કળિયુગની આ ભયાનક ભવિષ્યવાણી સાંભળી તમે પણ કંપી જશો, ઘણું જ વિચિત્ર હશે આપણું ભવિષ્ય.

0
3737

મિત્રો, આજે આપણે ભવિષ્યવાણી વિષે વાત કરીશું. આમ તો આજના મોર્ડન જમાનામાં આવી બધી વાતો પણ લોકો વધારે વિશ્વાસ નથી કરતા. પણ હિંદુ ધર્મના શાસ્ત્રો અનુસાર કળિયુગની શરૂઆત પહેલા જ એના વિષે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જે આજે અમે તમને જણાવવાના છીએ. અને આ એના અનુસાર આપણું ભવિષ્ય ઘણું વિચિત્ર છે. આવો જાણીએ શું છે ખાસ?

કેવું હશે આપણું ભવિષ્ય? કેવો હશે કાળ? કળિયુગમાં લોકો કેવું વર્તન કરશે? આ વધી વાત વિષે શાસ્ત્રોમાં હજારો વર્ષો પહેલા દર્શાવવામાં આવ્યું હતું. અને આ લેખના અંતમાં તો તમને એ પણ ખબર પડી જશે કે માણસ કેવું વતર્ણ કરશે? જેથી આ લેખના અંત સુધી અમારી સાથે રહેજો.

મિત્રો જયારે આપની આ સૃષ્ટિની રચના થઈ હતી, તે સમયથી કુલ ચાર યુગ આવ્યા છે. પહેલા સતયુગ પછી ત્રેતાયુગ પછી દ્વાપરયુગ અને છેલ્લે આવે છે કળિયુગ. પહેલા ત્રણ તો સમાપ્ત થઈ ગયા છે. અને કળિયુગ હાલમાં શરુ છે. અને દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણનું વૈકુંઠથી ધરતી ઉપર પાછા ફરવું એજ કળિયુગની શરૂઆત માનવામાં આવે છે. કળિયુગની સમાપ્તિ સમયે ભગવાન તેનો અંત પ્રલયના રૂપમાં કરવાના છે. અને ત્યારબાદ નવી સૃષ્ટીની શરુઆત થવાની છે.

આજના આ લેખમાં તમે જે પણ વાતો જાણશો તેમાંથી અમુક હાલમાં તમને થતી જોવા મળશે અને અમુક આવનારા સમયમાં થશે. એના વિષે સૌથી પહેલા તો મહર્ષિ વ્યાસજી જણાવે છે, કે કળિયુગમાં વર્ણ વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રીય, વેશ્ય, શુદ્રનું લોકો ખોટું અર્થઘટન કરીને લોકોનું શોષણ કરશે. આશ્રમ કે ગુરુકુળ જેવી કોઈ વસ્તુ નહિ રહે, અને વેદોનું કોઈ પાલન નહિ કરે. કળિયુગમાં લગ્નને ધર્મ નહિ માનવામાં આવે, એટલા માટે છૂટાછેડાનું પ્રમાણ પણ વધતું જાય છે.

તેમજ શિષ્ય ગુરુનો આદર નહિ કરે, પુત્ર તેનું પુત્ર ધર્મનું પાલન નહિ કરે, એટલા માટે આટલા બધા વૃદ્ધાશ્રમ ખોલવામાં આવે છે. અને કળિયુગમાં કોઈપણ વ્યક્તિ કેટલા પણ ઉંચા કુળમાં કેમ ન જનમ્યા હોય, પણ જે શક્તિશાળી અને પૈસાવાળા હશે તેને રાજા માનવામાં આવશે. અને તમામ કોમના લોકો પોતાની કન્યાઓ વેચીને પોતાનું ભરણ પોષણ કરશે.

મહર્ષિ વ્યાસજી આગળ જણાવે છે કે, કળિયુગમાં લોકો પોતાની શ્રદ્ધાથી અનુષ્ઠાન કરશે, જેમાં પૈસા, ઉપવાસ, મહેનતને ધર્મ માનવામાં આવશે, અને થોડા એવા પૈસાને લીધે લોકોમાં ખુબ જ અભિમાન આવી જશે. સ્ત્રીઓમાં પોતાના વાળને લીધે જ તેનામાં સુંદર હોવાનું અભિમાન રહેશે. અને સોનું અને હીરાનો વિનાશ થઈ જવાને લીધે સ્ત્રીઓ પોતાના વાળથી જ પોતાનો સંપૂર્ણ શણગાર કરશે.

