થોડા દિવસમાં જ તમારા જુના દાદ, ખાજ અને ખુજલીને ખત્મ કરી દેશે આ અદભુત નુસખો.

0
6837

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજના આ લેખમાં અમે વાત કરવાના છીએ કે, ધાધર, ખરજવું અને ખજવાળથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે. અમે એના માટે એક નુસખો લઈને આવ્યા છીએ. જેનાથી આ સમસ્યા મટશે પણ ખરી અને ફરી ક્યારે આ સમસ્યાનો સામનો નહિ કરવો પડે.

મિત્રો તમે બધા લોકો એ વાત સારી રીતે જાણો છો કે, ધાધર, ખરજવું, ખંજવાળ જેવી સમસ્યા ચામડી સાથે જોડાયેલી સમસ્યા હોય છે. તેમાં ચામડી ઉપર લાલ રંગના નાના નાના દાણા થવા લાગે છે, અને તેની ઉપર પરસેવો થાય છે તો ત્યાં ખંજવાળ આવવા લાગે છે. અને તેની ઉપર દાઝવા જેવા નિશાન પડેલા જોવા મળે છે.

અને શરીર પર ખંજવાળ થાય છે, તેને એકઝીમા રોગ પણ કહેવામાં આવે છે. તે ખાસ કરીને આપણી પીઠ, ગરદન, બગલ, હાથ, પગ, ઉપર થાય છે અને પરસેવો આવવા લાગે છે, અને બળતરા પણ થવા લાગે છે. તે રોગ આગળ જતા ધાધર જેવી તકલીફ બની જાય છે. તો આજે આપણે ઘરેલું વસ્તુનો ઉપયોગ કરીશું, જે દરેકના ઘરમાં સરળતાથી મળી જાય છે.

એના માટે તમારે સૌથી પહેલા લેવાનું છે કોલગેટ. અને ધ્યાન રહે કે કોલગેટનો એટલા જ પ્રમાણમાં ઉપયોગ કરવાનો છે, જેટલું તમે સવારે બ્રશ કરવામાં ઉપયોગ કરો છો. તેમાં ટેટ્રો પોટેશીયમનું પ્રમાણ ખુબ જ વધુ પ્રમાણમાં હોય છે, જે તમારા ધાધર ઉપર ઠંડક પહોંચાડે છે. અને તમારા ધાધર ઉપર જે ડાઘ છે તે ધીમે ધીમે કરીને દુર થવા લાગે છે.

ત્યારબાદ એમાં અડધી ચમચીના પ્રમાણમાં લીમડાનું તેલ ઉમેરવાનું છે. આ વસ્તુ તમારે વધુ પ્રમાણમાં નથી બનાવવાની. આ તમે વધુમાં વધુ ૪ દિવસ સુધી વાપરી શકો એટલા પ્રમાણમાં બનાવવાનું છે. એટલા માટે અડધી ચમચી લીમડાનું તેલ લેવાનું છે. હવે તેની અંદર ઉમેરવાની છે એક વિટામીન E ની કેપ્સ્યુલ. આ કેપ્સ્યુલ એવીએમ ૪૦૦ પાવરની લેવાની છે. એને ફોડીને એની અંદર રહેલ મિશ્રણ કોલગેટ અને લીમડાના તેલમાં નાખવાનું છે. હવે આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્ષ કરી લેવાની છે. હવે આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે.

તમારે આ મિશ્રણનો સુતા પહેલા ઉપયોગ કરવાનો છે. તે પહેલા તમારા શરીરને સારી રીતે સાફ કરી લેવાનું છે. ત્યારબાદ એક રૂ નો દડો બનાવી તેને તમારે આ મિશ્રણમાં ડુબાડવાનો છે. પછી જે સ્થળે તમને ધાધર છે તે જગ્યા ઉપર તમારે એને ઘસીને લગાડવાનું છે. તમારે એને ધીમે ધીમે તેને લગાવવાનું છે, અને જયારે તે બરોબર લગાવાય જાય એટલે તેને આખી રાત આવી રીતે લગાવેલું રહેવા દેવાનું છે. હવે બીજે દિવસે સવારે ઉઠો એટલે તેને હુફાળા પાણીથી ધોઈ લેવાનું છે. પાણી વધુ ઠંડુ પણ નહિ અને વધુ ગરમ પણ નહિ હોવું જોઈએ.

આ નુસખાનો તમે અઠવાડિયામાં ચાર વખત ઉપયોગ કરો. અને એક દિવસ જવા દઈને બીજા દિવસે એવી રીતે તમારે રાત્રે જ આનો ઉપયોગ કરવાનો છે. તેનાથી તમે ધાધર, ખરજવું અને ખંજવાળથી તો છુટકારો મેળવશો જ, સાથે સાથે જીવનમાં ક્યારે પણ આ સમસ્યાઓ ફરી વખત જોવા નહિ મળે. અને ન તો તમારે જીવનમાં ક્યારેય તેનો સામનો કરવો પડશે.