એક સાંપ જેસીબીમાં ફસાઈને કપાયો, એનો બદલો લેવા આવી નાગિન, તેના પછી જે થયું જાણીને સાચું નહિ લાગે.

0
6131

તમે બધાએ નાગ-નાગિનની વાર્તાઓ ફિલ્મોમાં ખુબ જોઈ હશે. આજે એવી જ એક સાચી વાર્તા અમે તમને જણાવવાના જઈ રહ્યા છીએ. પાનીપત-ખટીમાં હાઇવે પર એક પુલનું નિર્માણ કામ શરુ હતુ. ત્યાં પુલ બનાવવા માટે જમીન ખોદતાં સમયે એક એવી ઘટના બની ગઈ કે જેને જોઈને ત્યાં કામ કરી રહેલા મજૂરોના મોં સાવ ઉતરી ગયા. બધા જ મજુર અઘટિત ઘટના થવાથી શંકાશીલ થયા. ત્યાં ખોદ કામ કરતા સમયે એક કોબરા નાગ જેસીબી મશીનના પંજામાં ફસાઈ ગયો અને કપાઈ ગયો. ત્યારબાદ એક નાગિન એનો બદલો લેવા ત્યાં પહોચી, જેને જોઈને મજુર ગભરાઈ ગયા.

ત્યાં પહોચેલી નાગિન કોબરાના મૃત્યુથી બોખલાઈ ગઈ હતી. જેણે જેસીબી ચલાવ્યુ હતું એ જેસીબીનો ચાલક અને ત્યાં કામ કરી રહેલા મજુર નાગણને જોઇને ગભરાઈ ગયા. એ નાગિન ફેણ ફેલાવીને મજુર અને જેસીબી ચાલકની સામે બેઠી હતી. આ નજારો જોઈને બધા ગભરાઈ ગયા અને જેસીબી પરથી કૂદીને દુર જતા રહ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે એ નાગિન 24 કલાક સુધી એક જગ્યાએ બેસીને ફુંકારતી રહી હતી. આ દરમિયાન ત્યાં ભીડ વધવા લાગી ગઈ. પછી નાગણને પકડવા માટે એક સપેરાને બોલાવવામાં આવ્યો. જેણે ખુબ મહેનત કર્યા પછી નાગણને પોતાના વશમાં કરી હતી.

આંખની બરોબર સામે આવી ગઈ હતી મૃત્યુ :

શુક્રવારની સવારે કેટલાક મજુરો માટી ખોદવા ત્યાં પહોંચ્યા હતા. માટી ખોદતાં સમયે નહેર પાસેના ઘણા સાપ અને ઘો વગેરે પ્રાણી નીકળ્યા. એ બધા વચ્ચે તેમનાથી ભૂલથી એક કોબરા એમના જેસીબીમાં ફસાઈને કપાઈ ગયો. ત્યારબાદ તેમણે એ મરેલા કોબરાને એક નદીના કિનારે નાખી દીધો. આના પછી તેઓ ત્યાં જેસીબી પર જ બેસીને ખાવાનું ખાવા લાગ્યા. જેસીબી ચાલકે જેવો જ પહેલો કોળિયો લીધો કે તેને જોયું કે સામે ફેણ ફેલાવીને નાગણ બેસેલી છે.

આ ભયંકર નજારો જોઈને તેમનું કાળજું મોં માં આવી ગયું. કારણ કે એમની સામે એમની મૃત્યુ બેસેલી હતી. એ દિવસે  એમનાથી લગભગ 2 ફિટ જેટલા અંતરે જ નાગિન ફેણ ફેલાઈને બેઠેલી હતી. ગુસ્સે થયેલી નાગણને જોઈને ચાલક ઘબરાઈ ગયો અને તે તરત જેસીબી પરથી કૂદી પડ્યો. જેસીબી ચાલકની સાથે તેના સાથી મજુર પણ ખાવાનું ખાવા બેઠેલા હતા તેમને પણ તરત ત્યાંથી કૂદી પડ્યા. થોડા દિવસો માટે નાગિનનો દર બધાના મનમાં બેસી ગયો. આ ઘટનાના સમાચાર ધીરે-ધીરે આખા ગામમાં ફેલાય ગયા. એને જોવા વાળાની સંખ્યા વધી ગઈ. લોકોએ નાગણને ભગાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે પોતાની જગ્યા પરથી હલી નહિ. ઘણા સંપેરા પણ નાગણને પકડવા માટે બોલાવવામાં આવ્યા પરંતુ બધા નિષ્ફળ રહ્યા.

નાગિનને પકડવા માટે બોલાવવામાં આવ્યો કિશનને :

એ નાગણને પકડવા માટે જનપદ મુરાદાબાદના જીલ્લા ઠાકુરદ્વારાના ગામ કરનપુર ડીલારીના નિવાસી કિશાન પુત્ર રામ સિંહને બોલાવવામાં આવ્યો. લગભગ દોઢ કલાક પછી તે નાગણને પકડવામાં સફળ થયો. નાગિનને પકડી લેવામાં આવ્યા પછી ગામ વાળાઓના જીવમાં જીવ આવ્યો. આ બહાદુરી માટે પૂર્વ ગ્રામ પ્રધાને કિશનને પાંચ હાજર રૂપિયાનું ઇનામ પણ આપ્યું. તે પકડાયેલ નાગણને પોતાની સાથે લઇ ગયો. જણાવી દઈએ કે કિશન ખુબ ખતરનાક સાપોને પકડવા માટે પ્રખ્યાત છે. તેને સાપોને પકડવા અને તેમનો ઝેર ઉતારવામાં મહારથ મેળવી છે. તે સાપ પકડવાનું આ ખતરનાક કામ છેલ્લા 20 વર્ષોથી કરતો આવે છે. તે સાપોના વ્યવહાર અને તેના આચરણને પણ ઘણી સારી રીતે સમજે છે.