ રીફ્લેક્સન, સુકી હવા અને થોડી દવાઓને કારણે પણ થઇ શકે છે. ખાંસી ઘણી જ પીડાદાયક અને તકલીફ આપનારી હોઈ શકે છે. તેથી નીચે આપવામાં આવેલી યુક્તિઓ અપનાવીને ખાસીથી જલ્દી છુટકારો મેળવો.

એ વાત તો તમે પણ સારી રીતે જાણો છો કે, બદલાતી ઋતુને કારણે ખાંસી, શરદી અને તાવ જેવી બીમારીઓ થવી સામાન્ય વાત છે. અને જયારે ખાંસી, શરદી અને તાવ જેવી બીમારીઓ થાય છે, તો તેની સાથે એક બીમારી બીજી હોય છે, જે છે છાતી અને ગળામાં કફ જામવાની બીમારી.

મિત્રો ગળામાં કફ જામી જાય તો એનાથી શ્વાસ લેવામાં ઘણી તકલીફ થાય છે, અને તે બીજી બીમારીઓ પણ ઉભી કરે છે. અને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આપણે દવા પીવી પડે છે. અને તે ખુબ જલ્દી અસર નથી દેખાડતી. પણ મિત્રો આજે અમે તમને જણાવીશું, છાતી અને ગળામાં જામેલા કફને ૧ દિવસમાં રાહત અપાવવા વાળા ૩ ચમત્કારી ઘરેલું ઉપાય. જેના વડે તમે આ સમસ્યાઓ માંથી છુટકારો મેળવી શકો છો.

છાતી અને ગળામાં જામેલા કફને દુર કરવાં માટે ઘરેલું ઉપાય :

૧. મધ અને લીંબુ : મિત્રો પહેલો ઉપાય એ છે કે લીંબુનો રસ અને મધનું સેવન કરવામાં આવે. લીંબુના રસમાં મધ ભેળવીને સેવન કરવાથી છાતી અને ગળામાં જામેલા કફથી જલ્દી જ છુટકારો મળી શકે છે. કારણ કે લીંબુમાં સાયટ્રીક એસીડ હોય છે, જે કફને દુર કરવામાં ઉપયોગી હોય છે.

૨. મધ અને આદુ : બીજો ઉપાય છે મધ અને આદુનો. આ ઘરેલું નુસખાનો ઉપયોગ કરવા માટે એક ચમચી મધ અને એક ચમચી આદુનો રસ ભેળવીને તેને થોડું ગરમ કરી લો, અને તેનું સેવન કરો. કફ માંથી તમને છુટકારો મળશે.

૩. કાળા મરી : આ ઉપાય કરવાં માટે ૫-૬ કાળા મરી લઈને તેને ઝીણા વાટી લો. હવે એક ગ્લાસ પાણી લઈને તે પાણીમાં આ કાળા મરીનું મિશ્રણ નાખી દો. અને તેને સારી રીતે ગરમ કરો. પછી આ પાણી ઠંડુ થઇ જાય (હુંફાળું થાય ત્યારે) ત્યારે તેનું સેવન કરો. તેનાથી છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યાથી ૧ દિવસમાં છુટકારો મળી જાય છે.

તમામ પ્રકારની ખાંસીનો ઈલાજ કરવાં માટેની અદ્દભુત રીત :

બનાવવાની રીત અને સેવન કરવાની રીત :

ખાંસીથી છુટકારો મેળવવા માટે ૨૫૦ મી.લિ. દૂધ, ૧૨૫ મી.લિ. પાણી, એક ગાંઠ હળદરનું ચૂર્ણ અને જરૂર મુજબ ગોળ લઈને બધાને એક વાસણમાં નાખીને ઉકાળવા માટે રાખી દો. અને જયારે ઉકળયા પછી માત્ર દૂધ જ બાકી રહી જાય, તો તેને ઉતારી લેવું પછી તેને ગાળીને ખાંસીના રોગીને હુંફાળું થાય એટલે પીવડાવી દેવું. આ ઉપાયથી ખાંસી એકદમથી ગાયબ થઇ જાય છે.

ખાંસી દુર કરવાના બીજા ઘરેલું ઉપાય :

મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે ૧૦૦ ગ્રામ જલેબીને ૪૦૦ મી.લિ. દુધમાં ભેળવીને ખાવાથી સુકી ખાંસીમાં ફાયદો થાય છે. અને દુધમાં 5 પીપર નાખી તેને ગરમ કરી તેમાં ખાંડ ભેળવીને રોજ સવાર સાંજ પીવાથી ખાંસી ઠીક થઇ જાય છે.

જો તમને ખાંસી  છે અને ગળામાં ખરાશ પણ છે, તો મધનો આ ઉપાય અજમાવો. મિત્રો ઘણા અધ્યયનોમાં એ જોવા મળ્યું છે કે, મધ ન માત્ર સામાન્ય રીતે આવતી ખાંસીની દવા તરીકે, પરતું ખાંસીને ઓછી કરવામાં અસરકારક છે. અને ક્યારે ક્યારે તેના કરતા પણ વધુ અસરકારક હોય છે. મધ મ્યુક્સ મેંમ્બ્રેનને અવિરત કરવા અને રાહત પહોચાડવામાં મદદ કરે છે. જો ખાંસીને કારણે સુવામાં તકલીફ થાય છે તો સુતા પહેલા મધનું સેવન કરવું ઘણું લાભદાયક થઇ શકે છે.

અન્ય એક ઉપાય એ છે કે, સુકી ખાંસી થવા પર નાગરવેલના સાદા પાંદડામાં એક ગ્રામ અજમો મુકીને ચાવી ચાવીને રસ ગળવાથી સુકી ખાંસી મટે છે. અને માત્ર અજમો જ એક બે ગ્રામ ખાઈને ઉપરથી ગરમ પાણી પી ને સુઈ જવાથી સુકી ખાંસી અને દમ અને શ્વાસના રોગમાં તરત લાભ થાય છે. ફેફસાના રોગોમાં અજમાનો ઉપયોગ કરવાથી કફની ઉત્પતી ઓછી થઇ જાય છે. અજમાનું સેવન કફ દુર કરીને ફેફસા મજબુત કરે છે અને છાતીના દુ:ખાવામાં લાભ પહોચાડે છે.

ખાંસી માટે એક ઉપાય અળસીનો પણ છે. એના માટે ૨૫ ગ્રામ અળસીને વાટીને ૩૭૫ ગ્રામ પાણીમાં ઉકાળો. હવે જયારે એ પાણી ત્રીજા ભાગનું એટલે કે ૧૨૫ ગ્રામ રહી જાય, તો તેને ગેસ પરથી ઉતારી અને ગાળીને તેમાં ૧૨ ગ્રામ સાકર ભેળવીને રાખી દો. તેમાંથી એક ચમચી જેટલી રાબ એક એક કલાકના અંતરે દિવસમાં ઘણી વખત દર્દીને પિવડાવો. તેનાથી કફ છૂટી જાય છે. જ્યાં સુધી છાતી ચોખ્ખી ન થાય, ત્યાં સુધી તે પિવરાવતા રહો.