જો લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ, તો અપનાવો આ 10 અચૂક ઉપાય, પણમાં મળી જશે સાથી. થઈ જશે લગ્ન

0
1591

એક માન્યતા અનુસાર દરેક વ્યક્તિને ઉપરવાળાએ જોડીઓમાં જ બનાવ્યા છે, અને એ બધી જોડીઓ પૃથ્વી પર આવ્યા પછી સમય આવવા પર ભેગી થઈ જ જાય છે. અને દરેક મનુષ્ય પોતાના સાથીને શોધવા માટે ઘણા પ્રયત્ન કરે છે, જેથી એમને સારો અને સાચો જીવનસાથી મળી જાય. પણ અમુક છોકરાઓ અને ખાસ છોકરીઓના લગ્નમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. એમના માતા-પિતા એમના લગ્ન ન થવાથી ચિંતિત થઈ જાય છે.

ઘણા કુંવારા લોકો સાથે એવું પણ થાય છે કે એમના લાખો પ્રયત્ન પછી પણ જયારે એમના લગ્ન થવાના હોય છે, તો એમાં કોઈ ને કોઈ અડચણ આવવા લાગે છે. અને એમના લગ્ન સારી રીતે થઈ જાય એના માટે એના પરિવાર વાળા કોઈ ને કોઈ ઉપાય જરૂર કરે છે. જેથી એમના દીકરા કે દીકરીના લગ્નમાં આવનારી અડચણો દૂર થઈ જાય, અને એમના લગ્ન થઈ જાય.

આજે અમે તમને થોડા એવા ઉપાય વિષે જણાવીશું જે તમારા લગ્નમાં આવતી અડચણો દૂર કરવામાં તમારી મદદ કરી શકશે. જો તમારા લગ્નમાં પણ થઈ રહ્યો છે વિલંબ તો અપનાવો આ 10 અચૂક ઉપાય અને થઈ જાવ નિશ્ચિન્ત.

લગ્નમાં થઈ રહ્યો છે વિલંબ તો અપનાવો આ 10 અચૂક ઉપાય :

જાણકારી માટે જણાવી દઈએ કે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવી ઘણી બધી વાતો હોય છે, જે લગ્નમાં અડચણ બનીને સામે આવી જાય છે. પણ યોગ્ય સમય પર એમનું સમાધાન મળી જાય તો દરેકના લગ્ન સારી રીતે થઈ જાય છે, અને આ ઉપાયોથી તમારા લગ્ન પણ ખુશીથી અને ધૂમધામ સાથે થઈ જશે.

1. સામાન્ય રીતે લોકો ઘર બનાવતા સમયે વાસ્તુનું ધ્યાન રાખે છે. એવામાં છોકરા કે છોકરીના લગ્નમાં પણ એમના રૂમની સ્થિતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વાસ્તુ અનુસાર છોકરાનો રૂમ જો ઉત્તર-પશ્ચિમ દિશામાં હોય તો ઘણું સારું માનવામાં આવે છે, અને એ રૂમને ક્યારેય પણ દક્ષિણ-પશ્ચિમ દિશામાં બનાવવો જોઈએ નહીં.

2. ઘણી વાર એવું પણ થાય છે કે છોકરા અથવા છોકરીના માંગલિક હોવાના કારણે પણ એમના લગ્નમાં વિલંબ થતો હોય છે. તો એના માટે એમના ઘરવાળાએ રૂમને લાલ અથવા ગુલાબી રંગથી પેઈન્ટ કરાવવો જોઈએ. એવું કરવાથી મંગળ દોષ દૂર થાય છે. અને લગ્નમાં આવતી અડચણ પણ દૂર થાય છે.

3. લગ્નમાં હળદળ ઘણી શુભ માનવામાં આવે છે. જેના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય એમના માટે હળદળનો આ રંગ એમને લગ્નની નજીક લઈ જાય છે. એના માટે પોતાના ઘરમાં હળદળના રંગ માંથી બનેલી અમુક વસ્તુઓને જરૂર સજાવવી શકાય છે. અને રૂમને પીળા રંગથી પણ રંગી શકાય છે. એનાથી લાભ મળશે.

4. વાસ્તુ શાસ્ત્ર અનુસાર દક્ષિણ-પશ્ચિમ ભાગમાં રહેલો રૂમ શુભ માનવામાં આવે છે, એટલા માટે લગ્ન માટે લાયક કુંવારા છોકરાનો રૂમ દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોવો જોઈએ.

5. વાસ્તુ શાસ્ત્ર અનુસાર દક્ષિણ-પશ્ચિમ દિશામાં ભૂમિગત જગ્યાઓ પર તળાવ અથવ ટાંકી હોય તો પણ લગ્નમાં વિલંબ ઉભું થવાનું કારણ હોઈ શકે છે.

6. ધ્યાન રહે કે ઊંઘવા માટેના રૂમમાં એક જ દરવાજો હોવો જોઈએ. એ રૂમમાં એક કરતા વધારે દરવાજા હોવાથી વ્યક્તિના લગ્ન માટે પ્રસ્તાવ આવવામાં ઘણી પરેશાનીઓ થવા લાગે છે.

7. ઘરમાં રહેલો પલંગ પૃથ્વીના બંને ધ્રુવ ઉત્તર અને દક્ષિણ અનુસાર જ રાખવો જોઈએ. અને એક વાતનું ધ્યાન રાખવું કે ઊંઘતા સમયે પગ ઉત્તર અને માથું દક્ષિણ દિશામાં હોવું જોઈએ. તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સ્વાસ્થ્ય માટે પણ ઘણું ઉત્તમ હોય છે.

8. બીજી એક વાત એ છે કે ઊંઘતા સમયે કુંવારા છોકરા અથવા છોકરીઓના પલંગની નીચે લોખંડનો કોઈ સામાન હોવો જોઈએ નહીં. તેમજ ભારે સામાન બિલકુલ પણ રાખવો જોઈએ નહીં. એના લીધે પણ લગ્નમાં અડચણ આવી શકે છે.

9. જાણકારી માટે જણાવી દઈએ કે, જેમના લગ્નમાં અડચણ આવે છે એમણે કાળા રંગના કપડાથી દૂર રહેવું જોઈએ. અને ફક્ત કપડાં જ નહીં પણ અમુક સામાનોનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ.

10. છોકરા અને છોકરીઓએ શ્રીગણેશજીને પીળા રંગની મીઠાઈનો ભોગ ચઢાવો. એવું કરવાથી પણ એમના લગ્ન જલ્દી થાય છે.