લક્ષ્મીજીની આવી મૂર્તિને ઘરમાં રાખવાથી તમે બની શકો છો કંગાળ, ધન સંપત્તિનો થઇ જાય છે નાશ

0
1770

હિંદુ ધર્મમાં લક્ષ્મી માતાને ધનની દેવી કહેવામાં આવે છે. અને દરેક લોકો એવું જ ઇચ્છતા હોય છે કે, તેમની ઉપર હંમેશા ધનની દેવી લક્ષ્મી માતાની કૃપા જળવાયેલી રહે. જેથી એમણે પોતાના જીવનમાં કયારેય ધન સંબંધિત કોઈપણ તકલીફોનો સામનો કરવો નહિ પડે. તેમજ લક્ષ્મી માતાની કૃપા બની રહે એટલા માટે લોકો પોતાના ઘરમાં લક્ષ્મી માતાની મૂર્તિ કે ફોટા જરૂર રાખે છે.

હિંદુ ધર્મના નિયમો અનુસાર આ ધર્મમાં માનવા વાળા દરેક લોકોના ઘરમાં મંદિર જરૂર હોય છે. દરેક ઘરમાં મંદિરનું એક ચોક્કસ સ્થાન જરૂર હોય છે. ભલે નાનુ હોય કે મોટુ હોય પણ ઘરમાં મંદિર જરૂર હોય છે. એમાં લોકો દેવી દેવતાઓની મૂર્તિ કે ફોટા રાખે છે અને એમની નિયમિત પૂજા અર્ચના કરે છે.

આપણા દેશના પ્રાચીન શાસ્ત્રો માંથી એક વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો ઘરમાં દેવી દેવતાઓના ફોટા કે મૂર્તિ મુકવામાં આવે તો તે ઘણું શુભ માનવામાં આવે છે. પણ એના માટે શાસ્ત્રોમાં થોડા નિયમ પણ જણાવવામાં આવ્યા છે. તે નિયમો મુજબ જ દેવી દેવતાઓને સ્થાપિત કરવા જોઈએ. અને જો તમે એવું નથી કરતા તો તમારે લાભની જગ્યાએ નુકશાનનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે આ તમામ વાતોનું ધ્યાન રાખવું ઘણું જ જરૂરી છે.

આજે અમે તમને આ લેખના માધ્યમથી ધનની દેવી લક્ષ્મી માતાની મૂર્તિના વિષયમાં જાણકારી આપવાના છીએ, જેથી તમે યોગ્ય ફોટો કે મૂર્તિ સ્થાપિત કરીને તેનો પૂરો ફાયદો મેળવી શકો. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ધનની દેવી લક્ષ્મી માતાની થોડીક એવી મૂર્તિઓ હોય છે, જેને તમારા ઘરમાં ન રાખવી જોઈએ. જો તમે એ મૂર્તિઓને રાખો છો તો ઘરમાં અશાંતિ ફેલાયેલી રહે છે. તેની સાથે જ ધનની પણ તંગીનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને તે મૂર્તિ વિષે જણાવીશું.

આવો જાણીએ માતા લક્ષ્મીજીની કઈ મૂર્તિઓ ઘરમાં ન રાખવી જોઈએ.

ઘુવડ ઉપર સવાર મૂર્તિ :

મિત્રો ઘણા બધા લોકોના ઘરમાં ધનની દેવી લક્ષ્મી માતા ઘુવડ ઉપર સવાર હોય એવી મૂર્તિ કે ફોટા જોવા મળે છે. પરંતુ ઘુવડ ઉપર સવાર લક્ષ્મી દેવી ચંચળતાનું પ્રતિક માનવામાં આવે છે. તે એક સ્થળેથી બીજા સ્થળે આવતા જતા રહે છે. તેનો અર્થ એ છે કે એ એક સ્થળ ઉપર નથી રહેતા તે કારણે તમે ભૂલથી પણ માતા લક્ષ્મીજીની એવી મૂર્તિ તમારા ઘરમાં ન રાખશો, જેમાં તે ઘુવડ ઉપર સવાર હોય નહિ. તો એવા ફોટાને કારણે તમારા ઘરમાં ધન નહી રહે.

ઉભી મૂર્તિ :

બીજી એક વાતનું ધ્યાન રહે કે તમારે ઘરમાં લક્ષ્મીજીની એવી મૂર્તિ કે ફોટા ન રાખવા, જેમાં માતા ઉભી સ્થિતિમાં હોય. એવી મૂર્તિ ઘરમાં રાખવી અશુભ ગણવામાં આવે છે. એટલા માટે તમે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીની ઉભી મૂર્તિને બદલે બેઠી રહેલી મૂર્તિ મૂકી શકો છો.

કમળ ઉપર બિરાજમાન મૂર્તિ કે ફોટો રાખવા ગણાય છે શુભ :

મિત્રો, જણાવી દઈએ કે જો તમે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો એવો ફોટો કે મૂર્તિ રાખો છો, જેમાં તે કમળ ઉપર બિરાજમાન હોય છે. તો તે ઘણું જ શુભ માનવામાં આવે છે. તમે તમારા ઘરમાં કમળ ઉપર બિરાજમાન ખુશ મુદ્રામાં માતા લક્ષ્મીજીનો ફોટો લગાવો. તેનાથી ધન, માન સન્માન, પ્રતિષ્ઠા અને સમૃદ્ધી પ્રાપ્ત થાય છે.

જો તમારા ઘરમાં લક્ષ્મી માતાની એવી મૂર્તિ કે ફોટો છે જેમાં તે બેસેલા હોય, અને તમે એની પૂજા અર્ચના કરો છો, તો તમારા ગૃહસ્થ જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપન્નતા બની રહે છે.

જો તમે લોકો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માંગો છો, તો તમે એમની એવા રૂપમાં પૂજા કરો જેમાં તે ભગવાન વિષ્ણુના ચરણ દબાવી રહ્યા હોય. એનાથી માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થશે.

જો તમે લક્ષ્મી માતાની સાથે સાથે ધનના દેવતા કુબેરની પૂજા અર્ચના કરો છો, તો એનાથી તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી બધી મુશ્કેલીઓ દૂર થશે.

જો તમે ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મી માતાના એવા ફોટા કે મૂર્તિની પૂજા કરો છો, જેમાં તે ગરુડ પર સવાર છે, તો માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે.

આ નિયમોનું પાલન કરવાની સાથે તમારે મહેનત કરવાની તો શરુ જ રાખવાની છે. તમારી મહેનત અને સાથે આ વાતોનું ધ્યાન રાખવાથી તમે જીવનમાં જરૂર  સફળતા પ્રાપ્ત રશો.