અને એવું પણ કહેવામાં આવ્યું છે કે, કળિયુગમાં સ્ત્રીઓ માત્ર પૈસાદાર વ્યક્તિને જ પોતાના પતી માનશે અને ગરીબ પતિને છોડી દેશે. જે પુરુષ વધુ પૈસા આપશે તેને સ્ત્રી પોતાનો પતી બનાવી લેશે. મોટા ભાગના પૈસા ઘર બનાવવામાં જ પુરા થઈ જશે, તેને કારણે દાન પુણ્યના કામ પણ નહિ થાય, અને સંપૂર્ણ પૃથ્વી ધનના સંગ્રહ ઉપર જ ટકી રહેશે. મોટા ભાગના પૈસા મનોરજનમાં જ ખર્ચ થઈ જશે આથી કોઈ ધર્મ-કર્મના કામ પણ નહી કરે.

કળિયુગની સ્ત્રીઓ પોતાની પસંદ પ્રમાણે જ આચરણ કરશે, અને ભોગ વિલાસમાં જ તેમનું મન લાગેલું રહેશે. જે લોકો અનીતિથી પૈસા કમાશે, તેની ઉપર જ સ્ત્રીઓનું મન લાગેલું રહેશે. તેમજ લોકો થોડા પૈસા કમાવા માટે બીજાનું ખરાબ કરવાથી પણ પાછા નહી પડે.

કળિયુગ વિષે થયેલી ભવિષ્યવાણીમાં એવું પણ જણાવ્યું છે કે, કળિયુગમાં પુર અને સુકા દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થતી રહેશે, અને માણસનું ધ્યાન આકાશ તરફ જ લાગેલું રહેશે. ભીષણ કળિયુગમાં વરસાદ ન થવાને કારણે ખાવા પીવાની કોઈપણ વસ્તુ નહિ રહે. એ કારણે ઘણા લોકો તપસ્વીઓની જેમ ફળ ફૂલ પાંદડા ખાઈને જીવન કરશે, તો ઘણા આત્મહત્યા કરી લેશે. અને કળિયુગમાં કાયમ દુષ્કાળ જ પડતા રહેશે.

કળિયુગમાં માણસ કોઈ ને કોઈ તકલીફોથી ઘેરાયેલો જ રહેશે. અને દરેક લોકો સ્નાન કર્યા વગર જ ભોજન કરશે. તેમજ જરૂરી વિધિઓ જેવી કે, અંતિમ ક્રિયા, શ્રાધ અને દેવ પૂજા અને તર્પણની વિધિ કોઈ જ નહિ કરે. કળિયુગની સ્ત્રીઓ લોભી, વધુ ખાવા વાળી અને મંદ બુદ્ધી વાળી હશે. આ દરેક વાક્યો મહર્ષિ વ્યાસજીના છે. એમના જણાવ્યા અનુસાર કળિયુગની સ્ત્રીઓ પોતાના પતિ અને ગુરુજનોનો પણ આદર સત્કાર નહિ કરે. તે પોતાના બાળકોનું પણ પેટ નહિ ભરે, અને પોતાનું જ પેટ ભરતી રહેશે. સ્ત્રીઓ ખોટા અને કડવા વચનો બોલશે, તે ઉપરાંત તે દુરાચારી પુરુષોને મળવાની અભિલાષા રાખશે.

કળિયુગમાં લોકો વેદ, પુરાણ વગેરેમાં વિશ્વાસ નહી રાખે, અને જેને કારણે અધર્મ કરવા વાળા પાછળ લોકો દોડશે અને તેને જ સાચા માનવા લાગશે. અને ત્યારે સમજી લેવું કે કળિયુગનો પ્રકોપ વધી રહ્યો છે. તે સમયે લોકો એવુ પણ કહેશે કે દેવતાઓને શું લેવા દેવા છે. કળિયુગમાં ચોર રાજા જેવો અને રાજા ચોર જેવું વર્તન કરશે. બધાંને માત્ર ને માત્ર ધનની જ અભિલાષા રહેશે.

