લીલા ચણાને કહેવામાં આવે છે 100 રોગની એક દવા, ખાવાથી થાય છે, આ 8 મહત્વના ફાયદા.

0
8499

વટાણા સિવાય એક બીજા લીલા ચણા આવે છે. જેને ‘છોલીયા’ના નામથી ઓળખાય છે. વટાણા જેવા દેખાતા આ છોલીયા ખાવામાં વધુ સ્વાદિષ્ટ હોય છે. આ છોલીયાને તો આરોગ્યનો ખજાનો પણ કહે છે. સો રોગોની એક દવા છે આ છોલીયા ચણા. જો વ્યક્તિ તેનું નિયમિત રીતે સેવન કરે તો તે સ્વાદની સાથે સાથે આપણા આરોગ્યને પણ તંદુરસ્ત રાખી શકે તેમ છે. આજે અમે વાત કરીશું તેનાથી થતા ઘણા બધા ફાયદા વિષે.

છોલીયા કે લીલા ચણાના ફાયદા જાણો:

૧. લીલા ચણામાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર્સ અને મિનરલ્સ મળે છે, જે આંતરડાના ખરાબ બેક્ટેરિયાને મારીને કેન્સરથી પણ બચાવ કરે છે.

૨. લીલા ચણા ખાવાથી જે લોકોમાં લોહીની કમી હોય છે. તે દુર થઈ જાય છે. લીલા ચણા લોહતત્વથી ભરપુર હોય છે જે લોહીની ઉણપ દુર કરવામાં આપણી ખાસ મદદ કરે છે.

૩. નાસ્તામાં રોજ લીલા ચણાનું સેવન કરવું જોઈએ. કેમ કે લીલા ચણામાં વિટામીન સી પણ વધુ મળી આવે છે. જે હાડકા મજબુત કરવામાં ખુબ મદદગાર સાબિત થાય છે. જેમને હાડકાની તકલીફ હોય છે, તે જરૂર પોતાના ડાયટમાં આનો ઉમેરો કરો જ.

૪. લીલા ચણાને પ્રોટીન અને મિનરલ્સ ઉપરાંત વિટામિન્સનો પણ ઘણો સારો સ્ત્રોત ઓળખવામા આવે છે. તેના સેવનથી કમજોરી દુર થાય છે અને આપણા શરીરને ભરપુર ઉર્જા મળે છે.

૫. લીલા ચણા વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. લીલા ચણા ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું ભરેલું લાગે છે. જેથી તમે ઓવરઇટીંગ કરવાથી બચી જશો અને તેનાથી વજન ઓછું કરવામાં ખાસ મદદ મળે છે.

૬. અભ્યાસ મુજબ એક અઠવાડિયા માટે અડધી વાટકી લીલા ચણા ખાવાથી બ્લડ શુગર નોર્મલ થવા માંડે છે. જેમને પણ બ્લડ શુગરની તકલીફ છે. તે તેનું સેવન વહેલામાં વહેલી તકે શરુ કરી દે.

૭. સંશોધનમાં જાણવા મળ્યું છે કે અડધી વાટકી લીલા ચણા રોજ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ ઘટવા લાગે છે અને હાર્ટ ડીઝીઝનો ભય પણ ઓછો થવા લાગે છે.

૮. લીલા ચણામાં ખુબ પ્રમાણમાં વિટામીન અને મિનરલ્સની સાથે એન્ટીઓક્સીડેંટ પણ હોય છે. તે આપણને બીમારીઓથી બચાવે છે અને જલ્દીથી આવતા ઘડપણને પણ દુર રાખે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.