આ રીતે ફક્ત 6 રૂપિયામાં તૈયાર કરો મચ્છર, માખી ભગાડવા વાળું રીફીલ, દર મહિને 75000 રૂપિયાની કમાણી થશે

0
1559

તમારા માંથી ઘણા બધા લોકો મચ્છર ભગાડવા માટે ઓલઆઉટ, ગુડનાઈટ કે કોઈ અન્ય લીક્વીડ વાળા યંત્રનો ઉપયોગ કરતા હશો. તે વીજળીની મદદથી ચાલે છે. અને કદાચ તમને એ પણ ખબર હશે કે તમે જે એમાં રીફીલ વાપરો છો, એ રીફીલમાં ઘણા કેમિકલ હોય છે. તે કેમિલક ઘણા હાનિકારક હોય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, તે કેમિકલથી આંખમાં બળતરા થયા છે, માથામાં દુ:ખાવો થાય છે, શ્વાસની સમસ્યા થાય છે અને એનાથી શરીરમાં તેમજ ચામડી પર એલર્જી થવી પણ ખુબ સામાન્ય વાત છે. પણ આજે અમે તમને જે રીફીલ વિષે જણાવીશું તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી. આજે અમે તમને જે રીત જણાવવા જઈ રહ્યા છીએ, તેના વડે તમે એકવારમાં 29 રીફીલ ભરી શકો છો.

મિત્રો અમે જે રીફીલની વાત કરી રહ્યા છીએ એને તમે ઘરે જ બનાવી શકો છો. એને બનાવવા માટે સૌથી પહેલા એક લીટર લીમડાનું તેલ લઈ લેવાનું છે. એનો હોલસેલની કિંમત છે 150 રૂપિયા/લીટર છે. (તમે સસ્તામાં આને ઘરે પણ બનાવી શકો છો.) અને બજારમાં કપૂરની ગોળીઓ આવે છે જેમાં 10 થી 15 ગોળીઓ આવે છે અને તેને પણ હોલસેલમાં લઈએ તો તે પણ 10 થી 15 રૂપિયામાં પડી જાય છે.

તો સૌથી પહેલા તમારે 10 કપૂરની ગોળીઓ લેવાની છે, અને તેને પીસી લેવાની છે. ત્યારબાદ એને 1 લીટર લીમડાના તેલમાં મિક્ષ કરી દેવાની છે. આને સારી રીતે મિક્ષ કરી દેવાનું છે. મિત્રો એક કપૂરની ગોળી 2 ગ્રામની હોય છે, એટલે આપણું કુલ મિશ્રણ 1020 ml નું થઈ જાય છે. અને બજારમાં જે તૈયાર લીક્વીડ વાળી રીફીલ આવે છે તે 35ml ની આવે છે. એટલે આ કુલ મિશ્રણથી તમે 29 રીફીલ ભરી શકો છો. આ રીતે 5.52 રૂપિયામાં તમારી એક રીફીલ ભરાઈ જશે.

હવે સૌથી ખાસ અને જરૂરી વાત જે આવે છે, તે છે આને બનાવ્યા પછી એનું વેચાણ કેવી રીતે કરવાનું? આપણે વેચાણ કરીશું તો ગ્રાહક એને ખરીદશે કેમ? તો એના માટે ગ્રાહકને આના ફાયદા વિષે જણાવો, કે આનાથી મચ્છરોની સાથે સાથે માખીઓ પણ ભાગે છે. અને આની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી. આ કેમિકલ રહિત રીફીલ 100 ટકા કામ કરે છે.

તમે તમારા મિશ્રણને ગ્રાહક પાસે રહેલી ખાલી બોટલમાં ભરીને આપી દો. આમાં બંનેનો ફાયદો છે. એક તો ગ્રાહકને મશીન કે રીફીલ બદલવાની જરૂરત પડતી નથી, અને બીજો તમારે રીફીલ નવી ખરીદવી પડતી નથી. અને જો તમે નવી રીફીલ લેવા માંગો છો, તો તમને 3 થી 4 રૂપિયામાં નવી રીફીલ લઈ શકો છો. જો તમે ગ્રાહકની ખાલી રીફીલમાં જ ભરવા માંગો છો, તો તમે ગ્રાહકને ઓફર આપી શકો છો, કે તમે જો જૂની રીફીલ લઈને આવો છો તો તમને 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આને તમે હોલસેલના ભાવે દુકાન વાળાને પણ આપી શકો છો. તમે આને 100 રૂપિયાની ત્રણ વેચી શકો છો. આવી રીતે તમે 1 રીફીલ 33 રૂપિયામાં વેચો છો, અને તમને એક રીફિલમાં 25 રૂપિયા નફો કમાવો છો. અને તમે લગભગ દિવસના 100 રીફીલ પણ વેચાણ કરો છો તો તમને 1 દિવસમાં 2500 રૂપિયા જેટલો નહો થાય છે, અને તમે મહિને 75 હાજર રૂપિયા જેટલો નફો મેળવી શકો છો.