શુક્રવારે કરો મહાલક્ષ્મી સાથે આમની પણ પૂજા, કરી દેશે તમને માલામાલ

0
2141

21 મી સદીમાં મનુષ્ય પૈસા કમાવા માટે તનતોડ મહેનત કરે છે. તે દિવસ-રાત કોઈને કોઈ કામ વિષે વિચારતો જ રહે છે, જેથી તે પોતાના જીવનમાં સફળતા મેળવી શકે. આજના સમયમાં સફળતાનો અર્થ એવો થાય છે કે વ્યક્તિ પોતાના જીવનમાં સંપત્તિ મેળવે એટલે કે પૈસા કમાય. આજકાલ એવું માનવામાં આવે છે કે તમારા જીવનમાં વધારે પૈસા છે, તો તમારું જીવન વધારે સફળ છે. અને તમે વધારે પૈસા નથી કમાઈ શકતા તો તમે સફળ નથી એવું માનવામાં આવે છે.

આપણા શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે જો ધન-સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી હોય તો, મનુષ્યએ ધનની દેવી લક્ષ્મીમાતા અને કુબેર દેવની ઉપાસના કરવી જોઈએ. આમ કરવાથી કુબેર દેવ વ્યક્તિ પર પ્રસન્ન થાય છે અને તમારા ઘર પરિવારમાં ધનની કોઈ અછત નથી રહેતી. ચારેય દિશાઓ માંથી તમારા ઘરમાં ધનનું આગમન શરૂ થઈ જાય છે.

પણ તમારા મનમાં એ પ્રશ્ન થતો હશે કે કુબેર દેવને પ્રસન્ન કરવા માટે શું કરવું? તો આવો એના વિષે પણ જણાવી દઈએ. એ જાણવા પહેલા કુબેર દેવ વિષે થોડી વાતો જાણી લઈએ.

મહાદેવે પ્રસન્ન થઈને કુબેરને શોંપી આ જવાબદારી :

જણાવી દઈએ કે પૌરાણિક કથાઓ અનુસાર કુબેર પહેલા એક સામાન્ય માણસ હતાં. તેમણે ભોલેનાથની કઠોર તપસ્યા કરી હતી. એટલે ભોલેનાથે પ્રસન્ન થઈને તેમને સમગ્ર સંસારની સંપત્તિના અધિપતિ નિયુક્ત કર્યા. હવે એમની પ્રસન્નતાનું કોઈ માપ રહ્યું નહીં અને એમના મનમાં એક જ દિવસમાં લાલચે ઘર બનાવી લીધું. આથી એમને પાઠ ભણાવવા ભોલેનાથે તેમના પુત્ર ગણેશને એમની પાસે મોકલ્યા.

ગણેશજીએ ભણાવ્યો પાઠ :

સંપતિ મળતા કુબેર દેવે એકવાર બધા દેવતાઓ માટે ભોજનનું આયોજન કર્યુ હતું, ત્યારે ગણેશજીએ સૌથી પહેલા ત્યાં પહોંચીને બધું ભોજન સમાપ્ત કરી નાખ્યું. ગણેશની ભૂખ શાંત કરવાં કુબેરની બધી સંપતિ સમાપ્ત થવા લાગી. ત્યાં સુધી કે ગણેશજી પોતાની ભૂખ સંતોષવા કુબેરને આરોગવા તૈયાર થઈ ગયા. ત્યારે કુબેરને પોતાની ભૂલ સમજાય. તેમને સમજાયું કે પોતાની શક્તિનો ખોટો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ જ અનુભવ પછી તેઓ ધનના દેવ કુબેરના રૂપમાં સ્થાપિત થઈ ગયા. માટે જયારે પણ લોકોને ધનની પ્રાપ્તિ કરવી હોય તો ધનના દેવ કુબેરની પૂજા કરે છે.

કુબેર યંત્ર :

કુબેર યંત્ર તાંબાથી બનેલી એક પ્લેટ સમાન હોય છે જેની પર કુબેર દેવનું યંત્ર બનેલું હોય છે. આ યંત્રમાં 72 કતાર(સમૂહ, હાર) અને 72 વર્ગ(વિભાગ) હોય છે. જીવનમાં સુખ સંપન્નતા અને એશ્વર્યની પ્રાપ્તિ માટે 72 ના અંકને શુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે આ યંત્રને તમે પોતાના ઘર ઓફિસ કે દુકાનમાં મુકી શકો છો. તેમજ જો તમે એનું સારું ફળ મેળવવા માંગો છો, તો તમારે એની નિયમિત રૂપથી પૂજા કરવી જોઈએ.

પણ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કે કુબેર યંત્રને હંમેશા એક સમતલ સપાટી પર રાખવું જોઈએ. પણ જો તમે એને લટકાવીને રાખવા માંગો છો, તો ધ્યાન રહે કે એનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ હોવું જોઈએ. તેમજ એ તમારી આંખની સામે હોવું જોઈએ. રોજ પૂજા-પાઠ કરતા પહેલા કુબેર દેવ સામે સુગંધિત અગરબત્તી પ્રગટાવવી જેથી સકારાત્મક ઉર્જા ઘરની અંદર આવે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય. સાથે તમે નીચે જણાવેલા મંત્રનું ઉચ્ચારણ કરો.

કુબેર યંત્રની મધ્યમાં ધ્યાન કેન્દ્રિત કરતા આ કુબેર મંત્રનો જપ શરુ કરો.

ॐ श्रीं ह्रीं क्लीं श्रीं क्लीं वित्तेश्वराय नमः॥ (ૐ શ્રીં હ્રીં ક્લીં શ્રીં ક્લીં વિત્તેશ્વરાય નમઃ)

બીજી એક ખાસ વાત એ છે કે તમે ઉપર જણાવેલ આ મંત્રનો રોજ ઓછામાં ઓછા 21 અથવા 108 વાર જપ કરો.

જણાવતાં જઈએ કે શુક્લ પક્ષના કોઈ પણ શુક્રવારની રાત્રે તમે કુબેર દેવની પૂજા આરંભ કરી શકો છો. સવારના સમયે રોજ કામ પર જતા પહેલા કુબેર દેવના આશીર્વાદ લો. અને જો તમે આવું કરો છો તો તમારા જીવનમાં પરિવર્તન ઘણુ જલ્દી નજરે આવવા લાગશે, અને તમારા કાર્યોમાં બરકત થવા લાગશે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે.