આ છોકરીના પિતા છે IPS ઓફિસર, છતાં પણ અમેરિકાથી પાછી ફરીને ભારતમાં કરી રહી છે ખેતી

0
6563

દુનિયામાં એક સત્ય હકીકત એ છે કે તમારી ઓળખ તમારા ઘરવાળા અને માતાપિતા શું કરે છે એનાથી નહી, પણ તમે શું કરો છો તેનાથી જ થાય છે. મિત્રો, જો કોઈ છોકરીના પિતા એક આઈપીએસ ઓફિસર હોય અને એ છોકરી બાળપણથી જ અમેરિકામાં ભણી ગણીને મોટી થઇ હોય, એની પાસે લક્ઝરીયસ લાઈફ હોય, અને તે બધું છોડીને પાછી ભારતમાં આવીને ખેતી કરવા માંડે.

તો એના વિષે તમારુ શું કહેવું છે. તમે કહેશો કે કોઈ મૂર્ખ વ્યક્તિ જ આવું કરી શકે. પણ અમે જે છોકરીની વાત કરી રહ્યા છીએ એણે એવું જ કર્યુ છે. આજે અમે તમને એવી જ છોકરી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે જાણીને તમને વિશ્વાસ નહી થાય. પણ એ સત્ય છે. અને તે તમારી ધારણા ખોટી પાડશે. તો આવો જાણીએ શું છે ખાસ આજના લેખમાં.

મિત્રો આ વાત છે યુપીના લખનૌવમાં રહેતી વૈષ્ણવીની. વૈષ્ણવીના પિતા આઈપીએસ ઓફિસર છે. અને વૈષ્ણવીએ 5 વર્ષથી વધુ અમેરિકામાં રહીને અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તે પાછી ભારત આવી અને એવું કામ કરવા લાગી જેને જોઈને લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા. તમારી જાણીને નવાઈ લાગશે કે વૈષ્ણવી એક સારી કક્ષાની ગોલ્ફર છે. પણ હવે તે પોતાના દેશ ભારતમાં પાછી આવીને ખેતી કરી રહી છે.

હવે વાત કરીએ એના પરિવાર અને અભ્યાસ વિષે, તો વૈષ્ણવીનો જન્મ 6 ડિસેમ્બર 1990 ના રોજ થયો હતો. એના પોતાનું નામ છે આલોક સિંહ. આલોક સિંહ એક આઈપીએસ ઓફિસર છે. અને વૈષ્ણવી એક બહેન પણ છે. જેનું નામ શંભવી છે. એ વૈષ્ણવી કરતા નાની છે. વૈષ્ણવી ભણવામાં ખુબ હોશિયાર છે.

એનું ભણતર 12 માં ધોરણ સુધી ભારતમાં થયું. ત્યારબાદ તે અમેરિકા પોતાના આગળના અભ્યાસ માટે ગઈ. વૈષ્ણવીએ અમેરિકામાં ડિગ્રીનો અભ્યાસ કર્યો છે. તેણે અમેરિકાની શિકાગો યુનિવર્સીટી માંથી ડિગ્રી મેળવી છે. ઉપરાંત તેણે ત્યાં ગોલ્ફની પ્રેક્ટિસ કરી અને પોતાનું કરિયર એક સારી ગોલ્ફર તરીકે પણ બનાવ્યું. હવે આટલી હોશિયાર અને કુશળ હોવા છતાં પણ તે ખેતી કેમ કરી રહી છે, એ પ્રશ્ન તમારા મનમાં પણ થઇ રહ્યો હશે. તો આવો એના વિષે પણ જણાવીએ.

વૈષ્ણવીએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી 2 વર્ષ સુધી અમેરિકામાં રહીને ગોલ્ફર તરીકે પોતાની કારકિર્દી શરુ કરી, અને ત્યારબાદ તે પાછી ભારત આવી અને ખેતી કરવાની શરુ કરી દીધી. વૈષ્ણવીના પિતાએ તેને દુનિયાથી કઈંક અલગ કરવાની સલાહ આપી હતી.

ત્યારબાદ એના પિતાએ એને નોઈડામાં 40 એકર જમીન ખરીદીને આપી અને થોડી ગાયો પણ ખરીદી આપી હતી. ત્યારબાદ વૈષ્ણવીને બિઝનેસ શરુ કરવા માટે કહ્યું. હાલમાં વૈષ્ણવી પાસે 21 ગાયો છે અને તે રોજનું 50 થી 60 દૂધ કાઢે છે. અને ખેતી કરે એ અલગ. આ રીતે પિતાની આજ્ઞા માનીને પોતાને સાબિત કરી બતાવી. અમને ગર્વ છે આવી દીકરીઓ પર.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.