ઘરના 5 સભ્યો પેટ ભરી ખાઈ શકે એવો સ્વાદિષ્ટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવો માત્ર 3 બિસ્કીટના પેકેટ માંથી

0
7783

સખીઓ, આજે આ કાળઝાળ ઉનાળામાં જો બધાને ગમતી કોઈ ખાવાની આઈટમ હોય, તો તે ઠંડો ઠંડો આઇસ્ક્રીમ. જેનું નામ બોલતા જ મોઢામાં પાણી આવી જાય છે. એમાંય જો ચોકલેટ આઇસ્ક્રીમ મળી જાય તો તેની મજા જ કાંઈક જુદી છે. તો સખીઓ, આજે આપણે આવો જ ટેસ્ટી ચોકલેટ આઇસ્ક્રીમ બનાવતા શીખીશું. જે માત્ર ત્રણ ચાર વસ્તુ લઈને, અને કોઈ પણ ક્રીમ કે મલાઈ વિના, તમે પોતે જ તમારા ઘરે જ બજારમાં મળે એવી ટેસ્ટી, યમ્મી, સ્વીટ ચોકલેટ આઇસ્ક્રીમ બનાવી શકશો. ચાલો ત્યારે જાણીએ તેને બનાવવાની રેસીપી.

જરૂરી સામગ્રી :

5 રૂપિયા વાળાના પાર્લેજી બિસ્કીટના પેકેટ – 3 નંગ

1 લિટર મિલ્ક,

10 રૂપિયાની ડેરી મિલ્ક ચોકલેટ – 2 નંગ

2 ચમચી ખાંડ,

વેનીલા એસન્સ એક નાની ચમચી

આઈસ્ક્રીમ બનાવવાવી રીત :

આઈસ્ક્રીમ બનવા માટે સૌથી પહેલા બજાર માંથી લાવેલા બિસ્કીટના નાના નાના ટૂકડા કરી નાખો. ત્યાર બાદ આ બધા ટુકડાને મિક્સરમાં ક્રશ કરી નાખો. પછી આ પાવડરને ચાળી નાખો અને તેને ઢાંકીને બાજુમાં મૂકી દો. પછી તમારે એક તપેલીમાં એક લિટર દૂધ ગરમ કરવાનું છે. દૂધમાં અડધી ચમચી વેનીલા એસન્સ નાખી દો, જો તમારી પાસે એ ના હોય તો પણ એના વિના ચાલી શકે છે.

દૂધને ઉકાળીને 700 ml જેટલું કરી નાખવું. હવે તેમાં 2 ચમચી ખાંડ નાખવાની છે. હવે દૂધમાં થોડો થોડો બિસ્કીટનો જે પાવડર હતો તે ઉમેરતા જવાનું છે, અને તેને હલાવતા જવું. બિસ્કીટનો બધો પાવડર એક સાથે નાખવાની ભૂલ ક્યારેય કરવાની નથી. થોડો થોડો કરીને જ નાખવાનો છે. ત્યાર બાદ તમે ફરીથી ગેસ ચાલુ કરો અને મિશ્રણ થોડું ઘાટું થાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે. આના માટે તમારે ગેસને ધીમા તાપે જ રાખવાનો છે. લગભગ બે થી ત્રણ મિનીટ આ રીતે મિશ્રણ હલાવતા રહેવું.

હવે ડેરી મિલ્કના ટૂકડા કરીને આ મિશ્રણમાં નાખો. આ મિશ્રણને 5 મિનીટ સુધી સતત હલાવતા હલાવતા ગરમ કરવાનું છે. ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને તૈયાર છે તમારી ચોકલેટ આઈસ્ક્રીમનું બેઝ. હવે સહેલીઓ, જો તમારા આ બેઝમાં બિસ્કીટ તથા ચોકલેટની ગોળી રહી ગઈ હોય, તો તમારે તે મિશ્રણને થોડા સમય માટે ઠંડુ થવા દેવાનું છે. ત્યાર બાદ તેને મિક્ષરમાં ક્રસ કરી એક રસ કરી લેવાનું છે. હવે તમે જોશો કે તમારા બેઝનું ટેકશ્યર એકદમ ક્રીમી થઇ ગયું હશે.

ત્યાર પછી એક ડબ્બો લઈને તેમાં પ્લાસ્ટિક પેપર મૂકી તેની પર ચોકલેટ આઇસ્ક્રીમનું બેઝ પાથરી દો અને ચમચી વડે વ્યવસ્થિત રીતે ફેલાવી દો. ત્યાર બાદ તેને બંધ કરી દો. હવે તેને ફ્રીઝમાં 4 થી 5 કલાક માટે મૂકવાનું છે. પછી તેને બહાર કાઢી લો અને તમે જોશો તો ખુબ જ સ્વાદિષ્ટ ચોકલેટ આઈસ્ક્રીમ તૈયાર થઇ ગયો છે. જે જોશે તેના મોં માં પાણી ચોક્કસ આવી જશે. આ રીતે તમે ઘરે જ સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવીને ઘરના સભ્યો અને મહેમાનોને ખવડાવી શકો છો.

આવી જ બીજી રેસીપી મેળવવા માટે અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અને હા, માહિતી ગમી હોય તો લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ.