મહાબલી હનુમાનની આ 5 ખાસ વાતો, જીવનમાં અપાવશે અપાર સફળતા, જય બજરંગબલી

0
1219

મિત્રો આ કળીયુગમાં બજરંગબલી કે કહીએ તો મહાબલી હનુમાન જ એકમાત્ર એવા દેવતા છે, જે પોતાના ભક્તોની થોડી ઘણી ભક્તિથી પણ પ્રસન્ન થઇ જાય છે. તે પોતાના ભક્તોના બધા દુઃખોને હરી લે છે. એ વાત તો આપણે જાણીએ છીએ કે, હનુમાનજી ભગવાન શિવના રુદ્ર અવતાર અને પ્રભુ શ્રી રામના પરમ ભક્ત છે. હનુમાનજી પોતાના ભક્તોના જીવનની બધી અડચણો દૂર કરે છે, અને એમના જીવનમાં સુખ લાવે છે.

અને એટલે જ મોટાભાગના વ્યક્તિઓ હંમેશા હનુમાનની પૂજા-અર્ચના કરે છે, જેથી એમને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થતી રહે. જો આપણે હનુમાનજીના જીવનને ગંભીરતાથી સમજીએ, તો એ વાત સમજમાં આવે છે કે, એમના સિદ્ધાંતોનું પાલન કરીને વ્યક્તિ પોતાના જીવનને ખુશાલ બનાવી શકે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી મહાબલી હનુમાનજીની એ વાતો વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેને પોતાના જીવનમાં ઉમેરીને તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો.

આવો જાણીએ મહાબલી હનુમાનજીની આ વાતો વિશે.

૧. સંવાદ કૌશલ્ય :

મિત્રો એ વાત ઘણે અંશે સાચી થઈ રહી છે કે, આજકાલના સમયમાં ઘણી બધી વ્યક્તિઓ એવી છે કે, જે પોતાના સંવાદ કૌશલ્ય એટલે કે કોમ્યુનિકેશન સ્કિલની અછતને કારણે અસફળતાનો સામનો કરે છે. તો જણાવી દઈએ કે, જો તમે હનુમાનજીના જીવનથી સંવાદ કૌશલ્યની કળા સીખી લેશો, તો તમે પોતાના જીવનમાં અવશ્ય સફળ થશો. તમને રામાયણમાં હનુમાનજીના સંવાદ કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ જોવા મળશે.

જયારે અશોક વાટિકામાં માતા સીતા સાથે હનુમાનજીની પહેલી વખત મુલાકાત થઇ, ત્યારે  થોડીવાર સુધી હનુમાનજી એજ વિચારતા રહ્યા કે, સીતાજી સાથે વાત કઈ રીતે કરવી? એમનું વાનર રૂપ જોઈને માતા સીતા ગભરાય તો નહીં જાયને? અને એવું થાય તો સીતાજી એમની વાતો પર કઈ રીતે વિશ્વાસ કરશે?

આ બધી વાતો એમના મનમાં ફરી રહી હતી, છતાપણ હનુમાનજીએ પોતાના સંવાદ કૌશલ્યથી જ માતા સીતાને એ વિશ્વાસ અપાવ્યો કે, તે ભગવાન શ્રી રામના જ દૂત છે. મનમાં પ્રશ્નો ફરતા રહે પણ આપણે પોતાની જાત પર વિશ્વાસ રાખીને જે પણ કહેવું હોય, તે સામે વાળાને સારી રીતે સમજાવવું જોઈએ.

૨. વિનમ્રતા :

રામાયણમાં જણાવ્યા અનુસાર પ્રભુ શ્રી રામના કહેવા પર હનુમાનજી લંકા જઈ રહ્યા હતા, એ સમયે સમુદ્ર ઓળંગતી વખતે સુરસા નામની એક રક્ષાસી એમને મળી. હનુમાનજી પહેલાં એની સાથે લડ્યા પણ જયારે એમને વિચાર આવ્યો કે આવું કરવાથી એમનો સમય વ્યર્થ જાય છે. એટલે તેમણે વિનમ્રતા બતાવતા સુરસા સામે ત્યાંથી જવાનો આગ્રહ કર્યો. હનુમાનજીના આ વિનમ્ર સ્વભાવને જોઇને સુરસા ઘણી પ્રસન્ન થઇ અને તેમને લંકા જવા માટે કોઈપણ રોક-ટોક વગરનો માર્ગ બતાવ્યો.

૩. સંયમ :

મિત્રો જણાવી દઈએ કે, હનુમાનજીએ પોતાના સમગ્ર જીવનમાં ક્યારેય પણ સંયમ નથી તોડ્યો. એવું જાણવા મળે છે કે ભગવાન શ્રી રામની સેવા કરવા માટે તેમણે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યુ છે. હનુમાનજીએ પોતાના સંયમી જીવનથી પોતાના ભક્તોને એ સંદેશ આપ્યો છે કે, ખાનપાનમાં સાવધાની રાખવાથી અને સંયમિત દિનચર્યા અનુસરવાથી કોઈપણ રોગ તમારા શરીર પાસે ભટકશે નહીં. જો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી છે તો થોડું સંયમ રાખવું આવશ્યક છે.

૪. સમાધાન :

પૌરાણિક કથા અનુસાર આ સંસારમાં એવી કોઈપણ સમસ્યા નથી કે, જેનું સમાધાન મહાબલી હનુમાનજી પાસે ન હોય. કારણ કે મહાબલી હનુમાનજી હંમેશા પોતાના દરેક કાર્યને એકાગ્રતા સાથે પૂરું કરીને જ પાછા આવ્યા છે. રામાયણના એક પ્રસંગ પ્રમાણે રાવણની સેના સાથે યુદ્ધ દરમ્યાન લક્ષ્મણ જયારે બેભાન થઇ ગયા હતા, ત્યારે વૈદ્યે જણાવ્યુ કે સુમેર પર્વત પરથી સંજીવની નામની ઔષધી લાવવી પડશે.

અને એની જવાબદારી હનુમાનજીને સોંપાઈ. હવે જયારે હનુમાનજી એ ઔષધી લેવા ગયા, ત્યારે તેમને એ ઔષધી ઓળખવામાં મુશ્કેલી થઇ. આથી તેઓ આખો પર્વત જ ઉપાડીને લઇ આવ્યા. એટલા માટે ક્યારેય પણ વ્યક્તિએ સમસ્યાથી ઘભરાવાની જગ્યાએ એનું સમાધાન શોધવું જોઈએ.

૫. સમર્પણ :

જયારે પણ પ્રભુ શ્રી રામે હનુમાનજીને કોઈપણ કાર્ય આપ્યું, ત્યારે હનુમાનજીએ હંમેશા એ કાર્યને પૂર્ણ કરવા માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. ગ્રંથોમાં એવું જણાવવામાં આવે છે કે, હનુમાનજીએ હંમેશા સમર્પણની ભાવનાથી પોતાના દરેક કાર્ય પૂર્ણ કર્યા છે. એટલા માટે વ્યક્તિએ પોતાના કાર્ય પૂર્ણ કરવા માટે સમર્પણની ભાવના જરૂર રાખવી જોઈએ. કેમકે સમર્પણના ભાવથી જ કરેલા કાર્ય સફળ થઇ શકે છે.