કળિયુગ વિષે એવું પણ જણાવવામાં આવ્યું છે કે, સ્ત્રીઓ ૧૬ વર્ષ પહેલા જ માં બની જશે. અને સ્ત્રીઓ ખાસ કરીને પર પુરુષ સાથે સંબંધ રાખશે. કળિયુગમાં ગૌ-માતાની સંખ્યા ઘટશે. સાધુઓના વર્તનમાં પણ પરિવર્તન આવશે. આવનારા સમયમાં ૩૦ વર્ષની ઉંમરમાં જ ગઢપણ આવી જશે. એક સમય એવો પણ આવશે કે માત્ર ૧૬ વર્ષની ઉંમરમાં જ વાળ સફેદ થઈ જશે. ૩૦ વર્ષ સુધીમાં તો ગઢપણ આવી જશે.

પુરાણમાં તો એવું પણ જણાવ્યું છે કે, એ યુગમાં તો યુવાવસ્થા રહેશે જ નહિ. પુરાણમાં ઘણી એવી ભવિષ્યવાણી કરવામાં આવેલી છે, જેમ કે કળિયુગમાં કેવું વાતાવરણ રહેશે માણસનું જીવન કેવું રહેશે, સ્ત્રી પુરુષના સંબંધ કેવા રહેશે. આવો એના પર એક નજર ફેરવી લઈએ.

કળિયુગમાં પુરુષ હોય કે સ્ત્રી દરેક ઘણા ઓછા આયુષ્ય વાળા બની જશે અને ૧૬ વર્ષમાં જ લોકોના વાળ સફેદ થઈ જશે. અને આ વસ્તુ આજે જોવામાં આવે જ છે. જો આજના સમયની પહેલાના સમય સાથે સરખામણી કરવામાં આવે, તો પહેલાના સમયમાં સરેરાશ આયુષ્ય ૧૦૦ વર્ષ રહેતું હતું. પણ આવનારા સમયમાં માણસનું સરેરાશ આયુષ્ય તેથી પણ ઓછું થવાના સંકેત જોવા મળે છે.

અને આપણી આસપાસનું વાતાવરણ પણ ખુબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. અને આપણી દિનચર્યા ઘણી જ ખરાબ થઈ ગયેલી છે. આજના સમયમાં તો યુવાનીમાં જ વાળ સફેદ થઈ જાય છે, અને ગઢપણના રોગ લાગુ પડવા લાગે છે. જેમ જેમ કલીયુગ વધશે તેમ તેમ આ બધી વસ્તુ ખુબ જ વધી જશે.

આવો હવે શ્રી હરી નારાયણ દ્વારા નારદજીને કળિયુગ વિષે જે જણાવવામાં આવ્યું હતું, એ તમને જણાવીએ. નારાયણના જણાવ્યા અનુસાર, કળિયુગમાં એક એવો સમય આવશે જ્યારે દરેક પુરુષ સ્ત્રીઓને આધીન બની જશે. પત્નીઓ જ ઘર ઉપર રાજ કરશે, અને પુરુષોની સ્થિતિ નોકરો જેવી બની જશે, અને ત્યાં સુધી કે પુરુષોને ઠપકાનો ભોગ પણ બનવું પડશે.

એમણે નારદજીને એવું પણ જણાવ્યું હતું કે, કળિયુગના ૫૦૦૦ વર્ષ થશે એટલે ગંગા નદી સુકાઈ જશે અને ફરી વૈકુંઠ ધામ જતી રહેશે. જયારે કળિયુગના ૧૦,૦૦૦ વર્ષ પસાર થઈ જશે, તો તમામ દેવતાઓ પોતાને ધામ જતા રહેશે. અને હનુમાનજી એક જ એવા દેવ રહેશે, જે પૃથ્વીના અંત સુધી પૃથ્વી ઉપર રહેશે. અને કળિયુગમાં એક સમય એવો આવશે, જ્યારે ધરતી માતા અન્ન ઉગાડવાનું પણ બંધ કરી દેશે. એ સમયે ઝાડ ફળ ફૂલ આપવાનું બંધ કરી દેશે, અને ગાય માતા પણ દૂધ આપવાનું બંધ કરી દેશે.

