આ 2 મિનિટના પ્રયોગથી તમારા સફેદ વાળને કરો કાળા, તમે જેને ફેંકી દો છો એ જ તમારા વાળ માટે છે ઉપયોગી

0
9760

દરેક લોકોને સુંદર દેખાવું ગમતું હોય છે. અને સુંદર દેખાવા માટે ત્વચાની સાથે સાથે વાળનું સ્વસ્થ હોવું પણ ખુબ જરૂરી હોય છે. પણ આજકાલ પ્રદુષણ જ એટલું વધારે થઇ ગયું છે કે એનો સીધો દુષ્પ્રભાવ આપણા વાળ પર પડે છે. એના કારણે વાળ સ્વસ્થ નથી રહેતા. એનાથી વાળ સફેદ થવા, વાળ ખરવા વગેરે સમસ્યાઓ થાય છે.

અને બજારમાં મળતા કેમિકલ યુક્ત ઉત્પાદ આપણા વાળો પર હજુ વધારે ખરાબ પ્રભાવ નાખે છે, અને સમય કરતા પહેલા જ વાળ સફેદ થઇ જાય છે.

તમે તમારા સફેદ વાળને છુપાવવા માટે કેટલો પણ કલર કરી લો, ડાઇથી છુપાવો કે પછી સફેદ વાળ હટાવી દો, પણ આ બધું તમારી સમસ્યાને હંમેશા માટે ખત્મ નહિ જ કરી શકે. એટલા માટે એ સમજવું ખુબ જરૂરી બની જાય છે કે આ સમસ્યાનું મૂળ શું છે? તો જ આનો સામનો કરવો સરળ થઇ શકે છે.

આ પ્રયોગ શેર કરો અને ગમે તો લાઇક કરો. આ પ્રયોગ ખુબ ધીરજ માંગી લે છે એટલે ઉતાવળ રાખવી નહિ.

સમય પહેલા વાળ સફેદ કેમ થાય છે?

જાણકારી માટે જણાવી દઈએ કે સમય પહેલા વાળ સફેદ થવા પાછળ કોઈ એક જ કારણ હોય એવું જરૂરી નથી. આ સમસ્યા થવાની પાછળ આ સંભાવિત કારણો માંથી કોઈ પણ કારણ તમારા વાળને સમયથી પહેલા સફેદ કરી શકે છે. જો તમે અયોગ્ય ખાવા-પીવાનું રાખો છો તો પણ વાળ સમય પહેલા સફેદ થઇ જાય છે. શરીરમાં વિટામિન બી, આર્યન, કોપર અને આયોડીન જેવા તત્વોની કમીથી હંમેશા આ સમસ્યા થાય છે.

તેમજ જે લોકો નાની-નાની વાત પર ઘણું વધારે ટેન્સન લે છે તેમના વાળ પણ ઓછી ઉંમરમાં સફેદ થઇ જાય છે. એટલું જ નહિ તેમને ગુંગળામણ, પેનિક અટેક, બીક, બળતરા વગેરે સમસ્યાઓ પણ ખુબ વધારે થાય છે.

તો વળી દુનિયામાં કેટલાક લોકોને આ સમસ્યા આનુવંશિક રૂપથી પણ હોય છે. એવી સ્થિતિમાં આ સમસ્યાથી છુટકારો મેળવવો ખુબ મુશ્કેલ થઈ જાય છે. મિત્રો શરીરની સ્વચ્છતામાં કોઈ પણ જાતની બેદરકારી રાખવી નહિ. કારણ કે જે લોકો પોતાની સ્વચ્છતામાં બેદરકારી રાખે છે તેમને પણ આ સમસ્યા વધારે થાય છે. ખાસ કરીને જો વાળની સફાઈ સારી રીતે કરતા નથી તો પણ આ સમસ્યા થઇ શકે છે.

બીજું એક કારણ એ છે કે જો કોઈ લાંબા સમય સુધી બીમાર રહે છે તો એમના વાળા જલ્દી સફેદ થઇ જાય છે. આપણી આસપાસના પર્યાવરણમાં રહેલ પ્રદુષણથી પણ ઓછી ઉંમરમાં વાળ સફેદ થાય છે. ખુબ વધારે કેમિકલ વાળા શેમ્પુ, કેમિકલ ડાઈ કે રંગ અને સુગંધ વાળું તેલ લગાવવાથી પણ વાળ સફેદ થઇ જાય છે.

સફેદ વાળ દુર કરવાનો ઘરેલુ ઉપાય :

જરૂરી સામગ્રી :

5-6 બટાકાની છાલ

પાણી

વિધિ :

આ પ્રયોગ કરવાં માટે સૌથી પહેલા તો બટાકા લઈને એની છાલ ઉતારી દો. અને છાલને પાણીમાં નાખીને ઉકાળવા માટે ગેસ પર રાખી દો. હવે આ પાણીને ગાળી લો અને એક જારમાં ભરીને રાખી લો. તમે વાળને ધોઈને સાફ અને ભીના કરો, પછી આ મિશ્રણને વાળ પર લગાવો અને 2 મિનિટ પછી વાળને ગરમ પાણીથી ધોઈ લો. આ પ્રયોગથી તમારા વાળમાં જીવ આવવા લાગશે અને તમારા સફેદ વાળ ખુબ જલ્દી ગાયબ થઇ જશે. જેવું અમે આગળ જણાવ્યું કે આ રીત ધીરજ માંગશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.