આની ફક્ત 1 ચમચી તમારી મેંદીમાં મિક્ષ કરો અને તમારા સફેદ વાળોને કાળા કરો.

0
4309

સફેદ વાળ આજકાલ યુવાનોની પણ સમસ્યા બની ગયા છે. અને આજે અમે સફેદ વાળને કાળા કરવાં માટે એક હીના હેયર પેકની જાણકારી લઈને આવ્યા છીએ. આજે અમે જે પેક વિષે જણાવીશું, એમાં હીના પેક સાથે ઈન્ડીગો પાવડરનો ઉપયોગ કરવાનો છે. અને સફેદ વાળ માટે ઘણો જ ઉત્તમપ્રયોગ છે. અને તેનો ઉપયોગ કરવાંથી ડરવાની જરાપણ જરૂર નથી. કારણ કે તે વાળને જરાપણ નુકશાન નથી પહોચાડતું.

તેમજ જણાવી દઈએ કે સાથે સાથે આપણે આ જે ઈન્ડીગો હીના પેક બનાવીશું, તેનો સ્ત્રી અને પુરુષ તમામ ઉપયોગ કરી શકે છે. જો તમારા વાળ સફેદ છે તો પણ તેને કલર કરવા માટે ઉપયોગ કરી શકો છો, અને તમારે બહારની કોઈ ડાઈ લગાડવાની જરૂર રહેતી નથી. અને જો તમારા વાળ કાળા છે તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો આવો તે બનાવવાનું શરુ કરીએ.

પહેલા તો જણાવી દઈએ કે આ હીના પેક બનાવવા માટે લોખંડના વાસણનો જ ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા ૬૦ ગ્રામ હીના પાવડર લેવાનો છે. એને તમે નાની વાટકીમાં તમારા વાળના ગ્રોથના હિસાબે લો. હવે તેમાં એક ચમચી દહીં, અથવા એક ચમચી વિનેગર અથવા તો એક ચમચી લીંબુનો રસ, આ ત્રણ માંથી કોઈ પણ એક વસ્તુ નાખો.

જણાવી દઈએ કે જયારે આપણે કોઈ એસીડીક વસ્તુ હીના પાવડરમાં નાખીએ છીએ, તો એ ડાઈને રીલીઝ કરવામાં મદદ કરે છે. અને હીનાનો કલર તમારા વાળમાં આવે તે ઘણું જરૂરી છે. એટલા માટે આપણે લોખંડના વાસણનો ઉપયોગ કર્યો છે, જે કાળો કલર આપે છે. ત્યારબાદ તેમાં પાણી થોડું થોડું કરીને નાખવું, એકદમ ઠંડુ પાણી ન નાખવું, હળવું એવું ગરમ પાણી લેવાનું છે. અને તેમાં આપણે ચા કે કોફીના પાણીનો ઉપયોગ નહિ કરીએ. ઈન્ડીગોમાં પણ એવું જ બને છે કે, કોઈ ખાસ વસ્તુ નાખવી જરૂરી હોય છે, તો જ ઈન્ડીગો પોતાનો કલર ઉત્પન કરે છે.

મિત્રો તમને આજના આ હીના પેક વિષે જણાવવાનું કે, હીના પેકમાં આપણે કાળો કલર મેળવી શકીએ છીએ, અને આ જે આપણે બનાવી રહ્યા છીએ તેમાંથી બ્રાઉન કલર મળશે. હીના અને ઈન્ડીગો બન્ને કુદરતી રીતે વાળને કાળા પણ કરશે અને કન્ડીશનર પણ કરશે. અને આ તરત જ ચીકણો નહિ બને, પણ જયારે તે ફૂલી જશે ત્યારે ચીકણો બનશે.

હવે તમારે સૌથી પહેલા એ કરવાનું છે કે, તેના ફિક્સ માપનું ઢાંકણ લઈને એને બંધ કરી દેવાનું છે જેથી તેમાં હવા ન જાય. હીના પેકને સવારે નહિ પણ રાત્રે જ બનાવવું, જેથી હીના પેક સારી રીતે રીલીઝ થઈ શકે. અત્યારે તેમાં ઈન્ડીગો પાવડર નથી ભેળવવાનો. અને આ પેક લગાવીને પછી શેમ્પુ ન કરવું, તે લગાવતા પહેલા શેમ્પુ કરી લો, અને શેમ્પુ કરવાથી તમારા વાળ તૈલી થઈ જાય છે તો એક બે દિવસ પહેલા શેમ્પુ કરો, કેમ કે તૈલી વાળ હોવાથી ઈન્ડીગો પેક સારી રીતે લાગતું નથી.

