મહાદેવે ઉપાડી લીધું છે પોતાનું ડમરું, હવે આ બે રાશીઓનું કોઈ કાંઈ નહિ બગાડી શકે

0
5867

હિંદુ ધર્મમાં માનવા વાળા દરેક લોકો દેવી દેવતાના પૂજા પાઠ કરી છે. અને હિંદુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓ છે. પરંતુ તે તમામ દેવતાઓ માંથી શિવજીનો મહિમા અપરંપાર છે. શિવ અનાદી છે, તેમની ન કોઈ શરૂઆત છે અને ન કોઈ અંત. તે સ્વયંભુ છે, તેમનો ન તો જન્મ છે અને ન તો ક્યારેય મૃત્યુ શક્ય છે.

પ્રાચીન ગ્રંથો અનુસાર તે સૃષ્ટિના વિનાશક પણ છે અને મહાદેવ પણ. તે રુદ્ર પણ છે અને શાંત ચહેરા વાળા બાબા ભોલેનાથ પણ. તેમનો ક્રોધ પણ ઘણો ભયંકર છે. દેવતાઓ અને દાનવો પણ એમના ક્રોધથી બચી નથી શક્યા, તો મનુષ્ય તો ન જ બચી શકે. પણ તેમને પ્રસન્ન કરવા પણ બીજા દેવી-દેવતાઓ કરતા ઘણા સરળ છે. ભગવાન ભોલેનાથે સમય સમયે પોતાના જુદા જુદા સ્વરૂપોના દર્શન દીધા છે.

અને એમના ભક્તોની સંખ્યા પણ ઘણી વધારે છે. તેમજ શિવ ભક્તોને ન તો મૃત્યુનો ભય રહે છે, ન તો રોગનો અને ન શોકનો. શિવ તત્વ તેમના મનને ભક્તિ અને તેમની શક્તિને સામર્થ્ય આપે છે. શિવ તત્વનું ધ્યાન મહામૃત્યુજય મંત્ર દ્વારા કરવામાં આવે છે. આ મંત્રના જાપથી ભગવાનની કૃપા મળે છે. શાસ્ત્રોમાં આ મંત્રને ઘણા દુ:ખોનું નિવારણ ગણાવવામાં આવ્યું છે.

તેમજ ભગવાન શિવનું વાહન વૃષભ એટલે બળદ છે. અને તે હંમેશા શિવની સાથે જ રહે છે. જાણકારી માટે જણાવી દઈએ કે વૃષભ ધર્મનું પ્રતિક છે. મહાદેવ આ ચાર પગ વાળા પશુની સવારી કરે છે, જે દર્શાવે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તેમની કૃપાથી જ મળે છે. આવી રીતે શિવ સ્વરૂપ આપણને દર્શાવે છે કે તેમનું રૂપ વિરાટ અને અનંત છે, અને એમની મહિમા અપરંપાર છે. તેમાં જ તમામ સૃષ્ટિ સમાયેલી છે.

હિંદુ ધર્મના શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવની કૃપા જે કોઈ વ્યક્તિ ઉપર થઇ જાય છે, તેનું નસીબ રાતો-રાત ચમકી જાય છે, અને તેમના જીવનના તમામ દુ:ખ, તકલીફ દુર થઇ જાય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, ઘણા સમય પછી એક એવો જ શુભ સંયોગ બની રહ્યો છે જેની અસરથી બે રાશીઓનું નસીબ ચમકવાનું છે. આજે અમે તમને એ બે રાશીઓના નામ જણાવીશું જેમને શિવજી પોતે માલામાલ કરવાના છે, તો આવો જાણીએ કઈ છે તે બે રાશીઓ.

મિથુન રાશી :

પહેલી રાશી છે મિથુન જેના પર શિવજીની કૃપા રહેવાની છે. આ રાશીના વ્યક્તિઓ ઉપર ભગવાન શંકરજીની અપાર કૃપા રહેવાની છે, જેથી તે પોતાના જીવનમાં ઘણા પ્રકારના અચાનક જ પ્રાપ્ત કરશે. તેમજ શિવજીની કૃપાથી તેમના તમામ અટકેલા કામો પુરા થતા જોવા મળી રહ્યા છે.

આ અઠવાડિયે તમારી આર્થિક સ્થિતિ ઘણી જ સારી રહેશે અને તમે તમારા વેપારમાં પણ પ્રગતી કરશો. તમારી ઉપર ખાસ કરીને ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહેશે, એ કારણ છે કે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ તકલીફો દુર થશે.

કર્ક રાશી :

તેમજ બીજી જે રાશી છે જેના પર શિવજી મહેરબાન છે તે કર્ક છે. અને આ મહાશુભ અવસર ઉપર ભગવાન શંકર કર્ક આ રાશી વાળા લોકો ઉપર ઘણી બધી ખુશીઓ અને ધનનો વરસાદ કરવાના છે. અને આ રાશિના જે વ્યક્તિઓ નોકરી કરે છે તેમના હોદ્દામાં પ્રગતી થશે. આ રાશીના જે વ્યક્તિ ધંધા સાથે જોડાયેલા છે, તેમના માટે આ ઘણો જ સારો સમય છે. કારણ કે પ્રભુની કૃપાથી તેમના ધંધાનો વિકાસ થશે અને ઘણા પ્રકારના નવા અવસર તેઓ પ્રાપ્ત કરશે.

તમે જીવનસાથી સાથે હવે ઘણો સારો સમય પસાર કરશો. જો તમારા કાર્યક્ષેત્રની વાત કરવામાં આવે તો આ અઠવાડિયે તમે તમારા કાર્યક્ષેત્રમાં પણ સખ્ત મહેનત કરશો અને તમને તમારી મહેનત મુજબ ફળની પ્રાપ્તિ થશે.