કમળ કાકડી ઔષધીય ગુણોથી ભરપૂર છે, જાણો આના સ્વાસ્થ્ય લાભ અને તમે પણ કરો એનો ઉપયોગ

0
3464

કમળ કાકડી વિષે તમે થોડું ઘણું જાણતા હશો. કમળ કાકડી એક હેલ્દી ફૂડ છે, જે ચાઈનીઝ કુજિન અને દવાઓમાં સૌથી વધારે ઉપયોગ થતી વનસ્પતિ છે. આમાં ઘણા બધા પોષક તત્વ હોય છે, જે મેડિકલની દુનિયા માટે ફાયદકારક હોય છે.

જણાવી દઈએ કે કમળ કાકડીમાં વિટામિન, થાઈમિન, ઝીંક, વિટામિન સી, વિટામિન બી 6, મિનરલ, પોટેશિયમ, મેગ્નીશિયમ, આયર્ન અને એવા ઘણા પોષક તત્વ સમાયેલા હોય છે. જે ઘણા મોટા મોટા રોગોને દૂર કરી શકે છે. કમળ કાકડીને અંગ્રેજીમાં ‘લોટસ સ્ટેમ’ કહેવાય છે. આને પોતાનો જ સ્વાદ હોય છે. આપણે ત્યાં ઘણા બધા ઘરોમાં આનું અથાણું, ચિપ્સ, ભજીયા અને શાક બનાવવામાં આવે છે, જે દરેકને પસંદ આવે છે.

શાકમાર્કેટમાં કમળ કાકડી જોઇને તમે આ શાક ખરીદ્યું નથી, તો આજે અમે તમને એના ગુણો વિષે જણાવી દઈએ, જેથી તમને બીજી વખત જયારે તમને બજારમાં કમળ કાકડી દેખાશે તો એક વાર જરૂર એનો ઉપયોગ કરશો.

કમળ કાકડી ખાવાના ફાયદા :

શરીરના માટે ફાયદાકારક :

કમળ કાકડીનો રસ ચામડી માટે ઘણો ફાયદાકારક છે. એનો મોં, હાથ અને પગ પર લેપ કરવાથી તે ફાટતા નથી અને એમના સોંદર્યમાં વધારો થાય છે.

પથરીથી મળે છે રાહત :

જણાવી દઈએ કે કમળ કાકડી તમારા શરીર માંથી ટોકસીનને દુર કરે છે, અને નિતમિત રૂપથી કમળ કાકડીનું સેવન તમારા શરીરમાં પથરીની આશંકા પણ ઓછી કરે છે. જો પથરી થઇ હોય તો કમળ કાકડી તમને રાહત પણ આપે છે.

બેહોશી (બેભાન થવું) થશે દુર :

આ ફાયદો થોડો અલગ છે. કમળ કાકડી ખાવી કે કમળ કાકડી અને ડુંગળીનો રસ મિક્ષ કરીને પીવાથી દારૂનો નશો ઉતરી જાય છે. બેહોશીમાં કાકડી કાપીને સુંઘાડવાથી ભાન આવે છે.

શરીરની સફાઈ માટે છે ઉત્તમ :

એ વાત તમે જાણો છો કે આપણા શરીરમાં પાણીની માત્રા શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. સાથે જ કમળ કાકડીનું સેવન કરવાથી તમારા શરીરમાં વગર કામના પદાર્થો પણ બહાર નીકળે છે.

ગરમીમાં આપે છે રાહત :

કમળ કાકડીના બીજને પીસીને તેને ઠંડાઈમાં નાખીને પીવાથી ઉનાળાની ઋતુમાં ગરમી જન્ય વિકારોથી છુટકારો પ્રાપ્ત થશે.

રોગપ્રતિકારક શક્તિ થશે મજબુત :

જણાવી દઈએ કે કમળ કાકડીમાં ખનીજોની માત્રા પણ ભરપુર હોય છે. આખા દિવસ દરમ્યાન તમારા શરીરમાં જેટલા વિટામીન જોઈએ છે, કમળ કાકડી લગભગ એ બધાને પુરા કરી આપે છે. આમાં વિટામીન એ, બી, સી હોય છે જે તમારા શરીરને ઘણા પ્રકારની વસ્તુઓ માટે તૈયાર કરી શકે છે, અને સાથે જ તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ મજબુત કરે છે.

ગર્ભવતી સ્ત્રી માટે ઉપયોગી :

કમળ કાકડીનું મૂળ ૧૦ ગ્રામને એક કપ દૂધ અને એક કપ પાણીમાં મિક્ષ કરીને ધીમા ગેસ પર ઉકાળો. જયારે દૂધ શેષ રહી જાય ત્યારે સ્ત્રીને પીવડાવવાથી ગર્ભાવસ્થામાં થવા વાળી ઉંદરશુલથી મુક્તિ મળે છે.

પેટની બીમારીઓથી રાહત :

કમળ કાકડીના નિયમિત સેવનથી પેટ સાથે જોડાયેલી બીમારીઓ પણ ઓછી થઇ જાય છે. એટલા માટે તમે આનું સેવન કરી શકો છો, અને સ્વાસ્થ્ય ભરેલ જીવન જીવી શકો છો.

શ્વેત પ્રદર રોગમાં લાભકારી :

કમળ કાકડીની મીગી એક તોલા, સફેદ કમળની પાંખડી એક તોલા, જીરું અડધો ચમચી અને મિશ્રી (સાકર) એક ચમચી બધાને સારી રીતે પીસીને સેવન કરવાથી શ્વેત પ્રદર રોગમાં લાભ થાય છે.

પેશાબ અટકવાની સમસ્યા થશે દુર :

કમળ કાકડીના રસમાં સાકર મિક્ષ કરી એનું સેવન કરવાથી પેશાબ અટકતો હોય તો એ સમસ્યા દુર થાય છે.

ત્વચા બનશે ચમકદાર :

કમળ કાકડીના બીજ પાણીની સાથે પીસીને ચહેરા પર લેપ કરવાથી ચહેરાની ત્વચા સ્વસ્થ અને ચમકદાર થાય છે.