તેમજ જણાવી દઈએ કે, આ પેકને ઓછામાં ઓછું ૩ કલાક જરૂર લગાવો. તે લગાવીને તેની ઉપર ટુવાલ લપેટી દેવો જેથી તે પેક એકદમ કડક નહિ થાય અને તમારા વાળ ખેંચાય પણ નહી. તેમજ તે ભીનું રહેવાથી અને જયારે એમાં ગરમી થાય છે, તો હીના પેક તમારા વાળમાં કલર રીલીઝ કરે છે, જેથી વાળને એકદમ પેક કરીને રાખવાના છે. અને કલર પણ સારો રીલીઝ થશે અને સાથે સાથે ગરમીથી રીલીઝ થશે.

તો ઈન્ડીગો ૨૪ થી ૪૮ કલાકમાં પોતાનો ઘાટો કલર આપે છે. અને જો તમે તે પહેલા વાળને શેમ્પુ કરી લીધું તો તમને તે ડાય વાળો કલર નથી મળતો, તો બે દિવસ શેમ્યું નથી કરવાનું. આ પેક લગાવ્યા પછી એક વાત ધ્યાન રાખવું કે, બજારની વસ્તુ લગાવવાની જરૂર જ નહિ રહે. એક વાત છે કે કુદરતી વસ્તુ એકદમથી કાળો રંગ નથી આપી શકતું. એક કે બે વખત લગાવવાથી સારો કલર મળે છે, પછી જોશો કે તમારે બહારની ડાઈની જરૂર જ નહિ રહે, અને તમે ૧૫ દિવસમાં એક વખત આ પેક લગાવતા રહો, જેથી તમારો વાળનો કલર સરસ રહેશે.

હવે તમે આને કોઈ ગરમ જગ્યાએ મુકો જેથી તેનો કલર સારી રીતે રીલીઝ કરી આપે. અને બીજા દિવસે સવારે તેમાં ઈન્ડીગોનું પેક ભેળવવું. હવે આ હીના પેક ૮ કલાક કે ૧૨ કલાક પછી તૈયાર થઈ ગયું છે. હવે તેને ખોલો અને જોઈ લો તો તેમાં હીના પેકની આજુબાજુ કાળા કલરનું આવરણ થઈ ગયું છે, જે જણાવે છે કે હીનાની ડાઈ રીલીઝ થઈ ગઈ છે. તેને હલાવીને સારી રીતે મિક્ષ કરી લઈએ, આ કેટલો કાળો રંગ કરી દીધો છે. અને તેને સારી રીતે હલાવીને એક કરી આપીએ જેથી તેમાં ગઠ્ઠા ન રહે, અને તે પેસ્ટ બની જાય. અને ૬૦ ગ્રામ હીના પાવડર છે તો તેમાં ૩૦ ગ્રામ ઈન્ડીગો લેવાનું છે.

મિત્રો આ ઈન્ડીગો પેક બનાવવા માટે સૌથી પહેલા તો બે વાસણ લેવાના છે, અને હળવું ગરમ પાણી લેવાનું છે જે ઘણું જરૂરી છે. આમાં ઠંડુ પાણી ન નાખશો નહી તો તેની ડાઈ છે તે રીલીઝ થતી નથી અને કુદરતી કલર નથી મળતો. તો હવે લઈએ છીએ ઈન્ડીગો પાવડર ચાર ચમચી. આપણે ઈન્ડીગો પાવડર લઈએ તો આપણે મેંદીમાં દહીં વગેરે નાખ્યું હતું, તેવી રીતે આમાં ઉમેરવાનું છે થોડું મીઠું. કારણ કે તે ઈન્ડીગો રીલીઝ કરવા માટે આ ખુબ જ જરૂરી છે.

હવે તેને હલાવી લેવું અને એમાં થોડું થોડું કરીને પાણી નાખવું. એક વાત ધ્યાનમાં રાખવી કે ઈન્ડીગો પેક તમારે પહેલાથી બનાવીને રાખવાનું નથી, અને ન તો રાત્રે મેંદીમાં પલાળવાનું છે. એટલે કે ઈન્ડીગો પેકને તમારે ત્યારે જ બનાવવાનું છે, જયારે તમે તેને વાળ ઉપર લગાવવાના છો. કારણ કે તેને ફુલાવવું નથી પડતું, જેવું પાણી નાખી હલાવો એટલે પેસ્ટ જ બની જાય છે, અને ઝડપથી પેસ્ટ બની જાય છે. હવે આ ઈન્ડીગો પેસ્ટ તૈયાર થઈ ગયું, અને હીના પેકમાં હવે ભેળવીશું ઈન્ડીગો. અને તેને હંમેશા ચોખ્ખા વાળમાં જ લગાવવાનું છે, ત્યાર પછી બે દિવસ સુધી શેમ્પુ નથી કરવાનું.