તમારી પેટની ચરબીને દુર કરવાં અપનાવો આ 4 માંથી કોઈ એક ઉપાય, જાણવા માટે ક્લિક કરો

0
4605

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. અમે આરોગ્ય માટે ઘણી ટીપ્સ વાળા લેખ લઈને આવીએ છીએ. અને આજે એ યાદીમાં વધુ એક લેખ ઉમેરી રહ્યા છીએ. આજે અમે તમને પેટની ચરબી ઘટાડવા માટેના ઉપાય વિષે જણાવીશું. આજકાલના વ્યસ્ત જીવન અને ભાગદોડ વાળી જીવન શૈલીથી લોકો પોતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન નથી આપી શકતા. તેમજ ઘરનું સ્વાસ્થ્ય વર્ધક ખાવાનું છોડીને લોકોને બહારના ફાસ્ટ ફૂડ ખાવાનો ચટાકો પણ ઘણો વધારે છે. એવામાં મોટાપો વધી જાય છે. જે ઘણી જ ગંભીર સમસ્યા છે. તો આજે અમે તમારા માટે પેટની વધારની ચરબી દુર કરવાં માટેનો ઉપાય લઈને આવ્યા છીએ. જેને અપનાવીને તમે એનાથી છુટકારો મેળવી શકો છો.

લીલા મરચાંનો ઉપાય :

જે વાચક મિત્રોને આ સમસ્યા છે તો તેઓ રાત્રે સુતા પહેલા એક લીલું મરચું ખાવાનું રાખો. લીલું મરચું ખાવાથી શરીરમાં રસાયનીક પ્રક્રિયા થશે. એના કારણે શરીરની વધી ગયેલી બધી જ ચરબી ધીરે ધીરે બળે છે. આ ઉપાય કરવાથી આપોઆપ તમારું વજન ઓછું થવા લાગશે.

ગ્રીન ટી નું સેવન :

આજકાલ ગ્રીન ટી ની ઘણી બોલબાલ છે. અને એ તમારા માટે ફાયદાકારક પણ છે. જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા ગ્રીન ટી પીવો છો, તો તેનાથી તમારા શરીરની પાચનશક્તિમાં વધારો થાય છે. આમ કરવાથી તમે આખા દિવસમાં જે પણ ખાધું હશે એ બધુ જ પચી જાય છે. ઉએના સિવાય ગ્રીન ટી શરીરમાં વધારાની ચરબીના થરને પણ ભેગી થવા દેશે નહી. તો ચરબી ઘટાડવા માટે રોજ રાત્રે સૂતી વખતે ગ્રીન ટી પીવાનું રાખો.

પૂરતી ઊંઘ લેવી :

નિષ્ણાતો દ્વારા થયેલી શોધ અનુસાર ઊંઘ અને વધારે પડતાં વજનને ખૂબ જ ગાઢ સંબંધ છે. એવું કહેવામાં આવે છે, કે જો તમે પૂરતા પ્રમાણમાં ઊંઘ નહીં લો તો પણ તમારું વજન વધે છે. માટે વજન અને ચરબી ઘટાડવી હોય, તો રોજ પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવાનું રાખો. તમને અચૂક ફાયદો થશે.

લીંબુ, આદું અને મધનું મિશ્રણ :

સાથે જ આજે અમે તમારા માટે લઈને આવેલ છીએ કુદરતી ઔષધિઓમાંથી બનેલ એક એવા ઘરેલું નુસખો જેનું રોજ બે ચમચી સેવન કરવાથી પેટની ચરબી ૧ cm સુધી ઘટી જાય છે. આ ઘરેલું નુસખો ન માત્ર ચરબીને ઓગાળે છે પણ સાથે જ સાથે તે આરોગ્યના બીજા લાભ પણ પુરા પાડે છે, જેવા કે યાદશક્તિ તેજ કરવી, નબળી દૃષ્ટિ અને ઓછુ સાંભળવાની સમસ્યા. આ નુસ્ખાને ઘરે તૈયાર કરવા માટે તમારે નીચે જણાવેલ ઔષધિઓની જરૂરિયાત રહેશે.

સામગ્રી :

૧/૪ કપ ઠંડુ પાણી

૨ cm આદુનો ટુકડો

૨ ચમચી તજ પાવડર

૩ ચમચી મધ

૪ લીંબુ

રીત :

પહેલા લીંબુને નીચોવી લો અને બીજી વસ્તુઓ પણ નાખીને સારી રીતે બ્લેન્ડરથી મિક્સ કરો. સારી રીતે મિક્સ થયા પછી તમારો નુસખો તૈયાર છે. આ મિશ્રણને કાચ કે જારમાં કાઢીને ફ્રિજમાં રાખી દો. રોજ આ મિશ્રણને દિવસમાં ૨ વખત (૧-૧ ચમચી) સેવન કરો. આ પ્રક્રિયાને ૨ અઠવાડિયા માટે સતત ચાલુ રાખો અને પછી ૨ અઠવાડિયાનો આરામ લો અને ફરી રીપીટ કરો.