શા માટે આ વૃદ્ધ મહિલાને મળવા માટે મોટા મોટા ફિલ્મી કલાકારો પણ જમીન પર બેસી જાય છે?

0
1842

મિત્રો તમે બધા જાણો જ છો કે, આપણા દેશના પ્રાધનમંત્રી નરેન્દ્ર મોદી રાજનીતિમાં આવતા પહેલા ચા વેચતા હતા. અને ચા વેચતા વેચતા ક્યારે તે પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચી ગયા એ એમને પણ ખબર ન પડી. અને હવે તો દેશ વિદેશના મોટા મોટા માણસો પણ એમની સાથે ચા પીવા માટે તરસે છે. કદાચ એને જ કિસ્મતનો ખેલ કહે છે, કે કાલ સુધી જે માણસ ચા વેચતો હતો એની સાથે ચા પીવા આજે લોકો લાઈન લગાવે છે.

આ ઉદાહરણ તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું થયું. પણ આજે અમે તમને આપના દેશની જ એક એવી વૃદ્ધ મહિલા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેની સાથે બોલીવુડના મોટા મોટા કલાકારો પણ જમીન પર બેસીને ચા પીવે છે.

અને તમે એ જાણીને નવાઈ પામશો કે, આ મહિલા કોઈ સેલિબ્રિટી પણ નથી અને ન તો એમનું કોઈ સેલિબ્રિટી બેકગ્રાઉન્ડ છે. છતાં પણ ફિલ્મી કલાકારો એમની પાસે ચા પીવા આવે છે. તમે પણ આ ખાસ મહિલા વિષે જાણવા માંગતા હશો. તો ચાલો તમને એમના વિષે વિસ્તારથી જણાવી દઈએ.

જાણકારી માટે જણાવી દઈએ કે, શેખર કપૂરે એકવાર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વૃદ્ધ મહિલાનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. જણાવી દઈએ કે આ મહિલા મુંબઈના રહેવાસી છે. અને હા આ વૃદ્ધ મહિલાને જોયા પછી, દરેકના મનમાં એ વિચાર જરૂર આવે છે કે, આ મહિલામાં એવી તે કઈ ખાસ વાત છે, જે બોલીવુડના કલાકારો એમની સામે જમીન પર બેસીને ચા પીવે છે.

મળેલી જાણકારી અનુસાર આ મહિલા ફક્ત ચા વેચવાનું જ કામ કરે છે. એમનો ચા નો એક ગલ્લો છે. જો કે આ મહિલાનો ગલ્લો જોયા પછી પણ દરેકના મનમાં એ વિચાર આવે છે, કે આ મહિલા પાસે એટલા પૈસા પણ નહીં હશે, જેટલા એક સામાન્ય ચા વેચવા વાળા પાસે હોય છે.

આ વૃદ્ધ મહિલાની અમે વાત કરી રહ્યા છીએ એમના પતિનું ઘણા વર્ષો પહેલા જ દેહાંત થઈ ગયું હતું. એમની પાસે ખાવા પીવા માટે માત્ર થોડા ઘણા પૈસા હતા, અને એમની રાખવા માટે એમનું કોઈ સંતાન નથી. એટલે પોતાનું ગુજરાન ચલાવવા માટે આ વૃદ્ધ મહિલાએ હિમ્મત કરી અને પોતાની ઝૂંપડીની બહાર જ ચા વેચવાનું શરુ કરી દીધું. આ વૃદ્ધ મહિલા પોતાની ઝૂંપડીની બહાર જ જમીન પર બેસીને ચા વેચે છે.

એવામાં એક વાર જાણીતા ફિલ્મ અભિનેતા જેકી શ્રોફે એમને જોયા. અને તેઓ એમની પાસે આવ્યા અને એ મહિલાના હાથની બનેલી ચા પણ પીધી. એમને ચા એટલી પસંદ આવી કે, આ વૃદ્ધ મહિલા પાસે તે ઘણીવાર ચા પીવા આવવા લાગ્યા અને એમની સાથે જમીન પર બેસીને ચા પીવા લાગ્યા.

અને આ સમાચાર ઇન્ડસ્ટ્રીમાં ફેલાયા અને જોત જોતામાં બીજા બોલીવુડ સ્ટાર્સ પણ આ મહિલાની ઝુંપડીની બહાર જમીન પર બેસી એમના હાથની ચા પીવા લાગ્યા. જો કે આ મહિલાની કિસ્મત તો બદલાય નથી, પણ આ મહિલાની મહેનત જોઈને દરેકનું માથું એમની સામે જરૂર નમી જાય છે.

અમે તો એ જ પ્રાથના કરીએ છીએ કે ભગવાન આ મહેનતી વૃદ્ધ મહિલાને હંમેશા સ્વસ્થ રાખે.