મહેંદીમાં આ 4 વસ્તુ મિક્ષ કરો અને સફેદ વાળને હંમેશા માટે કાળા કરો.

0
20901

દોસ્તો, તમે તમારા વાળને લગતી કોઈ પણ સમસ્યા વિષે વિચાર કરી લો. આ હેયર પેક તમારી બધી વાળની સમસ્યાનું નિરાકરણ કરશે. તમારા વાળ ઝડપી સફેદ થઈ રહ્યા છે, ખરે છે, તમને ટાલ પડવા લાગી છે, વાળ ખરી ગયા છે ટાલિયા થઈ ગયા છો, વાળમાં ચમક નથી, લચક નથી, રૂખા સુકા છે, નિર્જીવ છે, બે ફાડીયા વાળા વાળ છે, તમારા માથામાં ખંજવાળ આવતી રહે છે, કોઈ પણ તકલીફ તમે વિચારી શકો તો વિચારી લો. આ હેયર પેક તમને મદદ કરશે, તમે પુરુષ છો કે સ્ત્રી છો, બાળક છો તો પણ તમે તેને લગાવી શકો છો. જેમના વાળ વાઈટ થઈ ગયા છે તે પણ લગાવી શકે છે અને જેના વાળ કાળા છે, તે પણ તેને વાળ વધુ સારા કરવા માટે લગાવી શકે છે. લગાવવું ઘણું જ સહેલું છે, તો આવો જાણીએ થોડું એના વિશે.

તો સૌથી પહેલા ગેસ ચાલુ કરીને તેની ઉપર કડાઈમાં એક નાનો ગ્લાસ પાણી નાખીને રાખવું, તેના માટે લોખંડની કડાઈનો ઉપયોગ કરવો, અને તેના માટે લોખંડના જ વાસણનો ઉપયોગ કરજો. અને જો તમારી પાસે જો લોખંડનું કોઈ વાસણ નથી તો તમે કોઈ પણ વાસણનો ઉપયોગ કરી શકો છો, અને જો આપણે લોખંડના વાસણનો ઉપયોગ કરો તો આંબળા વધુ કાળો કલર આપશે, અને તેનાથી ફાયદો પણ તમને વધુ થશે. જેમ કે આપણે વિચારતા હોઈએ કે આપણા વાળ સમય પહેલા સફેદ ન થાય, સમય પહેલા ખરી ન જાય, માટે લોખંડના વાસણનો જ ઉપયોગ કરજો. અને આ હેયર પેકમાં જે વસ્તુ ઉપયોગમાં લેવામાં આવી છે તે છે આંબળા પાવડર, તે પેક તૈયાર મળે છે અને જો આપણે વાટેલા કે આખા આંબળાનો ઉપયોગ કરીએ તો તે પેક થોડું જાડુ બનશે. અને તેના માટે સારા જ પાવડર વાપરવો.

હવે તે પાવડર કડાઈના પાણીમાં નાખો, તેને પાંચ મિનીટ ગરમ થવા દઈશું, અને બાજુ ઉપર કાળા કાળા કુંડાળા થઈ ગયા છે તો આપણે આંબળાને ફેરવતા રહીશું. બીજું આની અંદર વાપરવામાં આવતી તમામ વસ્તુઓ સરળતાથી મળી રહે એવી છે. હવે તે ગેસ બંધ કરીને ઠંડુ થવા દેવાનું છે, ઠંડુ થયા પછી તેમાં બે ચમચી મેંદી ઉમેરી દઈએ, તો સૌથી પહેલા ભેળવીશું બે ચમચી મેંદી. કોઈ પણ લો પરંતુ હર્બલ મેંદી સારી રહેશે અને તે વાળને સારું પોષણ પણ આપશે, અને જો તમે તમારા વાળમાં મેંદી નથી લગાવતા તો તમે તે છોડી શકો છો અને જે લોકો લગાવે છે. તે તેમાં બે ચમચી તેમાં જરૂર નાખો, જે કલર કરે છે તેમને બે ચમચી વધુ નાખવું. જેથી તેનું કલર કરવાનું કામ પણ થઈ શકે. પછી વાળ ધોવા કેવી રીતે તે બધું આગળ જણાવીએ.

હવે તેમાં જે ઉમેરવાનું છે તે ભૃંગરાજ પાવડર. આ પાવડર વાળ માટે ઘણું ફાયદાકારક છે, જેટલી પણ તમારી વાળની સમસ્યા છે તે તમામના ઉકેલ ભૃંગરાજ પાસે છે. તમે પણ જાણતા હશો અને સાંભળ્યું પણ હશે જ. બે ચમચી ભૃંગરાજ પાવડર નાખી દેવો, અને આ પેકમાં એવી વસ્તુ ઉમેરવામાં આવશે. જે તમારા વાળ માટે ઉપયોગી હોય. હવે જે જેનો ઉપયોગ કરવાનો છે તે છે શિકાકાઈ પાવડર. શિકાકાઈ પાવડર વાળને અનેક ફાયદા આપે છે. વાળ ખરી જતા હોય, સુકા થઇ જતા હોય, ખંજવાળ બહુ આવતી હોય, વાળ સફેદ થતા હોય કોઈ પણ તકલીફ હોય, હર્બલ શિકાકાઈ પાવડર ઘણો જ ફાયદો આપે છે. બે ચમચી શીકાકાઈ પાવડર મિક્ષ કરી હલાવતા રહો, આ પેકને જો તમે રાત્રે બનાવીને રાખો મુકો છો, જે રીતે મેંદી બનાવીએ છીએ, તો તે સવારે લગાવીએ તો ઘણું સારું કામ આપે છે, જો તમારી પાસે સમય હોય તો ચાર પાંચ કલાક કે તેથી વધુ સમય આ વાસણમાં રહેશે તો ઘણું જ સારું બની જાય છે. હવે લેવાનું છે ગુલમહોરનો પાવડર. આ પાવડર વાળને ખુબ જ મજબુત બનાવાનું કામ કરે છે, વાળમાં સાઈનિંગ લાવે છે. તો બે ચમચી ગુલમહોરનો પાવડર પણ નાખીશું. આ પાવડર વધુ પણ ઉમેરી શકો છો, તેની સુગંધ પણ સારી આવે છે, તે ચમક અને મજબુતીમાં સારું કામ કરે છે. તો આ પેક બનીને થઈ ગયું છે તૈયાર.

તેને હવે આપણે રાત આખી મૂકી રાખીશું અને સવારે તે પેકને લગાવીશુ તો ધ્યાનથી સમજશો કે ક્યારે લગાવીશું? કેવી રીતે લગાવીશું તમામ વાતો. આ પેકને લગાવતા પહેલા વાળમાં તેલ ન હોવું જોઈએ. કેમ કે આ પેક લગાવ્યા પછી તમારે શેમ્પુ નથી કરવાનું, માત્ર પાણીથી જ વાળ ધોવાના છે. અને જો આવી ચીકાશ વાળી વસ્તુ નાખેલી હશે તો તમારે શેમ્પુની જરૂર પડશે જ, અને જો પેક લગાવ્યા પછી તેની ઉપર તમે શેમ્પુ કરો છો તો એવું કરવાનું નથી, કેમ કે તે એકથી બે કલાક રાખવાનું છે. તેનાથી વધુ સમય પણ રાખી શકો છો, જેથી વાળને વધુ ફાયદો થાય. તેને તમામ વાળ ઉપર લગાવી દેશો, અને તમારા વાળ લાંબા છે, તો જે ભાગ લાંબા વાળ છે ત્યાં ન લાગે તો પણ ચાલશે ઓછું લાગે તો પણ ચાલશે તેનો કોઈ પ્રોબલમ નથી. પરંતુ જે વાળના મૂળ છે તેમાં જરૂર લગાવવાનું છે, જેથી તમને સારું પરિણામ મળે. આમાં બીજુ ઉમેરીવાની જેમ કે ઈંડા કે તેવી બીજી કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી. કેમ કે આમાં જે વસ્તુ છે તે તમામ વાળ માટે ઘણી જ ઉપયોગી જ વસ્તુ છે.

આ પેક લગાવીને માથું પાણીથી જ ધોવું, ગરમ પાણીથી ન ધોવું. વાળ ધોયા પછી ડ્રાઈ વગેરે ન કરવું, અને તે રાત્રે વાળને સારી રીતે તેલની માલીશ કરવાનની છે, બીજા દિવસે તમે શેમ્પુ કરી શકો છો. આ પેકને અઠવાડિયામાં એક વખત જરૂર લગાવો. અને તમારા વાળ સફેદ છે અને તમે વાળ કાળા કરવા મેંદીનો ઉપયોગ કરો છો તો, તેમાં પણ બે ચમચી આ પેકની લઈ શકો છો.

તમારા વાળમાં ખંજવાળ આવતી હોય, વાળ ખરતા હોય, સફેદ થતા હોય કે કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો આ પેકને અઠવાડિયામાં એક વખત લગાવો, પછી તમને એવું થશે કે કાયમ માટે તે લગાવશો. તમારે વાળમાં કોઈ પણ જાતની તકલીફ નથી વાળ કાળા છે, તો પણ તે લગાવો, તો તમારા વાળ કાયમ માટે કાળા જ રહેશે.

આ ઘણું અસરકારક છે માટે લાખ્ખો ખર્ચ કરતા લોકોને ખાસ શેયર કરી વાંચવાની પ્રેરણા આપશો. જેથી ખોટી જગ્યાએ એમના રૂપિયા ખર્ચ થતા બચી જાય. જય હિન્દ…