ચૂનાનું પાણી છે બાળકો માટે અમૃત સમાન અને મોટા માટે વિશેષ સંજીવની, તો ખાસ ક્લિક કરી વાંચો

0
9515

નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ચૂનાના પાણી વિષે. આજે અમે તમને એના થોડા ફાયદાથી માહિતગાર કરાવીશું. તો મિત્રો આ ચૂનાનું પાણી બાળકો માટે અમૃતની જેમ લાભદાયક હોય છે. તે બાળકોને નિરોગી અને હૂષ્ટ-પુષ્ટ બનાવે છે. જો કોઈ બાળકનું લીવર ખરાબ થઈ ગયું હોય, પછી કે પુષ્ટ ન હોય અથવા બાળક માતાનું દૂધ બહાર કાઢતું હોય તો તેને ચૂનાનું પાણી પીવડાવવાથી લાભ થાય છે.

એનાથી બાળકનું પાચન સારૂ થાય છે, અને અપચો, દસ્ત અને અમ્લતાથી પેદા થયેલ વમનમાં ચૂનાનું પાણી પીવાથી આરામ મળે છે. આ પાણીથી બાળકોમાં કેલ્શિયમની કમીથી થવા વાળા અનેક રોગોથી બચીને તે પુષ્ટ બને છે.

જાણી લો ચૂનાનું પાણી બનાવવાની વિધિ :

ચૂનાનું પાણી બનાવવા માટે સૌથી પહેલા એક જુના પણ સાફ માટલામાં કે કોઈ માટીના વાસણમાં 60 ગ્રામ અનબુઝે ચૂનાની ડલી નાખીને તેનું વીસ ગણું એટલે 1200 ગ્રામ (કે બે બોટલ) પાણી મિક્ષ કરો. હવે એને દિવસમાં એક બે વાર લાકડીથી હલાવો. ચૂનો મિક્ષ થઇ જશે.

ત્યારબાદ 24 કલાક પછી સાફ પાણીને નિતારીને તેને કોઈ કપડાથી ગાળી લો. પછી એને બોટલમાં ભરી દો. (ધ્યાન રાખો કે બેઠેલો ચૂનો હલે નહિ અને ઉપર વાળી કિનારા પર જામેલી પોપડી પણ પહેલા ઉતારી લેવી જોઈએ.) આ લાઇમ વોટર એટલે કે ચૂનાનું પાણી થઈ ગયું. તમે ઈચ્છો તો એમાં 120 ગ્રામ પીસેલી મિશ્રી નાખીને તેને મીઠું કરી શકો છો.

બાળકો માટે એના સેવનની વિધિ :

એક વર્ષથી નાના બાળકો માટે બાળક જેટલા મહિનાનું હોય, તેટલા જ ટીપા ચૂનાનું પાણી દૂધમાં (બે ચમચી દૂધમાં એક ટીપુ ચૂનાનું પાણી) મિક્ષ કરીને સવાર-સાંજ પીવડાવો.

એક વર્ષથી લઈને આઠ વર્ષ સુધીનાં બાળકો માટે આડધો કપ પાણી કે દૂધમાં 15 થી 20 ટીપા કે ચોથાઈથી અડધી ચમચી દિવસમાં બે ત્રણ વાર દૂધની સાથે પિવડાવો.

જાણકારી માટે જણાવી દઈએ કે બાળકોના દૂધનો વિકાર મટાડવા માટે આ ઉપાય રામબાણ છે. આ પાણીથી પાંચ સાત દિવસમાં જ બાળકોની સ્થિતિમાં સુધારો થવા લાગે છે. અને દાંત પણ સરળતાથી નીકળે છે.

મોટાઓ માટે એના સેવનની વિધિ :

મોટા લોકો આ પાણીની એક ચમચી દરરોજ પાણીમાં, શાકમાં, છાસમાં કે દહીંમાં નાખીને સેવન કરો. આના સેવનથી સાંધાના દુ:ખાવા, લોહીની કમી, હાડકાની નબળાઈ, દાંતની નબળાઈ, પુરુષ રોગ, એવા અનેક રોગો દુર થશે.

સાવધાની :

આ વાતનું ધ્યાન રાખો કે જે લોકોને પથરીની સમસ્યા છે તે લોકો આનું સેવન નહિ કરે. વધારે જાણકારી માટે તમે તમારા ડોક્ટરની સલાહ લઇ શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.