જો તમે કિન્નરો પાસે આ વસ્તુ માંગવામાં થઇ જાશો સફળ તો બદલી જશે તમારું નસીબ

0
3372

આજકાલના સમયમાં ધન હોવું ઘણું જરૂરી બની ગયું છે. એના વગર જીવવું આપણા માટે અશક્ય થઈ ગયું છે. તમે એ વાત જોઈ હશે કે જે વ્યક્તિના જીવનમાં ઘનની કમી હોય છે, તેમને હંમેશા ઘણી સમસ્યાઓનું સામનો કરવો પડે છે. પ્રાચીન કાળમાં પણ ઘનનું મહત્વ ઘણું વધારે જણાવવામાં આવ્યું છે. ધન સાથે જોડાયેલી સુવિધાઓને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ તનતોડ મહેનત કરવી પડે છે. અને સાથે જ બીજી વસ્તુ જે જરૂરી છે, એ છે ઘનની દેવી મહાલક્ષ્મીની કૃપા. મહેનત સાથે દેવીનો આશીર્વાદ પણ જરૂરી હોય છે.

દરેક વ્યક્તિના મોટા મોટા સપના હોય છે. અને સપના તો દરેકે મોટા જ જોવા જોઈએ. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એમની પાસે પણ મોંઘી ગાડી, પોતાનું મકાન, દુકાન વગેરે હોય. પણ પોતાના એ સપનાને પુરા કરી શકે એવા ઘણા ઓછા લોકો હોય છે. મોંઘવારી એવી છે કે જીવનની સમસ્યાઓ એટલી વધી જાય છે, કે તમારું પાકીટ પણ ખાલી થઇ જાય છે, અને વ્યક્તિ કંગાળ હોય એવી રીતે જીવન ગુજારવા લાગે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારી સાથે એવું ન થાય તો તમે આ થોડી વાતનું જરૂર ધ્યાન રાખો, જે નીચે જણાવી છે. એનાથી તમારૂ પાકીટ હંમેશા પૈસાથી ભરાયેલું રહેશે. (જેને નાં માનવું હોય તો એમને કોઈ જબરજસ્તી નથી.) તો આવો જણાવીએ એના વિશે.

પીપળાનું પાન :

આપણે ત્યાં એવું માનવામાં આવે છે, કે પીપળાના પાંદડામાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તો તમે પીપળાના એક પાનને ગંગાજળથી ધોઈને પવિત્ર કરી લો. હવે એના પર કેસરથી શ્રી લખો અને એને પોતાના પાકીટમાં ચુપચાપ એવી જગ્યાએ મૂકી દો જ્યાં કોઈની નજર પડે નહિ. ધ્યાન રહે કે નિયમિત સમયે પાંદડું બદલતા રહેવું.

લક્ષ્મી પૂજામાં ઉપયોગમાં લેવાયેલા ચોખા :

આપણા શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પૈસાની સમસ્યામાં લક્ષ્મી માતાની પૂજા કરવી પણ આવશ્યક હોય છે. એવું માનવામાં આવે છે કે ચોખા શુક્ર ગ્રહથી સંબંધિત અનાજ છે. અને એ કારણ છે કે કોઈ પણ પૂજા પાઠ સમયે દેવી દેવતાઓને તિલક કરીને સાથે ચોખા પણ લગાવવામાં આવે છે. સામાન્ય ચોખા કરતા લક્ષ્મી પૂજા દરમિયાન ચડાવવામાં આવેલા ચોખા ખુબ વિશેષ હોય છે. માં લક્ષ્મીને ચડાવેલ ચોખાના 21 દાણા એક કાગળનું પડીકું બાંધીને પર્સમાં રાખો. આમ કરવાથી તમને શુક્ર ગ્રહ અને માતા લક્ષ્મીથી સંબંધિત સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે.

કિન્નર દ્વારા આપવામાં આવેલ સિક્કો :

કહેવામાં આવે છે કે કિન્નરોને આપવામાં આવેલ દાન અતિશય પુણ્ય પ્રદાન કરે છે. સાથે જ તેમના આશીર્વાદ કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની આપત્તિ માંથી બચાવી લે છે. એટલા માટે માનવામાં આવ્યું છે કે જો તમને પૈસાથી સંબંધિત સમસ્યા હોય તો તમે કોઈ પણ કિન્નર પાસે એક રૂપિયાનો સિક્કો લઇ લો. જો કિન્નર પોતાની ખુશીથી તમને સિક્કો આપે તો તે તેને એક લીલા કપડામાં લપેટીને પાકીટ કે તિજોરીમાં રાખો લો. એવું કરવાથી તેમારી પૈસાથી સંબંધિત સમસ્યા દૂર થઇ જાય છે.

તમારા ભગવાન અને ગુરુનો ફોટો :

દરેક વ્યક્તિએ પોતાના ગુરુ અને ભગવાનનો ફોટો પાકીટમાં રાખવો જોઈએ. ગુરુનાં ફોટા પાકીટમાં હોવાથી તમને પૈસાથી સંબંધિત સમસ્યા આવતી નથી. એવું માનવામાં આવે છે, કે ગુરુનો ફોટો પાકીટમાં હોવાથી તમે ખરાબ સમયમાં પણ રાહત અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરો છો. ગુરુનો ફોટો પાકીટમાં હોવાથી તમને ઘનથી સંબંધિત સમસ્યાઓ આવતી નથી.

તમારા પાકીટ અને ચાવીને ટેબલ પર રાખવા નહિ :

એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે પોતાના પાકીટ અને ચાવીને ક્યારેય પણ ટેબલ પર રાખવા જોઈએ નહિ. એવું કહેવામાં આવે છે કે એવું કરવાથી ઘરમાં પૈસાની તંગી આવી જાય છે. એટલા માટે આ વસ્તુઓને સુરક્ષીત સ્થાન પર રાખો. આ સુરક્ષાની દ્રષ્ટિએ તો સારું છે જ અને શાસ્ત્રો અનુસાર પણ સારું થઇ શકે છે.