જો પોલીસ કરે તમારી FIR લખવામાં આનાકાની, તો તમારે શું કરવું? જાણી લો તમારો હક્ક

0
2096

મિત્રો કોઈ એવું નથી ઇચ્છતું છે એને જીવનમાં પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર પડે. પણ જીવનમ કોઈક વાર એવો કપરો સમય આવી જાય છે કે પોલીસની મદદ લેવાની જરૂર પડે છે. પણ ઘણી વખત એવું થાય છે કે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય પણ પોલીસ એની FIR નોધવાની ના પાડી દે છે.

આવા કિસ્સા તમે તમારી આંખે જોયા હશે અથવા તો તમે ટીવી કે સમાચાર પત્રમાં એના વિષે વાંચ્યું કે જોયું હશે. ઘણા પોલીસ વાળા FIR લખે તો છે, પણ તે પોતાની રીતે અથવા થોડા ફેરફાર કરીને લખે છે. આવું હોવાના કારણે જે સામાન્ય માણસ પોલીસ પાસે મદદ લેવા જાય છે, તે તેનાથી જ પરેશાન થઇ જાય છે.

તેમજ વ્યક્તિની પરિસ્થિતિ એવી થઇ જાય છે કે, તેને પોતાને ખબર નથી પડી શકતી કે આવા સમયે એણે શું કરવાનું હોય છે? પરતું આવું જો તમારી સાથે કે કોઈ બીજા સાથે થાય તો પરેશાન થવાની જરૂરત નથી. કારણ કે આ બાબતને લઈને સુપ્રીમકોર્ટે કડક ગાઈડલાઈન્સ આપી છે, આજે અમે તમને આ લેખમાં એની જાણકારી આપીશું. જો તો પણ કોઈ સુનાવણી ન થતી હોય તો એક ચેનલ છે, જેની મદદથી તમે ફરિયાદને મોટી ઓથોરીટી પાસે સીધી રવાના કરી શકો છો.

જાણકારી માટે જણાવી દઈએ કે, FIR નોંધવા સંબંધિત કાયદા વિષે હાઇકોર્ટના વકીલ રજનીશ દુબેએ જણાવ્યું છે કે, લલીતા કુમારી વર્સિસ ગવર્મેન્ટ ઓફ યુપી કેસમાં CRPC ના સેક્શન ૧૫૪ હેઠળ FIR માટે કેટલાક ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવ્યા હતા. અને એ સુપ્રીમ કોર્ટની સંવિધાનિક બેચે કર્યુ છે.

અને તેમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ વ્યક્તિની FIR દંડ યોગ્ય હોય અને તે અપરાધ વિષે જાણકારી આપતી હોય, તો તેમાં કોઈ પણ પૂર્વ તપાસની જરૂર નથી. એટલે કે તે સ્થિતિમાં FIR લખવી અનિવાર્ય હોય છે.

કેટલાક કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે, પોલીસ પોતાને કોઈ તકલીફ ન થાય તેની માટે FIR માં ફેરફાર પણ કરી નાખે છે. પણ જો તમારી સાથે આવી કોઈ ધટના થાય છે તો, તમે આની ફરિયાદ પોલીસના કોઈ ઉચ્ચ અધિકારીને કરી શકો છો.

તમારી કોઈ ફરિયાદ હોય કે પછી FIR લખવામાં કોઈ ગડબડી થઈ છે તો…

મિત્રો જો તમે ક્યારેક FIR નોંધાવા જાવ છો, અને પોલીસ પોતાના મુજબ તેમાં કોઈ પણ ફેરફાર કરે છે, તો એના માટે એક અન્ય ચેનલ હોય છે, જેના દ્વારા તમે આગળ પગલું ભરી શકો છો.

તમારા સંબંધિત વિસ્તારના SSP ને એક અરજી આપીને તમે FIR નોધવા સંબંધમાં તમારી કોઈ ફરિયાદ હોય, અથવા ગડબડીની ફરિયાદ હોય તો તે નોંધી શકો છો. આ બધું કર્યા પછી પણ SSP પાસે તમારી સુનાવણી ન થાય તો, તમે તમારી ફરિયાદ સંબંધિત અરજી DIG ને આપી શકો છો.

મદદ લઇ શકો છો ન્યાયાલયની :

અને જો આ બધુ કર્યા પછી પણ તમારી ફરિયાદની સુનાવણી ન થતી હોય, તો તમે તમારા વિસ્તારના મેજીસ્ટ્રેટને સીધી અરજી આપી શકો છો. જણાવી દઈએ કે 4 થી 5 પોલીસ સ્ટેશન એક મેજીસ્ટ્રેટના ક્ષેત્રાધિકારમાં આવે છે.

તેમજ જો તમે વાદી કે પીડિત છો, અને કોઈ કારણ સર તમારી ફરિયાદની સુનાવણી કરવામાં નથી આવતી, તો તમે ડિસ્ટ્રીક્ટ ન્યાયાધીશ એટલે કે જીલ્લા ન્યાયાધીશને એની અરજી આપીને આખી બાબતની જાણકારી આપીને સુનાવણી કરી શકો છો. અને જો ત્યાં પણ તમારી યોગ્ય સુનાવણી ન થાય તો તમે હાઇકોર્ટમાં પણ જઈ શકો છો.

અને જો આ બધી પ્રક્રિયા કર્યા પછી પણ કોઈ જાતની સુનાવણી ન થાય, તો તમે PIL દાખલ કરી શકો છો. અને આનો ખર્ચ પણ વધારે હોતો નથી. એક PIL ને ફાઈલ કરવા માટે માત્ર ૫૦ રૂપિયા ફી ચૂકવવી પડે છે, અને આ PIL સીધી હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ફાઈલ કરવામાં આવે છે.