દુનિયામાં એવું ક્યુ પક્ષી છે જેના માથા પર પગ હોય છે? જવાબ તમને ચકિત કરી નાખશે.

0
2233

ભારતમાં સિવિલ સર્વિસની નોકરી માટે લેવામાં આવતી UPSC ની પરીક્ષાનો, વિશ્વમાં સૌથી અઘરી પરીક્ષાઓમાં સમાવેશ થાય છે. અને એને પાસ કરવા માટે સખત મહેનત કરવી પડે છે. અને દરેક ઉમેદવાર નોકરી મેળવવા માટે દિવસ-રાત મહેનત કરીને આઈએસની પરીક્ષા પાસ કરે છે. જેમણે આઈએસની પરીક્ષા આપી હશે તેમને ખબર હશે કે લેખિત પરીક્ષાથી વધુ અઘરું ઈન્ટરવ્યું ક્લીયર કરવું હોય છે. કારણ કે એના ઈન્ટરવ્યુંમાં એવા એવા ટ્રીકી પ્રશ્ન પૂછવામાં આવે છે, જે સાંભળીને ઈન્ટરવ્યુ આપવા વાળાનું માથું ચકકર ખાઈ જાય છે.

એના ઈન્ટરવ્યુંમાં ઈન્ટરવ્યુઅર તમને એવા અટપટા પ્રશ્ન પૂછે છે કે, એના વિષે તમે ક્યારેય વિચાર્યુ પણ નહિ હોય. ઉમેદવારનું આઈકયુ લેવલ ચેક કરવા માટે એવા અટપટા પ્રશ્ન પૂછવામાં આવે છે. આ સવાલ-જવાબના ચક્કરમાં ઘણી વખત એવા વિચિત્ર પ્રશ્ન પણ પૂછી લેવામાં આવે છે, જેનો જવાબ એકદમ સરળ હોય છે પણ ઉમેદવાર એના વિષે યોગ્ય દિશામાં વિચારતા નથી અને ખોટા જવાબ આપી દે છે. એવા જ થોડા માથું ફેરવી નાખવા વાળા પ્રશ્ન અમે તમારા માટે લઈને આવ્યા છીએ. આ પ્રશ્ન એક છોકરીને આઈએસ ઈન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યા હતા.

પૂછવામાં આવે છે ટ્રીકી પ્રશ્ન :

મિત્રો થોડા વર્ષો પહેલા આઈએસના ઈન્ટરવ્યુમાં એક છોકરીને એવો જ ટ્રીકી પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જે સાંભળીને તેનું મગજ ફરી ગયું. પણ ઘણું વિચાર્યા પછી છેવટે એ છોકરીએ એ પ્રશ્નનો સાચો જવાબ આપી દીધો. તે છોકરીને પૂછવામાં આવ્યું હતું કે, “એસા કોન સા પક્ષી હે, જીસે સર પર પાંવ હોતે હૈ? પહેલા તો આ પ્રશ્ન સાંભળીને તે થોડી ગભરાઈ ગઈ. આ પ્રશ્ન સાંભળીને તમે પણ વિચારમાં પડી શકો છો. પરંતુ તેમાં વધુ વિચારવા વાળી વાત નથી. જો ધ્યાનથી વિચારવામાં તો તેનો જવાબ એકદમ સરળ છે.

આઈએસ અને આઈપીએસના ઈન્ટરવ્યુ દરમ્યાન ઉમેદવારોનું આઈક્યુ લેવલ ચેક કરવા માટે આવા પ્રશ્નો પૂછવામાં આવે છે. આમ તો આ પ્રશ્નના જવાબને વિચારવામાં છોકરીએ થોડો સમય લીધો, પણ પછી સમજી વિચારીને એણે એનો સાચો જવાબ આપી દીધો. છોકરીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો કે બધા પક્ષીઓને માથુ, પાંખ અને પગ હોય છે. જો તમે પણ સવાલ એ રીતે સમજ્યો હોય કે, ક્યા પક્ષીને માથા પર પગ હોય છે? તો તમે ખોટી રીતે સવાલને સમજ્યો છે. કારણ કે આ પ્રશ્નમાં ‘પર’નો અર્થ ‘પાંખ’ સાથે છે.

આ જવાબ સાંભળીને ઈન્ટરવ્યુ લેવા વાળા ખુશ થઈ ગયા અને છોકરીનું સિલેકશન થઈ ગયું. બરોબર આવાજ ટ્રીકી પ્રશ્ન ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવે છે. જો વ્યક્તિ થોડી ધીરજ અને શાંત મગજથી વિચારે તો તે સાચો જવાબ આપી શકે છે.

આવો તમને એવા જ થોડા પ્રશ્ન વિષે જણાવીએ છીએ જે અત્યાર સુધીમાં UPSC/આઈએસ/આઈપીએસના ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવી ગયા છે.

પ્રશ્ન ૧ : જો 2 એક કંપની છે અને ૩ લોકો છે, તો પછી ૪ અને ૫ કેટલા થશે?

જવાબ : ૪ અને ૫ હંમેશા ૯ જ થાય છે.

પ્રશ્ન ૨ : એક વ્યક્તિને પેરેશુટ વગર જ વિમાન માંથી નીચે ફેંકવામાં આવે છે, તેમ છતાંપણ તે જીવતો રહે છે, કેવી રીતે?

જવાબ : કારણ કે એ સમયે તે વિમાન રનવે ઉપર જ ઉભું હતું.

પ્રશ્ન ૩ : જો કોઈ દીવાલને ૮ લોકો ૧૦ કલાકમાં બનાવીને તૈયાર કરી દે છે, તો તે દીવાલને ૪ લોકો કેટલા સમયમાં બનાવશે?

જવાબ : એ દીવાલ તો પહેલાથી જ બનેલી છે. એટલે તે બનાવવામાં કોઈ સમય નથી લાગે.

પ્રશ્ન ૪ : શું લગ્ન પહેલા તમે કોઈની સાથે સુઈ શકો છો?

જવાબ : હા, હું મારા કુટુંબના કોઈ પણ સભ્ય સાથે સુઈ શકું છું. કારણ કે સુવું કોઈ ખરાબ વાત તો નથી હોતી.