જયારે મહિલાઓમાં આવશે આવા પરિવર્તન, ત્યારે થશે કળિયુગનો અંત, જાણો કઈ રીતે થશે દુનિયાનો અંત.

0
1768

દુનિયાનો અંત ક્યારે થશે એ પ્રશ્ન દરેકના મનમાં ઉઠતો હોય છે. અને એના વિષે તમે ઘણી વાર ન્યુઝ ચેનલ કે ન્યુઝ પેપરમાં સમાચાર પણ જોયા હશે. પરંતુ આજ સુધી દુનિયા એમ ને એમ જ છે. એનો અંત થયો નથી. પણ જણાવી દઈએ કે આ વિષયમાં દરેક ધર્મના ધાર્મિક ગ્રંથમાં લખવામાં આવ્યું છે કે, એક દિવસ દુનિયાનો સર્વનાશ તો થશે જ.

પણ એના કારણ દરેક જગ્યાએ અલગ-અલગ જણાવવામાં આવ્યા છે. હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથ ગીતામાં સંસાર અને વ્યક્તિ સાથે જોડાયેલી ઘણી બધી વાતો લખવામાં આવી છે, જે ભગવાન વિષ્ણુએ જણાવી છે. એ તો તમે જાણો જ છો કે ભગવાન વિષ્ણુ સંસારને ચલાવવા વાળા આ દુનિયાના રક્ષક છે. સંસારને ચલાવવાની જવાબદારી ભગવાન શંકરે એમને આપી હતી.

ભગવાન વિષ્ણુ પાસે સુંદરતા પણ છે અને તીવ્ર બુદ્ધિ પણ છે. એટલે એમને આ જવાબદારી મળી છે. કૃષ્ણએ ગીતામાં જણાવ્યું છે કે, કળિયુગની શરૂઆત ક્યારે થશે અને એનો અંત કેવી રીતે થશે. મહિલાઓમાં આવશે આ પરિર્વતન ત્યારે થશે કળિયુગનો અંત. એવું માનવામાં આવે છે કે આ દુનિયાનો અંત એક મહિલાને કારણે જ થશે. પરંતુ એ વાત કેટલી સાચી છે એ જાણવા માટે તમારે ગીતા વાંચવી પડશે.

મહિલાઓમાં આવશે આ પરિર્વતન ત્યારે થશે કળિયુગનો અંત :

1. કળિયુગ વિષે ભગવાન વિષ્ણુએ એવું જણાવ્યું છે કે, એની શરૂઆત સૌથી પહેલા સ્ત્રીના વાળથી થશે. જે વાળને સ્ત્રીનો શૃંગાર કહેવામાં આવે છે, કળિયુગમાં બધી મહિલાઓ પોતાના વાળ કાપવાનું શરુ કરી દેશે.

2. એમણે એ પણ જણાવ્યું હતું કે, જયારે લોકો પોતાના વાળને રંગવાનું શરૂ કરી દેશે, પછી તે મહિલા હોય કે પુરુષ. ત્યારે કળિયુગ શરુ થશે. દરેક લોકો પોતાના પ્રાકૃતિક રંગને રંગવાનું શરૂ કરશે, અને કળિયુગમાં કોઈના પણ વાળ કાળા અને લાંબા નહીં જોવા મળે.

3. તેમજ એમણે જણાવ્યું છે કે, જે દીવસે એક દીકરાએ પોતાના પિતા પર હાથ ઉઠાવ્યો, ત્યારથી સમજી લેવું કે કળિયુગ પોતાની ચરમ સીમા પર છે. કળિયુગમાં દરેક ઘરમાં કજિયા-કંકાશ થશે. કોઈ પરસ્પર હળી-મળીને રહેશે નહીં અને લોકો પોતાના જ ઘરમાં પોતાના સંબંધીને મારશે.

4. અને કળિયુગમાં કોઈ પણ વ્યક્તિ એક બીજાને સાચું નહીં બોલે. ન તો પતિ પત્નીને અને ન તો બાળકો માતા-પિતાને સત્ય કહેશે. દરેક જગ્યાએ ફક્ત અસત્યની જ બોલબાલા રહેશે અને સત્યની આંખ પર પટ્ટી બંધાય જશે.

