તમારે ખરાબ નસીબથી છુટકારો મેળવવો છે? તો ઘરમાં અહીંયા બાંધો કાળો દોરો, એક રાતમાં બદલાઈ જશે નસીબ.

0
5468

મિત્રો એ વાત ઘણી સ્વાભાવિક છે કે દુનિયાનો દરેક માણસ પોતાના જીવનમાં મોટો બનવા અને પૈસા કમાવવા માંગે છે. દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે, તેની પાસે એટલા પૈસા હોય કે જેનાથી તે પોતાની અને પોતાના પરિવારની તમામ જરૂરીયાતોને પૂરી કરી શકે.

અને જીવનમાં કોઈ પણ વસ્તુ મેળવવી હોય તો એના માટે મહેનત કરવી જરૂરી હોય છે. દુનિયામાં એવા ઘણા જ ઓછા લોકો હોય છે, જે વગર મહેનતે નામ કમાઈ લે છે. કારણ કે એવા લોકોની કિસ્મત તેમની સાથે હોય છે. પણ બધાની સાથે આવું થતું નથી. તમારે સમાજમાં એક અમીર અને સફળ વ્યક્તિ બનવું હોય, તો એના માટે કઠોર પરિશ્રમ કરવાની જરૂર હોય છે. પણ શું તમે વગર મહેનતે કોઈને અમીર બનતા જોયા છે? કદાચ ના, કારણ કે એવું હોતું જ નથી.

આપણા પૂર્વજો પણ કહે છે કે, વગર મહેનતે કોઈ કામનું ફળ નથી મળતું. તેમનું પણ એજ માનવું છે કે, જો વ્યક્તિના કર્મ સારા હોય તો તેને સફળતા આપો આપ મળશે. પરંતુ ઘણી વાર સખત મહેનત કે પરિશ્રમ કરવા છતાં પણ લોકો સફળ નથી થતા. તેઓ કંઈ પણ કરી લે પણ તેઓ નીરાશ જ થાય છે.

એ તો તમે જાણો જ છો કે, વિતતા દિવસોની સાથે સાથે ફેશન પણ ઘણી વધી રહી છે. દરરોજ નવી-નવી ફેશન ટ્રેંડ પ્રસિદ્ધ થાય છે. તમે ઘણા લોકોને ફેશન માટે હાથ અથવા પગમાં કાળા રંગના દોર બાંધેલા પણ જોયા હશે. ઘણા લોકો ફેશનમાં પોતાના એક હાથ અથવા પગમાં કાળો દોરો બાંધી લે છે. તે દોરો તો બાંધી લે છે પણ તેઓ એના મહત્વથી અજાણ રહે છે.

તો જણાવી દઈએ કે, જો કાળા રંગના આ દોરને સાચી રીતે શરીરના અંગ પર બાંધવામાં આવે, તો એ ઘણી કમાલ કરી શકે છે. અને શરીર સિવાય આપણા ઘરમાં પણ એક એવી જગ્યા હોય છે, જ્યાં દોરો બાંધવાથી કિસ્મત રાતો રાત પલટી જાય છે. જેના વિષે સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યું છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, સામુદ્રિક શાસ્ત્રમાં કાળા દોરાનું મહત્વ વિસ્તાર પૂર્વક જણાવ્યું છે. જો કોઈ તકલીફ એવી છે, જે લાંબા સમયથી તમારી પાછળ પડી છે અને જવાનું નામ જ નથી લેતી, તો આ ઉપાય કરવાથી તમે તે તકલીફથી હંમેશા માટે છુટકારો મેળવી શકો છો. એટલું જ નહિ તે તમને ભવિષ્યમાં આવવાવાળા બધા વિધ્નોથી પણ બચાવશે.

મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે, તમારા પર કોઈ વિધ્ન ન આવે અને તમારો પરિવાર હંમેશા ખુશ રહે, તો તેના માટે આ એક નાનકડો ઉપાય કરો. સૌથી પહેલા તો તમે બજાર માંથી એક કાળો રેશમી દોરો લઈને આવો. હવે આ દોરાને 5 શનિવાર સુધી હનુમાનજીના મંદીરમાં લઇ જઈને એની પર 9 અથવા 11 નાની ગાંઠ મારો. કાળા દોર પર ગાંઠ મારવાનું કામ પહેલા શનીવારથી જ શરુ કરો તો સારું રહેશે.

ગાંઠની સાથે હનુમાનજીના ડાબા પગ પર સિંદુર લગાવો. હવે પછીના 5 શનિવાર સુધી આ ગાંઠ લાગેલા દોરને પોતાની સાથે મંદિર લઇ જાઓ અને તેને ભગવાનના ચરણોમાં રાખીને મનની વાત કહો. જયારે પાચમાં શનિવારે મંદિર જાઓ ત્યારે રાત્રે 11થી 1 વાગ્યાની વચ્ચે આ દોરાને દુકાન અથવા ઘરની તિજોરીમાં બાંધી દો.

એવું કહેવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી ઘરમાં પૈસાની કમી નહિ થાય અને ભવિષ્યમાં આવતા વિધ્ન પણ ટળી જશે. જો કોઈ વ્યક્તિ ઘણા સમયથી બીમાર છે, તો આ કાળા દોરાને મંગળવારની સાંજે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીના ચરણોમાં રાખો, અને સિંદુર લગાવ્યા પછી બીમાર વ્યક્તિના ગળામાં પહેરાવી દો. એની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવવા લાગશે.