જાણો જવાન દેખાવાનું રહસ્ય : મહિનામાં એક વખત લગાવો આ વસ્તુ, ૭૦ વર્ષ સુધી રહેશે વાળ કાળા

0
14603

આજકાલની તણાવ ભરેલી અને ભાગદોડ વાળી જીવનશૈલીને કારણે લોકોના શરીરમાં ઘણી બીમારીઓ અને સમસ્યાઓ જોવા મળે છે. એમાંથી એક છે ઓછી ઉંમરમાં જ વાળ સફેદ થવાની સમસ્યા. પહેલાના સમયમાં માણસ જયારે વધુ ઉંમરનો થતો હતો એ પછી એમના વાળ સફેદ થતા હતા. પણ આજકાલ તો કોલેજમાં ભણતા કિશોરોના વાળ પણ કુદરતી રીતે સફેદ થવા લાગ્યા છે.

આ સમસ્યા થવા પર લોકો બજારમાં મળતા રંગો અને ડાય વગેરેનો ઉપયોગ કરે છે. એમાં ઘણા પ્રકારના કેમીકલનો ઉપયોગ કરવામાં આવે છે. તે શરૂઆતમાં તો તમારા વાળ કાળા કરે છે, પણ એના લીધે તમારા વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. એવામાં સંપૂર્ણ દેશી રીતે તમે સફેદ વાળને છુપાડી શકો છો. આજે અમે તમારા માટે એક સરળ અને અસરદાર નુશખો લઈને આવ્યા છીએ. જેને મહિનામાં એક વાર લગાવવાથી ઘણા લાંબા સમય સુધી તમારા વાળ કાળા રહેશે.

જરૂરી સામગ્રી :

મહેંદી પાવડર (4 ચમચી )

લીંબુનો રસ (૧ ચમચી)

આંબળાનો પાવડર (1 નાનો કપ)

કાળી ચા (2 ચમચી)

વાળ કાળા કરવા માટે મહેંદી બનાવવા માટેની રીત :

આ મિશ્રણ બનાવવા માટે સૌથી પહેલા મહેંદી લો. અને એને પાણીની અંદર પલાળીને આખી રાત માટે મૂકી દો. હવે બીજા દિવસે સવારે ચાની ભૂકી ઉકાળીને તૈયાર કરી લો. ત્યારબાદ આ ચા ને ઠંડી થયા પછી એને પલાળેલી મહેંદીમાં સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી આંબળાનો પાવડર લઈને એને પણ મહેંદીમાં સારી રીતે મિક્સ કરો. આ રીતે તમારી પેસ્ટ તૈયાર થઇ જશે.

ઉપયોગ કરવાની રીત :

હવે આ તૈયાર કરેલી મહેંદીને તમે બ્રશની મદદથી વાળમાં લગાવો. એને તમારે વાળના મૂળ સુધી લગાવવાની છે. હવે એને એકાદ કલાક સુધી સૂકાવા દો. હવે જયારે તમારી મહેંદી સુકાઈ જાઈ. તો વાળને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ રીતે બનાવેલી મહેંદી મહિનામાં ફક્ત એક જ વાર લગાવવાથી સફેદ વાળ કાળા થઇ જાય છે. તે એક કુદરતી હેર ડાય જેવું જ કામ કરે છે. મિત્રો તમે આ નુસખાનો ઉપયોગ કરીને કોઈ પણ જાતના હાનિકારક કેમીકલ વગર તમારા વાળને લાંબા સમય સુધી કાળા રાખી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.