એક જ ઘરમાં પોતાની 39 પત્નીઓ સાથે રહે છે આ માણસ, આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર

0
6141

જો કોઈને પરિવાર વિષે પૂછવામાં આવે તો દરેક વ્યક્તિ એમ જ કહે કે, નાનો પરિવાર સુખી પરિવાર. લોકો માટે પોતાના માં-બાપ, પત્ની અને એક કે બે બાળકો એટલું જ બસ છે. એમની સાથે તે પોતાનું જીવન પસાર કરવાં માંગે છે. પણ આજે અમે નાના પરિવારની નહિ પણ દુનિયાના સૌથી મોટા પરિવાર વિષે વાત કરવાના છીએ.

તમને જણાવી દઈએ કે, અમે જે પરિવારની વાત કરી રહ્યા છીએ એમાં લગભગ 181 સભ્ય છે, જે 100 રૂમના મકાનમાં એક સાથે રહે છે. અને આ સૌથી મોટો પરિવાર મિઝોરમમાં રહે છે. ઘણા લોકોના મનામાં એ વિચાર આવે છે કે, કોઈ આટલી મોંઘવારીમાં પણ આટલો મોટો પરિવાર એકસાથે કેવી રીતે લઈને ચાલે છે. તો તમને જણાવી દઈએ આ પરિવાર આજે પણ સાથે જ રહે છે.

તેમજ પરિવારના દરેક સભ્યની જરૂરિયાત પણ પુરી થાય છે, અને દરેક સભ્ય ખુશીથી હળી મળીને એકસાથે રહે છે. આ પરિવારનો મુખિયા છે જીઓના ચાના. જે પોતાની 39 પત્નીઓ અને અન્ય સભ્યોની સાથે એક જ ઘરમાં ખુશીથી રહે છે. જાણકારી માટે જણાવી દઈએ કે, જીઓનાએ લગભગ 39 મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. અને તે બધી પત્નીઓને પોતાની સાથે એક જ ઘરમાં રાખે છે. અહી તો લોકોથી 1 નથી સચવાતી અને આ ભાઈ 39 લઈને બેઠા છે. ગજબ કહેવાય ભઈ.

જીઓના ચાનાના કુલ 94 બાળકો છે. જેમાંથી 14 ના લગ્ન થયા છે. એટલે એમની સાથે 14 વહુઓ અને 33 પૌત્રી-પૌત્ર અને એક નાના પ્રપૌત્રની સાથે તે ખુબ પ્રેમથી રહે છે.

એવું જાણવા મળ્યું છે કે, જીઓના પોતાના છોકરાઓ સાથે સુથારી કામ કરે છે, જેનાથી તેમના પરિવારનું ભરણ પોષણ થાય છે. અને એટલું જ નહિ આમનો પરિવાર મિઝોરમમાં સુંદર પહાડીઓ વચ્ચે બતવંગ ગામમાં એક મોટા મકાનમાં રહે છે. એમના મકાનમાં કુલ 100 રૂમ છે. જ્યારે આમને પોતાના આટલા મોટા પરિવાર વિષે પૂછવામાં આવ્યું તો જીઓનાએ જણાવ્યું હતું કે આજના સમયમાં દુનિયાના આ સૌથી મોટા પરીવારનો મોભી હોવા પર તેમને ગર્વ છે. આમના પરિવારની સૌથી ખાસ વાત એ છે કે, આ પરિવાર ખુબ અનુશાસનથી રહે છે.

ઘરમાં આટલા બધા સભ્ય હોવા છતાં પણ કોઈ એમના બનાવેલા નિયમને તોડતા નથી. બધું જ નિયમથી ચાલે છે. આ પરિવારમાં દરેક કામ બધાએ મળીને કરવાનું હોય છે. પરિવારની મહિલાઓ ખેતી કરે છે અને ઘર ચલાવવામાં યોગદાન આપે છે. જીઓનાની સૌથી પહેલી પત્ની મુખિયાની ભૂમિકા નિભાવે છે, અને ઘરના બધા સભ્યોને કામ વહેંચવાનું કામ કરે સાથે કામકાજ પર નજર પણ રાખે છે.

જયારે એમને એમના ઘર વિષે પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે, એમના ઘરમાં મોટા મોટા રસોડા સિવાય બધા માટે પૂરતી જગ્યા પણ છે. અને જીઓના પોતાના પરિવારને ખુબ અનુશાસનથી ચલાવે છે. અહીંયા એક દિવસમાં 45 કિલોથી વધારે ચોખા, 30-40 મરઘી, 25 કિલો દાણા, ડર્ઝનો ઈંડા, 60 કિલો શાકભાજીની જરૂર હોય છે. આના સિવાય આ પરિવારમાં લગભગ 20 કિલો ફળની પણ દરરોજ જરૂર પડે છે. જાણવામાં આવ્યું છે કે વિસ્તરણ સિયાસતમાં પણ ચાના પરિવારનો ખાસ દબદબો છે.

અને એક જ પરિવારમાં આટલા બધા સભ્યો હોવાથી, પોતાની પાર્ટીને વધારે વોટ મળે એટલા માટે દરેક નેતા અને વિસ્તારની રાજનૈતિક પાર્ટીઓ જિયોના ચાનાને ખાસ મહત્વ આપે છે. કારણ કે સ્થાનીય ચૂંટણીમાં આ પરિવારનો દબાવ જે પાર્ટી તરફ હોય છે તેને ઘણા બધા વોટ મળે છે.