લીંબુના રસ સાથે ફક્ત આ એક વસ્તુનો ઉપયોગ કરો, ઘડપણ તમારાથી દૂર રહેશે.

0
16652

સુંદર દેખાવું દરેકને ગમે છે અને એના માટે લોકો તમામ પ્રયત્નો કરતા હોય છે. અને એવું આજથી જ નહીં પણ સદીઓ પહેલાથી મહિલાઓ સુંદર દેખાવા માટે ન જાણે કયા-કયા ઉપાય કરતી આવી રહી છે. દરેક મહિલાની એવી ઈચ્છા હોય છે કે તે સુંદર દેખાય. આજના સમયમાં મહિલાઓ સુંદર દેખાવા માટે ઘણા પ્રકારના બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટ વાપરતા અચકાતી નથી. એની પાછળ તે હજારો રૂપિયા પણ ખર્ચી નાખે છે. ઘણી વાર એનો કોઈ ફાયદો નથી થતો અને પૈસા પણ ડૂબી જાય છે. જો તમે પણ પોતાની ત્વચાને યુવાન રાખવા માંગો છો, અને એ પણ ખુબ ઓછા ખર્ચે, તો તમે લીંબુના રસ સાથે બસ આ એક તેલ વાપરવાનું શરુ કરી દો. એનાથી તમારી ત્વચા યુવાન રહેશે.

આન ઉપયોગથી તમે લાંબા સમય સુધી બની રહેશો જવાન :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લીંબુની સાથે આ ખાસ તેલનો ઉપયોગ કરવાથી ઘડપણ તમને અડી પણ નહીં શકે. જો તમે લાંબા સમય સુધી જવાન બની રહેવા માંગો છો, તો લીંબુના રસ સાથે એક ચમચી ઓલિવ ઓઇલ સાથે પી શકો છો. એ તમારી ત્વચા માટે ઘણું ફાયદાકારક છે. એ લગભગ તો દરેક વ્યક્તિ જાણે છે, કે લીંબુના રસમાં વિટામિન સી અને બી, ફોસ્ફરસ, પ્રોટીન, પોટેશિયમ, કાર્બોહાઈટ્રેટની સાથે ફ્લેનેનોઇડ્સ મળી આવે છે. એના સિવાય ઓલિવ ઓઇલમાં ઘણા પ્રકારના વિટામિન અને એન્ટિઓક્સિડન્ટ તત્વ મળી આવે છે. એના સેવનથી ત્વચા હાઈડ્રેટ રહે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે યુનાન અને રોમમાં ઓલિવ ઓઇલ (જેતૂનનું તેલ) ને પ્રવાહી સોનાની જેમ માનવામાં આવે છે. વિદેશમાં થયેલી એક શોધ પ્રમાણે જો રોજ એક ચમચી લીંબુના રસમાં ઓલિવ ઓઇલ મિક્ષ કરી પીવામાં આવે, તો એનાથી ત્વચાના કોષોનો વિકાસ થાય છે. એની સાથે જ ત્વચા મુલાયમ પણ રહે છે. એના સિવાય તે શરીરમાંના ઝેરીલા તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ પ્રયોગ માટે તમારે 8 ગ્રામ ઓલિવ ઓઇલમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્ષ કરી ખાલી પેટ પીવું. એવું સતત ત્રણ અઠવાડિયા સુધી કરો.

હાર્ટ અટેક અને લોહી જામી જવાની સમસ્યાથી મળે છે રાહત :

આ મિશ્રણનું સેવન કરવાથી તમારી ત્વચા પર નીકળતા ખીલ, દાણાં, ડાઘ દૂર થઇ જાય છે. લીંબુના રસને જેતૂનના તેલ સાથે પીવાથી ફક્ત ત્વચા સંબંધિત ફાયદા જ નથી થતા, પરંતુ એનાથી ઘણા બીજા ફાયદા પણ થાય છે. એના નિયમિત વપરાશથી હાર્ટ અટેક અને લોહી જામવાની સમસ્યાથી છુટકારો મળે છે. આ મિશ્રણના વપરાશથી પેટના રોગોને પણ દૂર કરી શકાય છે. પેટમાં જામેલી ગંદકી પણ એના માધ્યમથી કાઢી શકાય છે. એનાથી પેટ ફૂલવું, કબજિયાત, પેટનો દુઃખાવો જેવી સમસ્યામાં રાહત મળે છે. એના વપરાશથી પેટમાં એસિડ બનતું બંધ થાય છે.

આ મિશ્રણ શરીરને અંદરથી બનાવે છે મજબૂત :

લીંબુ અને જેતૂનના તેલના વપરાશથી લીવર અને પિત્તાશય સ્વસ્થ રહે છે. એના નિયમિત વપરાશથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ પણ નીચું જાય છે. એનાથી શરીરનું ટ્રાઇગ્લાયિસરાઇડ પણ નિયંત્રણમાં રહે છે. એનાથી ગુડ કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. એના વપરાશથી સાંધાના દુ:ખાવામાં પણ રાહત મળે છે. જો અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ સતત એનું સેવન કરવામાં આવે, તો એ શરીરને અંદરથી મજબૂત બનાવે છે. આ મિશ્રણને કારણે કમરનો દુઃખાવો, ગળાનો દુઃખાવો અને માથાનાં દુઃખાવા માંથી છુટકારો મળે છે.

વાળ અને નખને બનાવે છે મજબૂત.

જાડા લોકો માટે ખાસ સમાચાર. લીંબુના રસ અને જેતૂનના તેલના વપરાશથી મોટાપાથી રાહત મળે છે. એ પેટની ચરબીને ઓગાળે છે. એનાથી ભૂખ પણ નિયંત્રણમાં રહે છે. લીંબુ અને જેતૂનના તેલમાં એન્ટિસેપ્ટિક અને એસ્ટ્રિનજેંટ તત્વ મળી આવે છે, જે વાળ અને નખને મજબૂત બનાવે છે. એના નિયમિત ઉપયોગથી નખ મજબૂત થાય છે, અને વાળનું ખરવું બંધ થાય છે. એના ઉપયોગથી વાળ કાળા અને ચમકદાર બને છે. જો તમે એનો વધારે ફાયદો ઈચ્છો છો તો તમે અઠવાડિયામાં એક વાર એને પોતાના વાળમાં અને નખ પર લગાવી શકો છો.