આ સાબુ એકવાર લગાવી દીધો તો બજારના બીજા સાબુ ભૂલી જશો

0
12279

મિત્રો ન્હાવા માટે તમે દરેક લોકો સાબુનો ઉપયોગ કરતા હશો. અને બજારમાં તમને સાબુમાં ઘણા બધા વિકલ્પ મળશે. તમને બજારમાં સુગંધ વાળા, દૂધ વાળા, મલાઈ વાળા, ફૂલ વાળા, ચંદન વાળા અને બીજા ન જાણે કેટલાય સાબુ મળશે. પણ એ દરેકમાં કેમિકલની માત્રા જ વધારે હશે.

આ કેમિકલ આપણા શરીરને ઘણું બધું નુકશાન પહોંચાડે છે. જો તમે એનો એવો વિકલ્પ શોધી રહ્યા છો જે સંપૂર્ણ નેચરલ હોય અને કોઈ આડઅસર ન કરતો હોય, તો તમને જણાવી જણાવી દઈએ કે આજે અમે તમારા માટે એક વસ્તુ લઈને આવ્યા છીએ. અને એ છે લીમડો.

હવે તમે જાતે જ પોતાના ઘરે લીમડાનો સાબુ બનાવી શકશો છો. એના માટે આજે અમે તમારા માટે લીમડાનો સાબુ બનાવવાની રીત લઈને આવ્યા છીએ. આ રીતથી તમે તમારા ઘરે જ લીમડાનો સાબુ બનાવી શકશો. અને કેમિકલ વાળા સાબુથી છુટકારો મેળવી શકશો. લીમડાનો આ શુદ્ધ સાબુ તમને ઘણી બધી સમસ્યાઓ માંથી છુટકારો અપાવશે, અને તમારા શરીર પરથી બીમારી ફેલાવતા બેક્ટેરિયાનો નાશ કરશે.

લીમડાની મદદથી તમે તમારા શરીરના ખીલ અને ડાઘથી છુટકારો મેળવી શકશો. આ સાબુ એકદમ નેચરલ હોવાથી તમે કોઈ પણ જાતની ચિંતા વગર એનો ઉપયોગ કરી શકશો. આ સાબુ બનાવવાની રીત એકદમ સરળ છે.

લીમડાનો સાબુ બનાવવાની રીત :

સાબુ બનાવવા માટે તમારે તાજા લીમડાના પાન જોઈશે. તમે તાજા લીમડાની થોડી ડાળી માંથી એના પાન છુટા કરીને સારી રીતે પાણીથી ધોઈ લો. હવે એને મિક્સરના નાના જારમાં નાખો (એક બે મુઠ્ઠી જેટલા). અને એમાં માત્ર થોડું પાણી નાખી એનું ઘટ્ટ મિશ્રણ બનાવો. હવે તમે ગ્લિસરીન શોપ અથવા શોપ બેઝ લો. શોપ બેઝ તમને ઓનલાઇન પણ મળી જશે. ગ્લિસરીન શોપને તમારે છીણી લેવાનો છે.

તમે સાબુને આકાર આપવા માટે આઈસ્ક્રીમના કપ અથવા એ આકારના પાત્ર(પ્લાસ્ટિકની ડબ્બી) કે પછી બજારમાં મળતી સિલિકોન ડીસનો ઉપયોગ કરી શકો છો. પ્લાસ્ટિકની ડબ્બી કે આઇસ્ક્રીનમાં કપમાં થોડું વેસેલીન લઈને એની અંદરની ધાર પર લગાવી દો, જેથી સાબુ સરતાથી બહાર નીકળી જાય. જો તમે સિલિકોન ડીસ વાપરો છો તો એમાં કંઈ લગાવવાની જરૂર નથી.

હવે લીમડાની પેસ્ટમાં વિટામિન ઈ ની લીકવીડ કેપ્સ્યુલ નાખવાની છે. એ તમને બજારમાં સરળતાથી મળી જશે. તેમજ આપણી ત્વચા માટે પણ તે ઘણી ફાયદાકારક છે. સુગંધ માટે તેમાં તમે 2-3 ટીપા એસેન્શીયલ ઓઇલ કે ફ્રેગનેન્સ ઓઇલ નાખી શકો છો. હવે એને સારી રીતે મિક્સ કરી લો.

હવે જે છીણેલો સાબુ છે એને ઓગળવાનો છે. એના માટે તમે એક મોટા વાસણમાં 3/4 ભાગ જેટલું પાણી ભરો અને એને ગરમ કરવા મુકો. ત્યારબાદ પાણી ગરમ થાય એટલે બીજા એક નાના વાસણમાં છીણેલો સાબુ નાખી એને ગરમ પાણી વાળા વાસણમાં મુકો. ધ્યાન રહે કે તમારે છીણેલા સાબુને સીધો ગેસ પર ગરમ કરવાનો નથી.

ગ્લિસરીન સાબુ ઓગાળવા માંડે એટલે એને હલાવતા રહો. અને એ ઓગળી જાય એટલે એમાં આપણી લીમડાની પેસ્ટ નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે તેને તમારા લીધેલા કપ કે ડીસમાં ભરી લો. હવે એને ફ્રીઝરમાં મૂકી દો. એને તમે 35 થી 60 મિનિટ સુધી ઠંડા થવા દો. હવે તમે એને બહાર કાઢી લો. તો તૈયાર છે લીંમડાના સાબુ. તમે એને વાપરી શકો છો.