શું પૃથ્વી વિનાશ તરફ જઈ રહી છે? સ્ટીફન હોકિન્સના છેલ્લા પુસ્તકમાં તેમણે જણાવ્યું છે આનું રહસ્ય

0
1650

આપણી દુનિયામાં એવા ઘણા વૈજ્ઞાનિકો થઇ ગયા છે જેમણે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. એમણે પૃથ્વી પરના એવા ઘણા રહસ્યોને ઉજાગર કર્યા છે જે જાણવા લોકો માટે અત્યંત મુશ્કેલ હતા. એમના દ્વારા કરવામાં આવેલી શોધોએ દુનિયાની કાયા પલટ કરી દીધી છે. એના વડે માનવી ઘણો ઝડપથી પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. એવા જ એક વૈજ્ઞાનિક હતા સ્ટીફન હોકિન્સ. તે દુનિયા માંથી વિદાય લઇ ચુક્યા છે, પણ એમણે જણાવેલી બાબતો આપણને ઘણી ઉપયોગી થઇ રહી છે.

મૃત્યુ પહેલા એમણે ‘બ્રીફ આન્સર્સ ટુ ધ બિગ કવેશ્ચન્સ’ (brief answers to the big questions) નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં આપણી પૃથ્વી અને આપણા જીવન સાથે જોડાયેલા ઘણા અગત્યના સવાલોના જવાબ આપવામાં આવ્યા છે. તેમાં એમણે એવી ઘણી બધી ભવિષ્યવાણી અને દાવા કરેલા છે જેની આગળ જઈને સાચા થવાની સંભાવના લખવામાં આવેલી છે. પણ દરેક વૈજ્ઞાનિકને હોકિન્સની એક ભવિષ્યવાણીએ ડરાવી દીધા છે, જેમાં ધરતીના વિનાશ વિશે લખવામાં આવ્યું છે.

સ્ટીફને આ પુસ્તકમાં પૃથ્વીના જળવાયુ પરિવર્તનથી લઈને એલિયનના આક્રમણ થવા સુધીની વાતો એમાં લખી છે. અને કહેવામાં આવે છે કે તે આગળ જઈને હકીકતમાં પરિવર્તીત થઇ શકે છે. એમના પુસ્તકને કારણે હાલમાં લોકો માટે સૌથી વધુ ચિંતાજનક વાત પૃથ્વીના વિનાશની છે. આ બાબતે સ્ટીફને આ પુસ્તકમાં લખ્યું છે કે અંતરિક્ષમાં થનારી દુર્ઘટના આખી પૃથ્વીનો નાશ કરી શકે છે. તેથી આપણે એને ગંભીરતાથી લેવું જોઈએ.

જો થોડું વિસ્તારથી કહીએ તો એમનું કહેવું છે, કે અંતરિક્ષ જેટલું શાંત દેખાય છે હકીકતમાં એટલું શાંત નથી. એમાં ભારે ઉથલપાથલ થતી રહે છે. એમના જણાવ્યા અનુસાર કોસ્મિક કિરણ ક્ષણ ભરમાં જ કોઈ પણ ગ્રહનો નાશ કરવાની શક્તિ ધરાવે છે. અવકાશમાં મોટા મોટા શહેરો જેટલી ઉલ્કાઓ હજારો કિલોમીટરની ઝડપથી આમ તેમ ફરતી રહે છે. અને જો આવી કોઈ શક્તિનો આપણી પૃથ્વીએ સામનો કરવો પડે તો આપણો વિનાશ થવો નક્કી છે. એમણે પુસ્તકમાં જણાવ્યું છે કે, “પૃથ્વી પર 6.6 કરોડ વર્ષ પહેલા આવું જ કઈક બન્યું હતું, જેનાથી પૃથ્વી પર બધું જ નષ્ટ થઇ ગયું હતું. એવું જ કંઈક ફરીથી બનવાનું છે અને તે બનીને જ રહેશે. આ કોઈ વૈજ્ઞાનિકની કલ્પના નથી પણ તે ફિઝિક્સના નિયમો પર આધારિત છે.”

એ પહેલા એમણે આ ખુલાસો કર્યો હતો :

સ્ટીફને એ પહેલા પણ એક ભવિષ્યવાણી કરી હતી અને લખ્યું હતું, કે જેનેટિક એડિટિંગની ટેક્નિક સુપરહ્યુમનની એક નવી જાતિને જન્મ આપશે. લોકો પોતાનામાં જેનેટિક એડિટિંગ કરીને કોઈ ખાસ ગુણને મેળવી શકશે. બની શકે કે તેઓ કોઈ ખરાબીને છોડી શકશે, કે પછી કોઈ પારિવારિક બીમારીને ખતમ કરી શકશે. તેના દ્વારા થનારી નવી પ્રજાતિ, એક એવી પ્રજાતિ હશે જે પોતાને વધુ સારી રીતે ડિઝાઇન કરવામાં સક્ષમ હશે. પણ પોતાને બેસ્ટ બનાવાની હોડ વિનાશકારી પણ સાબિત થઇ શકે છે.

એમણે કહ્યું કે આપણે જલ્દી જ બીજા ગ્રહો પર જઈને વસવું પડશે :

સ્ટીફન હોકીંગ્સનું માનવું હતું, કે વ્યક્તિએ વધુ સમય સુધી આ દુનિયામાં બની રહેવા માટે બીજા ગ્રહો અને અંતરિક્ષની બહાર જઈને વસવાટ કરવો જરૂરી બની શકે છે. તેમણે લખ્યું હતું કે, હું એ વાતને સંપૂર્ણ રીતે માનું છું, કે આપણે એક ને એક દિવસ આ ધરતીને છોડવી પડશે, અને નવી જગ્યા શોધવી પડશે. તે એવું એટલા માટે માનતા હતા કારણ કે, આપણી પૃથ્વીના નેચરલ રિસોર્સ આપણી જનસંખ્યા માટે જલ્દી જ ઓછા થઇ જશે.