શું તમે પણ ઘરમાં ઉપયોગ એલઈડી બલ્બનો ઉપયોગ કરી રહ્યા છો? તો થઇ જાવ સાવધાન, નહિ તો પછતાશો

0
4104

ટેકનોલોજીમાં પરિવર્તન થવાથી નવી નવી વસ્તુઓ આવતી રહે છે. પહેલા આપણે ઘરમાં સીએફએલ બલ્બ વાપરતા હતા, અને હવે એલઈડી બલ્બ વાપરીએ છીએ. અને તમે પણ જોયું જ હશે કે આજકાલ તો દરેક ઘરમાં LED બલ્બનો ઉપયોગ ઘણો જ ઝડપથી થઇ રહ્યો છે. કારણ કે તે ઓછા રોકાણમાં વધુ પ્રકાશ આપે છે.

દેશમાં દરેક જગ્યાએ ઘરોમાં એલઈડી લાઈટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. અને કેન્દ્ર સરકાર પણ સતત એલઈડી લાઈટ્સનો ઉપયોગ કરવાં માટે પ્રોત્સાહન આપી રહી છે. પરંતુ એક રીપોર્ટમાં થયેલા આ ખુલાસા પછી સરકાર તમને તેનો ઉપયોગ કરવાથી રોકી શકે છે. તો જાણકારી માટે જણાવી દઈએ કે આ રીપોર્ટ અનુસાર આપણા દેશમાં વેચાતી ૨૫ ટકા એલઈડી લાઈટ્સ સુરક્ષા માન્યતા મુજબ નથી. અને આજે અમે તમને એ ખુલાસા વિષે જણાવીશું.

આપણા બજારમાં મળતા કુલ એલઈડી બલ્બના ૭૬ ટકા કંપની વપરાશકર્તા સુરક્ષા પ્રાવધાનનું ઉલંઘન કરતા જોવા મળ્યા છે. નીલસનની એક રિસર્ચના રીપોર્ટ દ્વારા એવું સાંભળવામાં મળી રહ્યું છે કે, મુંબઈ, અમદાવાદ અને હૈદરાબાદમાં વીજળીનો સામાન જથ્થાબંધ વેચાણ કરવા વાળી ૨૦૦ દુકાનોને જોડવામાં આવી.

અને તેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે એલઈડી બલ્બની ૭૬ ટકા કંપની અને એલઈડી ડાઉનલાઈટરની ૭૧ ટકા કંપનીએ વપરાશકર્તા સુરક્ષા નિયમોનું ઉલંઘન કર્યું છે. તેઓ આ કંપનીઓના નામ ઉપર પોતાની નકલી પ્રોડક્ટ બજારમાં લાવ્યા છે. આપણા ભારતીય માનક બ્યુરો અને ઇલેક્ટ્રોનિકસ અને સુચના પ્રસારણ મંત્રાલયે આ પ્રાવધાન તૈયાર કર્યો છે.

જણાવી દઈએ કે આ મળેલા રીપોર્ટ અનુસાર ઇલેક્ટ્રિક લેમ્પ એન્ડ કંપોનેટ મેન્યુફેકચરર્સ એશોશિએશન મુજબ દિલ્હીમાં બીઆઈએસ સ્ટાન્ડર્ડના ઉલંઘનના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. જેમાં એલકોમા તરફથી કહેવામાં આવ્યું છે કે, ‘આ નકલી પ્રોડક્ટ આપણા વપરાશકર્તા માટે ગંભીર રીતે ખતરનાક છે. અને તેનાથી ક્યારેક ખુબ જ મોટો ખતરો થઇ શકે છે, જેનો આપણને અંદાજ પણ નહિ હોય. તે ઉપરાંત તેના વેપારથી સરકારને ટેક્સનું નુકશાન પણ થઇ રહ્યું છે. કેમ કે તેનું મેન્યુફેક્ચરીંગ અને વેચાણ ગેર કાયદેસર રીતે જ કરવામાં આવી રહ્યું છે. જો કે કાયદા વ્યવસ્થાની વીરુદ્ધ છે.’

