કઠોર મહેનત કરવા છતાં પણ ક્યારેય અમીર બની શકતા નથી આ લોકો, જે કરે છે આ…..

0
2790

મિત્રો, આ દુનિયામાં ઘણા બધા એવા લોકોને તમે જોયા હશે, જે ઓછી મહેનત કરીને ઘણા બધા પૈસા કમાઈ લે છે. તો તે થોડા એવા લોકોને પણ તમે જોયા હશે જે દિવસ રાત મહેનત કરવા છતાં પણ જયારે એક માણસ તેમની પાસે પૈસા પૂરતા પ્રમાણમાં એકઠા નથી કરી શકતા અને તે પોતાની જરૂરિયાતોની વસ્તુ નથી લઇ શકતા.

એવામાં દિવસ રાત મહેનત કરવા છતાં પણ જયારે કોઈ વ્યક્તિ પોતાની જરૂરિયાતોની વસ્તુ નથી મેળવી શકતો તો તે પોતાના જીવનથી નિરાશ થઇ જાય છે. રામાયણમાં એ વાત દર્શાવવામાં આવી છે, કે કેવા લોકો પાસે ધન નથી ટકતું. તો આજે અમે તમને એના લોકો વિષે જણાવીશું એવું શા માટે થાય છે.

મિત્રો, રામચરિત માનસ હિંદુઓનો પવિત્ર ગ્રંથ છે. લગભગ બધાના ઘરમાં રામાયણનું પુસ્તક તો હોય જ છે. રામાયણમાં ઘણી બધી એવી વાતો છે જેનું પાલન કરીને મનુષ્ય ઈચ્છે તો પોતાના જીવનને આરામથી કોઈ પણ અડચણ વગર જીવી શકે છે. આમ તો રામચરિત માનસમાં લખેલી દરેક વાતનો કોઈ ને કોઈ મહત્વપૂર્ણ અર્થ હોય જ છે. પરંતુ એમાં એવી વાત પણ લખવામાં આવી છે, જે આપણા જીવનમાં આપણને ઘણી કામમાં આવવાની છે. કઈ છે એ વાત? તો આવો તમને જણાવીએ.

જેવું કે તમે જાણો છો કે હિંદુ ધર્મમાં રામાયણને જીવન જીવવાનો આધાર માનવામાં આવે છે. રામાયણ જ વ્યક્તિને જીવન જીવવાનો સાચો રસ્તો દેખાડે છે. રામાયણ વ્યક્તિને દરેક સમયે આદર્શ અને ધર્મ મુજબ જીવવા માટે પ્રેરિત કરે છે. આજે અમે તમને એમાં જણાવેલી અગત્યની વાત જણાવીશું જે તમને એક સારી શીખ આપશે.

૧. મિત્રો, જીવનસાથીનું જીવનમાં ઘણું મહત્વ હોય છે. એટલે કે જો તમારા જીવન સાથી યોગ્ય નથી તો પછી તમારી પાસે ક્યારે પણ લક્ષ્મી નહિ ટકે. એ કહેવત તો તમે સાંભળી જ હશે કે, એક સ્ત્રી ધારે તો ઘરને સ્વર્ગ બનાવી શકે, કે પછી ધારે તો તેને નર્ક પણ બનાવી શકે છે.

તે ઉપરાંત એવા લોકો જે પોતાના જીવન સાથીને દગો આપે છે કે પછી તેને છેતરે છે. તો એવા લોકો પાસે પણ ક્યારે પણ લક્ષ્મી ટકતી નથી. જો તમે તમારા જીવનસાથીને દગો દો છો તો તમારું ઘર વહેલા બરબાદ થઇ જશે અને તમે ક્યારે પણ સુખી નહિ રહી શકો. માટે કયારેય જીવન સાથી સાથે દગો કરવો નહિ.

૨. બીજા લોકો આવે છે લાલચુ લોકો. અને રામાયણ અનુસાર તમે લાલચુ છો, તો ક્યારે પણ તમારી પાસે લક્ષ્મી નથી રહેતી. આમ તો કહેવામાં આવે છે કે લાલચ ખરાબ બલા હોય છે. એટલા માટે લાલચ છોડીને ધર્મનું અનુસરણ કરો. કારણ કે ભગવાન પણ તેનો જ સાથ આપે છે, જે ધર્મનું આચરણ કરે છે. ભગવાન ક્યારે પણ લાલચુ માણસનો સાથ નથી આપતા. એટલા માટે તમારી લાલચનો ત્યાગ કરો.

૩. રામાયણમાં જણાવવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ ઘમંડી હોય છે, તેની પાસે પણ ધન નથી રહી શકતું. જો ઘમંડી વ્યક્તિ પાસે ધન છે તો તે ઘણું જલ્દી ખલાસ થઇ જશે. એટલા માટે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ હોય તો પછી તમારે તમારા ઘમંડનો ત્યાગ કરવો પડશે. કારણ કે ઘમંડ અને લક્ષ્મી એક સાથે ક્યારે પણ નથી રહી શકતા. જે વ્યક્તિ બીજાની ઈજ્જત નથી કરતા અને પોતાને બીજાઓથી શ્રેષ્ઠ માને છે, એમની પાસે ધનની કમી હંમેશા રહે છે.

૪. એક વાત તમે ઘણા બધા મોઢે સાંભળી હશે કે નશો સર્વનાશ કરે છે. અને એવું જ રામાયણમાં પણ કહેવામાં આવ્યું છે. રામાયણ અનુસાર જે ઘરમાં નશા વાળા પદાર્થોનું સેવન કરવામાં આવે છે. ત્યાં લક્ષ્મીજીનો વાસ ક્યારે પણ નથી રહેતો. તેવામાં જો તમારી અંદર પણ કોઈ એવા પ્રકારની કોઈ ખરાબ ટેવ છે, તો તેનો હમણાં જ ત્યાગ કરી દો. જેથી માં લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થવા લાગે.