કળિયુગ જેમ જેમ આગળ વધતું જશે, તેમ તેમ લોકો ધીમે ધીમે પૂજા-પાઠ, ઉપવાસ અને ધર્મ-કર્મના કામ કરવાના એકદમ જ બંધ કરી દેશે. કળિયુગમાં જે લોકો બળવાન હશે તેનું જ રાજ ચાલશે. કળિયુગમાં આખો સમાજ હિંસક બની જશે, અને નાની નાની બાબત માટે લોકો એક બીજાના દુશ્મન બની જશે. કળિયુગમાં લોકો શસ્ત્રોથી અળગા થઈ જશે, અને અનૈતિક કાર્યોમાં જ લોકોનો રસ રહેશે.

કળિયુગમાં ભાઈ-ભાઈમાં શત્રુતા ચરણ સીમા ઉપર રહેશે. સ્ત્રી અને પુરુષ બન્ને અધર્મી બની જશે, અને લગ્ન જેવા સંબંધો પણ નહિ રહે. પર સ્ત્રી અને પર પુરુષો સાથે સંબંધ રાખવાની હરીફાઈ દુનિયામાં લાગેલી રહેશે. કળિયુગમાં ચોરોની સંખ્યા ઘણી જ વધારે વધી જશે, અને ખરાબ કામ કરીને પૈસા કમાવા વાળાઓની સંખ્યા પણ ઘણી વધારે રહેશે.

કળિયુગ વિષે એવી જાણકારી મળે છે કે, આ યુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષોનું છે. જેમાંથી માત્ર આઠ હજાર વર્ષ જ પુરા થયા છે. કળિયુગને કુલ ચાર ભાગમાં વહેચવામાં આવ્યું છે. દરેક ભાગ એક લાખ આઠ હજાર વર્ષનો હોય છે. આપણે પહેલા ભાગમાં જીવી રહ્યા છીએ, અને અત્યારથી જ કળિયુગની ભવિષ્યવાણીની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. આ ભાગમાં ધર્મ કર્મના કામ ઘણા જ ઓછા થશે.

અને બીજા ભાગની શરૂઆત થતા જ ભગવાનનું નામ-નિશાન મટી જશે. ત્યારે કોઈ પણ ઘરમાં ભગવાનનો ફોટો નહિ હોય. ત્રીજા ભાગમાં પણ કોઈ નિયમ નહિ રહે, અને માણસનું રહેવું ઘણું જ મુશ્કેલ બની જશે. ચોથા ભાગમાં કળિયુગનો અંત થશે. તે ભાગમાં આકાશ પ્રદુષણને કારણે કાળું પડી જશે. પાંચ તત્વો જેવા કે પૃથ્વી, વાયુ, પાણી, આકાશ, અગ્નિ તરફથી પ્રલય આવશે.

આપણે બધા હજી પહેલા ભાગમાં જ છીએ, અને અત્યારથી આ તમામ ખરાબીઓ આપણી આજુબાજુ જોવા અને સાંભળવા મળી રહી છે. હજુ તો માત્ર શરૂઆત જ છે. જેમ જેમ કળિયુગનો પ્રકોપ વધતો જશે તેમ તેમ આ બધી ખરાબીઓ તમામ લોકોમાં આવવા લાગશે.

જે લોકો સાચા દિલથી ભગવાનની ભક્તિ કરતા રહેશે, તે બધા આ તમામ ખરાબીઓથી બચી રહેશે. એવી ભવિષ્યવાણી છે કે, કળિયુગના ચાર લાખ બત્રીસ હજાર વર્ષ પુરા થશે એટલે ભગવાન વિષ્ણુ પૃથ્વી ઉપર અવતાર લેશે. અને ભગવાન વિષ્ણુનો જન્મ વૈષ્ણવ બ્રાહ્મણને ત્યાં થશે.