દારૂ પીધા પછી તરત લીવરની દશા થઇ જાય છે આવી, આજથી જ દારૂ છોડી દો તો ફાયદામાં રહેશો

0
19143

દારૂ ઘણી ખરાબ વસ્તુ છે. એનું વ્યસન લોકોને શારીરિક રીતે નબળા બનાવે જ છે, પણ એની સાથે એનાથી એમના પરિવાર વાળાને પણ બીજી મુશ્કેલીઓ થાય છે. અને એવા કિસ્સા તો તમે તમારી આંખે જોયા જ હશે, માટે એ જણાવવાની જરુર નથી. મિત્રો આજકાલ સોસીયલ મીડિયા ઉપર એક વિડીયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ડોક્ટર જણાવે છે કે દારુ પીવાથી કેવી રીતે એક સ્વસ્થ લીવર ખરાબ થઇ જાય છે.

એક અમેરિકન ટીવી શો ‘ડોક્ટર ડુ લાઈફચેન્જર’ માં એક સ્વસ્થ માણસના સ્વસ્થ લીવરને દેખાડવામાં આવ્યું છે અને એક એવા દારૂડિયા માણસના લીવરને દેખાડવામાં આવ્યું છે. જેનું મૃત્યુ દારુ પીવાથી થઇ ગયું હતું. વિડીયોમાં એક તરફ ચીકણા અને લાલ-ભૂરા રંગના હેલ્દી લીવર તો બીજી તરફ એક કાળા ડાઘ પડી ગયેલું રફ લીવર જોવા મળી રહ્યું છે. જે દારૂને કારણે ખરાબ થઇ ગયું છે. દારૂ પીવાથી તરત પછી આવી થઇ જાય છે લીવરની હાલત. આવો તમને એના વિષે સંપૂર્ણ વિગત જણાવીએ.

દારુ પીધા પછી તરત આવી થાય છે લીવરની હાલત :

એ વાયરલ વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે વધુ પ્રમાણમાં દારૂ પીવાથી કીરોસીસ નામની બીમારી થઇ જાય છે. જેથી કોઈનું પણ લીવર ખરાબ થઇ શકે છે અને એમનું મૃત્યુ પણ થઇ જાય છે. જાણીતા ડોક્ટર પીંસ્કીએ જણાવ્યું છે કે લીવર ફેલ થઇ જવાથી દર્દી લોહીની ઉલટી કરવાનું શરુ કરી દે છે. અને તેને એટલી ઉલટી થાય છે કે શરીરનો બાકી ભાગ પણ કામ કરવાનું બંધ કરી દે છે અને તે તેના મૃત્યુનું કારણ બની જાય છે.

તમારી જાણકારી માટે જણાવી સિરોસીસ નામની આ બીમારીથી લીવરને ઘણું જ ગંભીર નુકશાન પહોચે છે. જેના કારણે લીવર સામાન્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે. લીવરના કામોમાં કિહાર્મોન્સ, દવાઓ, ટોક્સીન જેવી પોસેસિંગ, પ્રોટીન જેવા જરૂરી તત્વોનું ઉત્પાદન કરવાનું રહેલું હોયુ છે. હવે તમારું લીવર ડેમેજ થઈ જાય તો સામાન્ય રીતે તે એવું કામ નથી કરી શકતું. જયારે તમે પહેલી વખત દારુ પીવો છો તો તમારા મનને તો સારું લાગે છે પરંતુ તેના બે પેગ સીધા લીવરને અસર કરે છે. પછી ધીમે ધીમે લીવર કામ કરવાનું બંધ કરી દે છે અને તેને કારણે જ થાય છે માણસનું મૃત્યુ, ત્યાર પછી તેની સાથે જોડાયેલા લોકોને એકલા કરી દે છે.

આવો તમને જણાવીએ લીવર ખરાબ થવાના મુખ્ય લક્ષણ :

એ વાતમાં કોઈ શંકા નથી કે લીવર માણસના શરીરનું મુખ્ય અંગ હોય છે. તેના આધારે જ આપણે ખાવા પીવાનું હજમ કરી શકીએ છીએ અને બધા પ્રોટીન પણ તેના દ્વારા જ આખા શરીરમાં ફેલાય છે. હવે અમે તમને થોડા પરીક્ષણ બતાવીશું કે લીવર ખરાબ થવાના મુખ્ય લક્ષણ ક્યાં હોય છે.

૧. તમારા મોઢા માંથી દુર્ગધ આવવાનો અર્થ એ પણ હોય છે, કે લીવર સારી રીતે કામ ન કરતું હોય છે. એવું એટલા માટે થાય છે કેમ કે મોઢામાં અમોનિયા વધુ રહે છે.

૨. તમારી ત્વચા ઉપર સફેદ ડાઘને કારણ એ છે કે તમારી ત્વચાનો રંગ ઉડી ગયો છે. તો સમજી લો કે તમારું લીવર ખરાબ થવાનું શરુ થઇ રહ્યું છે.

૩. જો તમારે ઘાટા રંગનો પેશાબ થઇ રહ્યો છે કે દરરોજ મળમાં ઘાટા રંગની શંકા રહે છે. તો તેનો અર્થ તમારા લીવરમાં કાંઈક ગડબડ છે.

૪. થાકેલી આંખો અને આંખની આસપાસ કાળા કુંડાળા લીવર ખરાબ થવાનું એક બીજું સંકેત હોય છે. જેનાથી સ્કીન ક્ષતિગ્રસ્ત થવા લાગે છે અને તેની ઉપર થાક જોવા મળે છે.