આ મહિલા દિવસે હોય છે એક સાધારણ કામવાળી બાઈ, પરંતુ રાત પડતા જ કરે છે આવું કામ, જુઓ.

0
3167

મિત્રો પોતાનું સપનું પૂરું કરવું અસંભવ નથી હોતું. જો તમારામાં ધગશ હોય તો તમે તમારું કોઈપણ સપનું પૂરું કરી શકો છો. અને જયારે માણસની અંદર કાંઈક કરી દેખાડવાની જીજ્ઞાસા જાગે છે, તો તે પછી કોઈપણ પરિસ્થિતિમાં પોતાનું સપનું પૂરું કરવાનો રસ્તો શોધી જ લે છે. અને તે વાતનું એક તાજું ઉદાહરણ મુંબઈમાં જોવા મળ્યું છે. અહિયાં એક ૪૩ વર્ષની મહિલા રોજ દિવસના ઘરોમાં જઈને ખાવાનું બનાવે છે, પરંતુ જેવી જ રાત થાય છે તો તે પોતાના સપના પુરા કરવામાં લાગી જાય છે.

એ મહેનતુ મહિલા છે દીપિકા મ્હાત્રે. દીપિકા દેખાવમાં તો એક સામાન્ય મુંબઈવાસી જ લાગે છે. પણ એમણે એ કરી દેખાડયું છે જે દરેક વ્યક્તિ નથી કરી શકતા. દીપિકા રોજ સવારે ૪ વાગ્યે ઉઠીને લોકલ ટ્રેનમાં ચડી જાય છે. ત્યાં તે ટ્રેનની અંદર લોકોને આર્ટીફીશીયલ જવેલરી વેચે છે. ત્યારબાદ તે 5 ઘરમાં જઈને ખાવાનું બનાવે છે, અને વાસણ પણ સાફ કરે છે.

આમ તો દીપિકાનું જીવન ઘણું જ વ્યસ્ત રહે છે. અને તે રોજ કામ કરવાં માટે પોતાના નાલા સોપારામાં આવેલા ઘરેથી મલાડ સુધીની મુસાફરી કરે છે. એમના ઘરમાં કુલ 5 સભ્યો છે. તેવામાં તેણે ઘર પણ સંભાળવું પડે છે. પરંતુ તેમ છતાં પણ દીપિકાએ પોતાના જીવનમાં થોડું હ્યુમર નાખીને પોતાના સપના પુરા કરવાની રીત શોધી કાઢી છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, દીપિકા દિવસ આખાનું કામ પૂરું કરીને રાત્રે એક સ્ટેન્ડઅપ કોમેડિયન (હાસ્ય કલાકાર) બની જાય છે. વર્તમાન સમયમાં તે પોતાના હાસ્યના શો કરે છે, અને લોકોના ચહેરા ઉપર આનંદ લાવે છે. દીપિકા મજાકમાં કહે પણ છે કે, ‘હંમેશા હાસ્ય કલાકારો કામવાળી બાઈ વિષે વાત કરીને જોક્સ બનાવતા હોય છે, પરંતુ હવે એક કામવાળી બાઈ પોતે તેમને જોક્સ સંભળાવશે.’

જણાવી દઈએ કે જયારે દીપિકાને એવું પૂછવામાં આવ્યું કે, એક કામવાળી બાઈ તરીકે જીવન પસાર કરનાર સામાન્ય મહિલાને સ્ટેન્ડઅપ કોમેડી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? તો એમણે એનો જવાબ આપતા કહ્યું કે, “તેની શરુઆત ત્યારે થઈ, જયારે મારી માલિક સંગીતા દાસ મેડમે સોસાયટીમાં કામવાળી બાઈઓ માટે એક ટેલેન્ટ શો રાખ્યો હતો.

આમ તો કોઈ પોતાના ઘરે કામ કરવાં વાળા લોકો માટે આવું કરતા નથી. પરંતુ મારી મેડમ થોડી સોશિયલ વર્કર ટાઈપ છે એટલા માટે તે આવું કરતી રહે છે. આ ટેલેન્ટ શો માં જયારે મારા હાથમાં માઈક આવ્યું તો મેં એક પછી એક ઘણા બધા જોક્સ સંભળાવી દીધા. આ જોક્સ સાંભળીને લોકોને ખુબ મજા આવી. અને લોકો ખુબ હસ્યા.”

જયારે દીપિકા સોસાયટીના આ ટેલેન્ટ શો માં પરફોર્મ કરી રહી હતી, તો હિન્દુસ્તાન ટાઈમ્સમાં કામ કરવા વાળી Rachel Lopez એ તેના ટેલેન્ટને ઓળખી લીધું, અને તેને આ ક્ષેત્રમાં આગળ વધવાની સલાહ આપી. આ ક્ષેત્રમાં આગળ વધવા માટે જાણીતી હાસ્ય કલાકાર આદિતી મિત્તલે દીપિકાને ઘણી મદદ કરી.

અને આદિતીની મદદને કારણે દીપિકાને જીવનમાં પહેલી વાર કોઈ મોટા પ્લેટફોર્મ ઉપર પોતાનું ટેલેન્ટ દેખાડવાની તક મળી. અહિયાં લોકોએ જયારે એક સામાન્ય કામ વાળી બાઈને જોરદાર જોક્સ સંભળાવતા અને કોમેડી કરતા જોઈ તો તેમને ઘણી મજા આવી. દીપિકા સ્ટેજ ઉપર ઘણી આત્મ વિશ્વાસ ભરેલી જોવા મળતી હતી. તે કહે છે, “હું રોજ સવારે લોકલ ટ્રેનમાં હજારો લોકો સામે બિન્દાસ જવેલરી વેચું છું. આ આત્મવિશ્વાસ મને ત્યાંથી મળ્યો છે.”

વીડિઓ જુઓ :