5. કળિયુગ વિશે એવું પણ કહેવામાં આવ્યું છે કે, કળિયુગમાં છોકરીઓ જરા પણ સુરક્ષિત નહીં રહે. એમનું પોતાના ઘરમાં શોષણ કરવામાં આવશે. પોતાના ઘરમાં જ લોકો એની સાથે વ્યભિચાર કરશે, અને બાપ, દીકરી, ભાઈ, બહેન કોઈ સંબંધ વ્યવસ્થિત નહીં રહેશે.

6. જણાવી દઈએ કે એવું પણ કહેવામાં આવ્યું છે કે, કળિયુગમાં લગ્ન ફક્ત એક સમાધાન બનીને રહી જશે. પત્ની પોતાના પતિની ઈજ્જત કરશે નહીં, અને પતિ પોતાની પત્નીની ઈજ્જત કરશે નહીં. લગ્ન જેવા પવિત્ર બંધન પણ અપવિત્ર થઈ જશે. કોઈ પણ વિવાહીત જોડાનું જીવન વ્યવસ્થિત રીતે નહીં ચાલે.

7. જે રીતે સતયુગમાં લોકોની ઉંમર વધારે થયા પછી મૃત્યુ થતું હતું, પણ ઘોર કળીયુગમાં એવા ઘણું ઓછું જોવા મળશે. કળિયુગમાં જયારે કોઈનું મૃત્યુ થશે ત્યારે એની ઉંમર 20 થી 30 વર્ષની અંદર હશે અને એનું મૃત્યુ અકાળે કે પીડાદાયક રીતે થશે.

8. એમના જણાવ્યા અનુસાર કળિયુગમાં અપ્રામાણિકતાની બોલ-બાલા હશે, લોકો એક બીજાને ઠગીને પૈસા કમાશે. પૈસા માટે મનુષ્ય મનુષ્યનું ખૂન કરી દેશે, બીજાનો હક છીનવી લેશે. ત્યારે ઘોર કળિયુગ આવી જશે.

9. એવું પણ જણાવવામાં આવ્યું છે કે, કળિયુગમાં ન તો કોઈ કાયદા કાનૂન હશે અને ન વ્યવસ્થા. કોઈ કોઈનાથી ગભરાશે નહીં, બધા પોતાના મનનું કરશે, દરેક વ્યક્તિ પૈસા માટે કંઈ પણ કરશે.

10. કળિયુગમાં દેશમાં ચારેય તરફ દુકાળ અને ભૂખમરો ફેલાવા લાગશે, લોકો તરસ અને ભૂખથી મરવા લાગશે. અને જયારે એવું થશે ત્યારે કળયુગ પોતાની ચરમ સીમા સુધી પહોંચી જશે.

11. વિષ્ણુજીએ એવું જણાવ્યું છે કે, જયારે 7 વર્ષની કોઈ છોકરી બાળકને જન્મ આપશે, ત્યારે સમજી લેવું કે ઘોર કળિયુગ આવી ગયું છે. એના થોડા સમય પછી જ આ યુગનો અંત થઈ જશે.

12. વિષ્ણુજીના જણાવ્યા અનુસાર, તેઓ પોતે, બ્રહ્મા અને શિવ એક થઈ જશે. અને પછી તે ત્રણે મળીને આ યુગનો અંત કરી દેશે. કારણ કે એમણે આ સૃષ્ટિને બનાવી છે અને તેઓ જ એનો નાશ કરશે છે.

13. વિષ્ણુજીએ જણાવ્યું કે જયારે તેઓ ત્રણે (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) પર દરેક જણ હાવી થઈ જશે, ત્યારે આ યુગનો અંત કરી દેવામાં આવશે. જેમાં સૌથી પહેલા પ્રલય પાણીથી શરુ થશે, પછી અગ્નિથી અને ત્યારબાદ વાયુથી અને પછી અંતમાં પૃથ્વી તરફ થઈને આ યુગનો અંત થઈ જશે. ત્યાર બાદ એક નવા યુગની શરૂઆત થશે જ્યાં ફરીથી માત્ર સત્ય જ હશે.