આપણા દેશના મોટાભાગના બજારોમાં કરાવવામાં આવેલા સર્વેમાં એ જાણવા મળી આવ્યું કે, એલઈડી બલ્બના ૪૮ ટકા કંપનીઓની પ્રોડક્ટ ઉપર તે બનાવવા વાળી કંપનીનું સરનામું નથી લખેલું હોતું. તેમજ ૩૧ ટકા કંપનીમાં તેને તૈયાર કરવા વાળી કંપનીનું નામ પણ નથી લખેલું હોતું.

અને આવું કામ કરવું ગેર-કાયદેસર છે. એના પરથી સ્પષ્ટ છે કે, તેનું મેન્યુફેક્ચ્યરીંગ ગેર-કાયદેસર રીતે જ થઇ રહ્યું છે. આવા પ્રકારની એલઈડીના ઢગલા બંધ કેસ સામે આવ્યા છે. તેમાંથી ૪૫ રકા કંપનીઓ એવી જોવા મળી, જેનું પેકિંગ તો છે પરંતુ તે પેકિંગ ઉપર તેના મેન્યુફેકચરરનું નામ નથી.

એલઈડી ડાઉન :

સાથે સાથે એ પણ જણાવી દઈએ કે લાઈટર્સની બાબતમાં પણ એવી હકીકત સામે આવી. એલકોમના જણાવ્યા અનુસાર દેશમાં એલઈડીનું કુલ બજાર લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાનું છે. તમામ પ્રકારની કામકાજવાળી જગ્યા, ઓફીસ અને ઘરમાં મોટા પ્રમાણમાં એલઈડી બલ્બ જ ઉપયોગ થાય છે. અને આખા બજારમાં તેની ભાગીદારી લગભગ ૫૦ ટકાથી પણ વધુ છે.

તેમજ ફીલીપ્સ લાઈટીંગ ઇન્ડિયા મુજબ, એલકોમના અધ્યયન રીપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૦ માં એલઈડી લાઈટીંગનું ભારતીય બજાર લગભગ ૫૦૦ કરોડ રૂપિયાનું હતું, જે હાલમાં ૧૦ હજાર કરોડ રૂપિયાનું થઇ ગયું છે. આ ૨૨ હજાર કરોડ રૂપિયાની આખી લાઈટીંગ ઇન્ડસ્ટ્રીના ૪૫ ટકાથી વધુ છે. સરકાર માટે જરૂરી છે કે તે નકલી અને ગેરકાયદેસર કંપની પ્રોડક્ટ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે. અને આવી નકલી પ્રોડક્ટનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવે.

આપણા દેશમાં ચાલી રહેલી મોદીજીની ‘ઉજાલા’ સ્કીમ દ્વારા આખા દેશમાં ૭૭ કરોડ પારંપરિક બલ્બોનું ઉત્પાદન કરાવવામાં આવ્યું હતું. જેથી આપણા દેશમાં મોટાભાગના ઘરોમાં પ્રકાશ થઇ શકે. સામાન્ય બલ્બોની જગ્યાએ એલઈડી બલ્બ ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

તે જોતા ઉર્જા દક્ષતા બ્યુરોએ એલઈડી બલ્બોની સ્ટાર રેટિંગ ફરજીયાત કરી દીધી છે. જેથી તે નક્કી કરી શકાય કે વપરાશકર્તા સુધી માત્ર સારી ક્વોલેટીની વસ્તુઓ જ જઈ શકે. પરંતુ ત્યાર પછી બલ્બોને લઈને ગોટાળા અટકાવવાનું નામ જ નથી લઇ રહ્યું. માટે તમે ગમે તેવા બલ્બ બજારમાંથી લઈને ન વાપરો.