જીઓ ગીગાફાઈબર : દેશના આ 30 શહેરોમાં વહેલી શરુ થશે સેવા, ફક્ત 500 રૂપિયામાં મળશે 300 જીબી ડેટા.

0
2189

ટેલીકોમ ક્ષેત્રે જીઓએ ધમાલ મચાવી દીધી છે. અને તે હવે બ્રોડબેન્ડમાં પણ ધમાલ મચાવવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ જીઓ દેશના ૩૦ મોટા શહેરોમાં પોતાની બહુપ્રતીક્ષિત ‘ફાઈબર ટુ હોમ’ સેવા એટલે કે ‘ગીગાફાઈબર’ ને વહેલી તકે શરુ કરવા જઈ રહી છે. એમના દ્વારા જાહેર કરાયેલી સેવા ગીગાફાઈબરમાં લોકોને ત્રણ પ્રકારની સુવિધા મળશે, અને તેના માટે લોકોએ ઓછામાં ઓછા ૫૦૦ રૂપિયા ચૂકવવાના રહેશે.

લોકોને મળશે ૩૦૦ જીબી ડેટા :

ટાઈમ્સ નાવમાં જણાવ્યા મુજબ રિલાયન્સએ આ સેવા આખા દેશમાં લોન્ચ કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. અને આ સેવા લેનાર લોકોને દર મહીને ૩૦૦ જીબી ડેટા તેમજ ડીટીએચ કનેક્શન અને લેન્ડલાઇન ફોનની સુવિધા પણ મળશે.

ભારતના આ ૩૦ શહેર છે જ્યાં પહેલા આવશે આ સર્વિસ :

કંપની દ્વારા જે 30 શહેરોની યાદી જાહેર કરાઈ છે તે આ મુજબ છે. બેંગ્લોર, ચેન્નઈ, રાંચી, પુણે, ઇન્દોર, થાણે, ભોપાલ, લખનઉં, કાનપુર, લુધિયાણા, મદુરે, નાશિક, ફરીદાબાદ, કોયમ્બટૂર, ગુવાહાટી, આગ્રા, મેરઠ, રાજકોટ, શ્રીનગર, અમૃતસર, પટના, પ્રયાગરાજ, રાયપુર, નાગપુર, ગાઝિયાબાદ, ચંડીગઢ, જોધપુર, કોટા, નવી દિલ્હી અને સોલાપુર. અહી સૌથી પહેલા આ સેવા શરુ કરવામાં આવશે.

તેમજ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ડેન અને હેથવેના કનેક્શન ધારકોએ ગીગાફાઈબર કનેક્શન લેવા માટે માત્ર ૫૦૦ રૂપિયા જ ખર્ચ કરવો પડશે. તેમજ બીજા વપરાશકારોએ કનેક્શન લેવા માટે ૪૫૦૦ રૂપિયા સિક્યુરીટી ડીપોઝીટ આપવી પડશે.

બધું જ ફ્રી અપાશે ત્રણ મહિના માટે :

જણાવી દઈએ કે રિલાયન્સ જીઓએ આ પહેલા કહ્યું હતું કે ગીગાફાઈબરનું કનેક્શન લેવા વાળાને શરૂઆતના ત્રણ મહિના બધું જ ફ્રી મળશે. કંપની દરેક ગ્રાહકને ૧૦૦ જીબી ડેટા ૧૦૦ એમબીપીએસની સ્પીડ ઉપર આપશે.

૫૦૦ રૂપિયાથી શરુ થશે પ્લાન :

આ કંપની ગ્રાહકો માટે કુલ ૫ પ્લાન લોન્ચ કરવાની છે. તેની શરૂઆતની કિંમત ૫૦૦ રૂપિયા અને વધુમાં વધુ ૧૫૦૦ રૂપિયા હશે. તમામ પ્લાનના ડીટીએચ કનેક્શન માટે કોઈ પ્રકારના કોઈ પૈસા નહિ આપવા પડે. આમ તો ચેનલ્સની સંખ્યામાં ઘટાડો કે પછી વધારો થઇ શકે છે.

૫૦૦ રૂપિયાનો પ્લાન :

આ પ્લાનમાં લોકોને દર મહીને ૩૦૦ જીબી ડેટા મળશે એ પણ ૫૦ એમબીપીએસની સ્પીડ સાથે.

૭૫૦ રૂપિયાનો પ્લાન :

બીજો પ્લાન છે ૭૫૦ રૂપિયાનો. આ પ્લાનમાં લોકોને ૪૫૦ જીબીનો ડેટા મળશે. તેમાં પણ સ્પીડ ૫૦ એમબીપીએસની મળશે.

૯૯૯ રૂપિયાનો પ્લાન :

ત્રીજો પ્લાન ૯૯૯ રૂપિયા મહીને વાળો છે. પ્લાનમાં લોકોને ૬૦૦ જીબી ડેટા અને ૧૦૦ એમબીપીએસની સ્પીડ મળશે.

૧૨૯૯ રૂપિયાનો પ્લાન :

આ પ્લાનમાં ગ્રાહકોને ૧૨૯૯ રૂપિયામાં ૩૦ દિવસ માટે ૭૫૦ જીબી ડેટા અને ૧૦૦ એમબીપીએસની સ્પીડ મળશે. તમામ પ્લાનમાં ગ્રાહકોને ડીટીએચ અને લેન્ડલાઇન ફોનની સુવિધા પણ કંપની તરફથી આપવામાં આવશે.

૧૫૦૦ રૂપિયાનો પ્લાન :

૧૫૦૦ રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહકોને ૩૦ દિવસ માટે ૯૦૦ જીબી ડેટા મળશે એ પણ ૧૫૦ એમબીપીએસની સ્પીડ સાથે.